Gujarat ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ 2021 તળે વહેલી તકે રજીસ્ટ્રેશન મેળવી લેવું જરૂરી
ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત બોટાદ જિલ્લા તળે આરોગ્યને લગતી તપાસ નિદાન અને સારવાર કરતા એલોપેથી, યોગા અને નેચરોપેથી, આયુર્વેદિક, હોમીયોપેથી અને સિદ્ધા અને યુનાની મેડીસીન પદ્ધતિ કે લેબોરેટરીથી સારવાર તપાસ અને નિદાન કરતા તમામ ક્લિનીક, સંસ્થા, ટ્રસ્ટ હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીક સહિત કાયદા તળે ફરજીયાત વહેલી તકે રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવે છે. નોંધણી અને નિયમન જરૂરી ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ કોઇ પણ ક્લિનીક હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીક કાયદા હેઠળ રજીસ્ટ્રેશન વગર ચલાવી શકાશે નહીં.તા.૧૮/૦૯/૨૦૨૪ના રોજ મળેલી જિલ્લા રજીસ્ટ્રીંગ ઓથોરીટીની મળેલ બેઠકમાં રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા. ૧૫/૧૦/૨૦૨૪ આપવામાં આવી હતી. કુદરતી ન્યાયના સિધ્ધાંત અનુસાર ન્યાયિક પ્રક્રીયાના કોઇ પણ તબક્કે જિલ્લા રજીસ્ટ્રીંગ ઓથોરીટી દ્વારા કાયદા તળે રજીસ્ટ્રેશન મેળવવા માટે પુરતી તક કે સમય આપવામાં આવી ન હતી. પહેલા કરો આ કાર્યવાહી એવું પુરવાર ન થાય તે માટે કુદરતી ન્યાયના સિધ્ધાંત અનુસાર આખરી તક તા:-૧૫/૧૧/૨૦૨૪ સુધી આપવામાં આવે છે.આખરી મુદ્દત પહેલા તમામ ક્લિનીક, હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીકે રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવે છે. ત્યાર બાદ જો કોઇ રજીસ્ટ્રેશન વગરના ક્લિનીક, હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીક માલુમ પડશે તો ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૩૫(૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જિલ્લા રજીસ્ટેરીંગ ઓથોરીટી (જીસીઇએ) વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ દ્વારા જણવવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત બોટાદ જિલ્લા તળે આરોગ્યને લગતી તપાસ નિદાન અને સારવાર કરતા એલોપેથી, યોગા અને નેચરોપેથી, આયુર્વેદિક, હોમીયોપેથી અને સિદ્ધા અને યુનાની મેડીસીન પદ્ધતિ કે લેબોરેટરીથી સારવાર તપાસ અને નિદાન કરતા તમામ ક્લિનીક, સંસ્થા, ટ્રસ્ટ હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીક સહિત કાયદા તળે ફરજીયાત વહેલી તકે રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવે છે.
નોંધણી અને નિયમન જરૂરી
ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ કોઇ પણ ક્લિનીક હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીક કાયદા હેઠળ રજીસ્ટ્રેશન વગર ચલાવી શકાશે નહીં.તા.૧૮/૦૯/૨૦૨૪ના રોજ મળેલી જિલ્લા રજીસ્ટ્રીંગ ઓથોરીટીની મળેલ બેઠકમાં રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા. ૧૫/૧૦/૨૦૨૪ આપવામાં આવી હતી. કુદરતી ન્યાયના સિધ્ધાંત અનુસાર ન્યાયિક પ્રક્રીયાના કોઇ પણ તબક્કે જિલ્લા રજીસ્ટ્રીંગ ઓથોરીટી દ્વારા કાયદા તળે રજીસ્ટ્રેશન મેળવવા માટે પુરતી તક કે સમય આપવામાં આવી ન હતી.
પહેલા કરો આ કાર્યવાહી
એવું પુરવાર ન થાય તે માટે કુદરતી ન્યાયના સિધ્ધાંત અનુસાર આખરી તક તા:-૧૫/૧૧/૨૦૨૪ સુધી આપવામાં આવે છે.આખરી મુદ્દત પહેલા તમામ ક્લિનીક, હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીકે રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવે છે. ત્યાર બાદ જો કોઇ રજીસ્ટ્રેશન વગરના ક્લિનીક, હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીક માલુમ પડશે તો ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૩૫(૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જિલ્લા રજીસ્ટેરીંગ ઓથોરીટી (જીસીઇએ) વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ દ્વારા જણવવામાં આવે છે.