Gujarat સરકારે HMPV વાયરસને લઈ જાહેર કરી એડવાઈઝરી, રાખો શરીરનું ખાસ ધ્યાન

Jan 6, 2025 - 11:30
Gujarat સરકારે HMPV વાયરસને લઈ જાહેર કરી એડવાઈઝરી, રાખો શરીરનું ખાસ ધ્યાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચીનનો HMPV વાયરસ ભારત સુધી પહોંચી ગયો છે.વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.

HMPV વાયરસને લઈને ગુજરાત સરકાર એલર્ટ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે HMPV વાયરસને લઈ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે,આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે,HMPV અન્ય શ્વસન જેવો વાયરસ છે અને હાલમાં ગુજરાતમા તેનો એક પણ કેસ નોંધાયો છે,બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે.સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ-નાક-કાનનો સ્પર્શ ન કરવો જોઈએ તેમજ શરદી-ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ના જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.

HMPV વાયરસના લક્ષણો શું છે?

હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા એચએમપીવી નામનો આ વાયરસ એક એવો વાયરસ છે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય ​​છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા વહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. HMPV ચેપ નાના બાળકો અને વૃદ્ધોમાં ગંભીર હોઈ શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો

શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોએ SARI કેસ અને લેબ-પુષ્ટિ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા જરૂરી છે.તેમને ઓક્સિજનની સાથે હળવા કેસની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0