Valsad: વાવાઝોડાથી 20 ગામોને નુકસાન, અસરગ્રસ્તોને સહાય ચુકવાશે
વલસાડ જિલ્લાના પારડી, કપરાડા અને વાપીના 20 જેટલાં ગામોમા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્યના નાણામંત્રી અને વલસાડ ડાંગના સંસદસભ્યએ મુલાકાત લીધી છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સમસ્યા જાણી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, લોકોને બે જ દિવસમા સહાય ચુકવાશે અને અસરગ્રસ્તોને વધુ સહાય મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રીને પણ સંસદસભ્યએ રજુઆત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારમા લોકોને વધુ નુકસાન થયું છે, જેના માટે લોકોને વધુ લાભ મળે તેવા પ્રયત્નો નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સંસદસભ્યએ પ્રયાસો હાથ ધર્યા છે. અસરગ્રસ્તોને આજ રાત સુધીમાં ચેક મળી જશે: સાંસદ વલસાડ ડાંગના સંસદસભ્ય ધવલભાઈ પટેલે આ બાબતે જણાવ્યું કે, બે દિવસ પહેલા આવેલા વાવાઝોડાથી પારડીના અનેક ગામોમાં નુકસાન થયુ હતું. તેનું આજે નિરીક્ષણ કરવા માટે હું પોતે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પહોંચ્યા હતા. અને જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે, દરેક ઘરનો સર્વે કરવાનો છે, અને તરત જ ચેક વિતરણનું કામ કરવાનું છે. જેને લઈને આજે પારડી તાલુકાના ગામોનો સરવે કરાયો હતો. જેમાંથી 269 જેટલા ઘરોમાં નુકસાન થયુ છે, તેના સરવેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને દરેક લોકોને આજે રાત સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં દરેક લોકોને ચેક મળી જશે. તેની સાથે જ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવને પણ રજુઆત કરી છે. આ વાવાઝોડામાં વધારે નુકસાન થયુ છે જેથી જે વળતર મળે છે તેનાથી પણ વધારે વળતર મળે તે માટે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ટીમ પૂરી રીતે પ્રયાસ કરી રહ્યા છે. કપરાડામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું કપરાડા વિસ્તારમાં મંગળવારે બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતાં અનેક ગામોમાં વૃક્ષો તથા વીજપોલ તુટી પડવાની ઘટના બની હતી. આ ઉપરાંત ડાંગરનો તૈયાર થયેલો પાક પણ પલળી જવા સાથે જમીનદોસ્ત થતા ખેડૂતોને ભારે નુક્સાન થયું છે. કપરાડા વિસ્તારમાં મંગળવારે બપોરે વરસાદ સાથે મીની વાવાઝોડાની જેમ તેજ ગતિએ પવન ફુંકાતા બાલચોડીથી લઇ મોટાપોંઢા સુધી ઠેર ઠેર રસ્તા વચ્ચે ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી. જેમાં મોટાપોંઢા નજીક નહેર પાસે નીલગીરીનું એક તોતિંગ વૃક્ષ રસ્તા વચ્ચે તૂટી પડતા અહીંથી અવર જવર થોડા સમય માટે અટકી ગઈ હતી. તેવી જ રીતે કાકડ કોપર ગામે પણ રસ્તા વચ્ચે ઝાડ પડવાના કારણે રસ્તો બંધ થઈ જતાં સરપંચ ગણેશભાઈ ગાંવિતે સ્થળ પર દોડી આવી તૂટેલા વૃક્ષને હટાવવાની કામગીરી ચાલુ કરાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. સતત પવન સાથે વરસાદને પગલે ખેતરો ડાંગરનો ઊભો પાક પલળી ગયો અને ઢળી પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ઘણું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના પારડી, કપરાડા અને વાપીના 20 જેટલાં ગામોમા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્યના નાણામંત્રી અને વલસાડ ડાંગના સંસદસભ્યએ મુલાકાત લીધી છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સમસ્યા જાણી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો.
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, લોકોને બે જ દિવસમા સહાય ચુકવાશે અને અસરગ્રસ્તોને વધુ સહાય મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રીને પણ સંસદસભ્યએ રજુઆત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારમા લોકોને વધુ નુકસાન થયું છે, જેના માટે લોકોને વધુ લાભ મળે તેવા પ્રયત્નો નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સંસદસભ્યએ પ્રયાસો હાથ ધર્યા છે.
અસરગ્રસ્તોને આજ રાત સુધીમાં ચેક મળી જશે: સાંસદ
વલસાડ ડાંગના સંસદસભ્ય ધવલભાઈ પટેલે આ બાબતે જણાવ્યું કે, બે દિવસ પહેલા આવેલા વાવાઝોડાથી પારડીના અનેક ગામોમાં નુકસાન થયુ હતું. તેનું આજે નિરીક્ષણ કરવા માટે હું પોતે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પહોંચ્યા હતા. અને જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે, દરેક ઘરનો સર્વે કરવાનો છે, અને તરત જ ચેક વિતરણનું કામ કરવાનું છે. જેને લઈને આજે પારડી તાલુકાના ગામોનો સરવે કરાયો હતો. જેમાંથી 269 જેટલા ઘરોમાં નુકસાન થયુ છે, તેના સરવેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને દરેક લોકોને આજે રાત સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં દરેક લોકોને ચેક મળી જશે. તેની સાથે જ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવને પણ રજુઆત કરી છે. આ વાવાઝોડામાં વધારે નુકસાન થયુ છે જેથી જે વળતર મળે છે તેનાથી પણ વધારે વળતર મળે તે માટે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ટીમ પૂરી રીતે પ્રયાસ કરી રહ્યા છે.
કપરાડામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું
કપરાડા વિસ્તારમાં મંગળવારે બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતાં અનેક ગામોમાં વૃક્ષો તથા વીજપોલ તુટી પડવાની ઘટના બની હતી. આ ઉપરાંત ડાંગરનો તૈયાર થયેલો પાક પણ પલળી જવા સાથે જમીનદોસ્ત થતા ખેડૂતોને ભારે નુક્સાન થયું છે.
કપરાડા વિસ્તારમાં મંગળવારે બપોરે વરસાદ સાથે મીની વાવાઝોડાની જેમ તેજ ગતિએ પવન ફુંકાતા બાલચોડીથી લઇ મોટાપોંઢા સુધી ઠેર ઠેર રસ્તા વચ્ચે ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી. જેમાં મોટાપોંઢા નજીક નહેર પાસે નીલગીરીનું એક તોતિંગ વૃક્ષ રસ્તા વચ્ચે તૂટી પડતા અહીંથી અવર જવર થોડા સમય માટે અટકી ગઈ હતી. તેવી જ રીતે કાકડ કોપર ગામે પણ રસ્તા વચ્ચે ઝાડ પડવાના કારણે રસ્તો બંધ થઈ જતાં સરપંચ ગણેશભાઈ ગાંવિતે સ્થળ પર દોડી આવી તૂટેલા વૃક્ષને હટાવવાની કામગીરી ચાલુ કરાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. સતત પવન સાથે વરસાદને પગલે ખેતરો ડાંગરનો ઊભો પાક પલળી ગયો અને ઢળી પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ઘણું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.