Gujarat Weather: રાજયવાસીઓ ગરમી માટે રહો તૈયાર, બેવડી ઋતુનો કરવો પડશે સામનો
હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે સાથે સાથે દિવાળીમાં લોકોએ ગરમીનો સામનો કરવો પડશે તેમજ રાજ્યમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહી શકે છે.અમદાવાદમાં આજે 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમજ ઉત્તર-પૂર્વના સૂકા પવનોને લઈ બેવડી ઋતુ વર્તાશે. રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે. ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. ચક્રવાત દાનાનું લેન્ડફોલ શરૂ ચક્રવાતી વાવાઝોડું ડાના દેશના પૂર્વ વિસ્તારમાં લેન્ડફોલ કરવાનું ચાલુ રાખે છે. ગુરુવારે બપોરે 12:45 વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરા અને હબલીખાટી નેચર કેમ્પ વચ્ચે લેન્ડફોલ થયો હતો. લેન્ડફોલ દરમિયાન તેની ઝડપ 100 કિમી પ્રતિ કલાક હતી. હાલમાં ઓડિશા અને બંગાળમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ચક્રવાત દાના ત્રાટક્યા બાદ ઓડિશાના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે ભારે પવનને કારણે હોલ્ડિંગ્સ તૂટી ગયા હતા, પેટ્રોલ પંપ તૂટી ગયા હતા અને દુકાનોના ટીન શેડ ઉડી ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે સાથે સાથે દિવાળીમાં લોકોએ ગરમીનો સામનો કરવો પડશે તેમજ રાજ્યમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહી શકે છે.અમદાવાદમાં આજે 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમજ ઉત્તર-પૂર્વના સૂકા પવનોને લઈ બેવડી ઋતુ વર્તાશે.
રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે
રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે.
ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
ચક્રવાત દાનાનું લેન્ડફોલ શરૂ
ચક્રવાતી વાવાઝોડું ડાના દેશના પૂર્વ વિસ્તારમાં લેન્ડફોલ કરવાનું ચાલુ રાખે છે. ગુરુવારે બપોરે 12:45 વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરા અને હબલીખાટી નેચર કેમ્પ વચ્ચે લેન્ડફોલ થયો હતો. લેન્ડફોલ દરમિયાન તેની ઝડપ 100 કિમી પ્રતિ કલાક હતી. હાલમાં ઓડિશા અને બંગાળમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ચક્રવાત દાના ત્રાટક્યા બાદ ઓડિશાના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે ભારે પવનને કારણે હોલ્ડિંગ્સ તૂટી ગયા હતા, પેટ્રોલ પંપ તૂટી ગયા હતા અને દુકાનોના ટીન શેડ ઉડી ગયા હતા.