Dakor: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઇ બેઠક, શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે

આગામી 14 માર્ચના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે જેને લઇ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સુચારુ વ્યવસ્થાના આયોજન માટે આજ રોજ ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ.ગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠશે. આજ રોજ ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ. મિટિંગમાં ફાગણી પૂનમને લઈ દરેક વિષય ઉપર ઝીણવટ ભરી ચર્ચાઓ કરવામાં આવી છે.આ સાથે મહાકુંભની જેમ ભાગદોડ ન સર્જાય તેના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે પણ સૂચન કરાયું. તમામ યાત્રિકો સારી રીતે ભગવાનના દર્શન કરીને ઘરે પરત ફરે તે પ્રકારે ના તમામ પ્રકારના આયોજન કરવા માટે પણ અધિકારીઓને તાકીદ કરાઈ છે. મંદિર પ્રાંગણમાં તેમજ મંદિર પરિસરની બહાર પણ ભાવિક ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકે તે માટે મોટા એલઇડી સ્ક્રીન મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો આ સાથે આ વખતે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

Dakor: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઇ બેઠક, શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી 14 માર્ચના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે જેને લઇ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સુચારુ વ્યવસ્થાના આયોજન માટે આજ રોજ ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ.

ગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠશે. આજ રોજ ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ. મિટિંગમાં ફાગણી પૂનમને લઈ દરેક વિષય ઉપર ઝીણવટ ભરી ચર્ચાઓ કરવામાં આવી છે.

આ સાથે મહાકુંભની જેમ ભાગદોડ ન સર્જાય તેના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે પણ સૂચન કરાયું. તમામ યાત્રિકો સારી રીતે ભગવાનના દર્શન કરીને ઘરે પરત ફરે તે પ્રકારે ના તમામ પ્રકારના આયોજન કરવા માટે પણ અધિકારીઓને તાકીદ કરાઈ છે. મંદિર પ્રાંગણમાં તેમજ મંદિર પરિસરની બહાર પણ ભાવિક ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકે તે માટે મોટા એલઇડી સ્ક્રીન મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો આ સાથે આ વખતે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.