Gandhinagarમાં એક પેડ મા કે નામ અભિયાનમાં માહિતીનિયામક કચેરીના કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યુ
પર્યાવરણના રક્ષણ અને ધરતીને નંદનવન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ મા કે નામ” અભિયાનનું આહ્વાન કર્યું હતું, જેને હકારાત્મક પ્રતિસાદ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતભરમાં આ અભિયાનને પૂરતો વેગ આપ્યો છે. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના ડૉ. જીવરાજ મહેતા ભવન ખાતે માહિતી નિયામક કે. એલ. બચાણી તેમજ અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના સબળ નેતૃત્વ હેઠળ માહિતી નિયામક કચેરીના સૌ અધિકારી-કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કર્યુ અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર માહિતી પરિવાર દ્વારા જૂના સચિવાલય પટાંગણને હરિયાળું બનાવવા ગુલમહોર, પીપળો, કણજી, ચંપો, ઉંમરો, પારસ પીપળો તેમજ તિકોમા સહિતના વિવિધ ફૂલછોડ ઉપરાંત લીમડા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર વૃક્ષારોપણ જ નહિ, પરંતુ આ વૃક્ષોને ઉછેરવાની સ્વૈચ્છિક જવાબદારી પણ માહિતી પરિવારના અધિકારી-કર્મચારીઓ દ્વારા લેવામાં આવી છે. તમામ કચેરીઓમાં વૃક્ષારોપણ કર્યુ આટલું જ નહિ, માહિતી નિયામકની પ્રેરણાથી રાજ્યભરની તમામ પ્રાદેશિક માહિતી કચેરીઓ તેમજ જિલ્લા માહિતી કચેરીઓ ખાતે પણ માહિતી પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. મજાની વાત તો એ છે કે, માહિતી કચેરીઓ દ્વારા કચેરી આસપાસના સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં જ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી આ સ્થળ પર ફરીથી ગંદકી ન થાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પર્યાવરણના રક્ષણ અને ધરતીને નંદનવન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ મા કે નામ” અભિયાનનું આહ્વાન કર્યું હતું, જેને હકારાત્મક પ્રતિસાદ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતભરમાં આ અભિયાનને પૂરતો વેગ આપ્યો છે. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના ડૉ. જીવરાજ મહેતા ભવન ખાતે માહિતી નિયામક કે. એલ. બચાણી તેમજ અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના સબળ નેતૃત્વ હેઠળ માહિતી નિયામક કચેરીના સૌ અધિકારી-કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ કર્યુ
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર માહિતી પરિવાર દ્વારા જૂના સચિવાલય પટાંગણને હરિયાળું બનાવવા ગુલમહોર, પીપળો, કણજી, ચંપો, ઉંમરો, પારસ પીપળો તેમજ તિકોમા સહિતના વિવિધ ફૂલછોડ ઉપરાંત લીમડા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર વૃક્ષારોપણ જ નહિ, પરંતુ આ વૃક્ષોને ઉછેરવાની સ્વૈચ્છિક જવાબદારી પણ માહિતી પરિવારના અધિકારી-કર્મચારીઓ દ્વારા લેવામાં આવી છે.
તમામ કચેરીઓમાં વૃક્ષારોપણ કર્યુ
આટલું જ નહિ, માહિતી નિયામકની પ્રેરણાથી રાજ્યભરની તમામ પ્રાદેશિક માહિતી કચેરીઓ તેમજ જિલ્લા માહિતી કચેરીઓ ખાતે પણ માહિતી પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. મજાની વાત તો એ છે કે, માહિતી કચેરીઓ દ્વારા કચેરી આસપાસના સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં જ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી આ સ્થળ પર ફરીથી ગંદકી ન થાય.