Vadodara: હવે રાજ્યમાં નકલી એડમિશનનો કિસ્સો, તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા CMના આદેશ

ગુજરાતમાં એક બાદ એક નકલી કૌભાંડ સામે આવી રહ્યાં છે. હવે હવે રાજ્યમાં આવ્યો નકલી એડમિશનનો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વાગત કાર્યક્રમમાં યુવાને CMને રજૂઆત કરાતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, રાજ્યમાં નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી જજ બાદ હવે નકલી એડમિશન કૌભાંડ સામે આવ્યું છે. વડોદરામાં આવેલા પાદરાના યુવાનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  પાદરાના 12 પાસ પ્રતીક પરમારના નામે અન્ય કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. આ યુવકનું ગાંધીનગર દહેગામના એફ.ડી.મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાની વિગતો મળી રહી છે. એક વર્ષથી પ્રતીક પરમાર પોલીસ અને સરકારી કચેરીએ રજુઆત કરે છે. આખરે યુવાને સ્વાગત કાર્યક્રમમાં CMને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. CM દ્વારા તાત્કાલિક કોલેજ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યા છે. સમગ્ર મામલે ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશીપ માટે ગયો ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતા એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું હતું.

Vadodara: હવે રાજ્યમાં નકલી એડમિશનનો કિસ્સો, તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા CMના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં એક બાદ એક નકલી કૌભાંડ સામે આવી રહ્યાં છે. હવે હવે રાજ્યમાં આવ્યો નકલી એડમિશનનો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વાગત કાર્યક્રમમાં યુવાને CMને રજૂઆત કરાતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી જજ બાદ હવે નકલી એડમિશન કૌભાંડ સામે આવ્યું છે. વડોદરામાં આવેલા પાદરાના યુવાનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  પાદરાના 12 પાસ પ્રતીક પરમારના નામે અન્ય કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. આ યુવકનું ગાંધીનગર દહેગામના એફ.ડી.મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાની વિગતો મળી રહી છે. 

એક વર્ષથી પ્રતીક પરમાર પોલીસ અને સરકારી કચેરીએ રજુઆત કરે છે. આખરે યુવાને સ્વાગત કાર્યક્રમમાં CMને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. CM દ્વારા તાત્કાલિક કોલેજ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યા છે. સમગ્ર મામલે ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશીપ માટે ગયો ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતા એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું હતું.