Ahmedabad: સ્થાનિક પોલીસની મિલીભગત સાફ દેખાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના એસજી હાઈવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ-જેએવાયમાંથી નાણાં કમાવવા દર્દીઓને મોતના મુખમાં ધકેલવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કાર્તિક પટેલની ખ્યાતિ હોસ્પિટલના કાળા કરતૂતોનો મુદ્દો મંગળવારે સંસદમાં ઊઠયો હતો, જેમાં સાફ કહેવાયું હતું કે, સરકાર અને વહીવટી તંત્રની મિલીભગત વિના આવું કાંડ થઈ શકે નહિ, સ્થાનિક પોલીસની પણ મિલીભગત સાફ દેખાય છે.
આ સમગ્ર મામલે સ્વતંત્ર જ્યુડિશિયરીના સુપરવિઝનમાં સીબીઆઈને તપાસ સોંપવાની માગણી કરાઈ છે.રાજ્યસભામાં ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો ચગ્યો છે. સંસદમાં મુદ્દો રજૂ કરાયો હતો કે, પીએમ-જેએવાયમાંથી કરોડો રૂપિયા પડાવવા માનવ જિંદગી સાથે ખિલવાડ કરવાની આ એક ગંભીર સાજિશ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગામડાંમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં ગરીબોની તપાસ કરીને કહેવાતું હતું કે, તમારા હૃદયમાં તકલીફ છે, હોસ્પિટલમાં બીજા દિવસે આવી જજો, કોઈ દર્દીને સારવારની જરૂર ના હોય તેમ છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી અને આ રીતે મા યોજનામાંથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે થોડાક દિવસો પહેલાં કડી ખાતે મફત મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં કોઈ વ્યક્તિ તેમના પત્નીને બતાવવા માટે આવ્યા ત્યારે તેમના પતિને પકડી લીધા હતા અને તેમને તકલીફ હોવાનું કહેવાયું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર બાદ બે દર્દીઓનાં મોત થયા હતા અને ઘણા દર્દીઓને આઈસીયુમાં ભરતી કરવા પડયા ત્યારે ગુજરાત સરકાર જાગી હતી, તપાસ કરી તો ખબર પડી કે આ તો વારંવાર આવું જ કરીને પીએમ-જેએવાયમાંથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે, જેમને સારવારની જરૂર ન હોય તેવા લોકોની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવાનું ષડયંત્ર ચાલતું હતું. આ જ ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022માં પણ એક દર્દીનું મોત થયું હતું, જો તે વખતે કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે ફરી વાર આ ઘટના ના બની હોત. આ ઘટનામાં મુખ્ય આરોપી વિદેશ ફરાર થઈ ગયો છે. આ ઘટનામાં મૃતકના પરિજનને વળતર આપશો તો પણ જે સ્વજનને ગુમાવવા પડયા છે તે પાછા આવી શકવાના નથી. સ્થાનિક સરકાર અને વહીવટી તંત્રની મિલીભગત વિના આવું બની ના શકે. સ્થાનિક પોલીસની પણ મિલીભગત સાફ દેખાય છે. આ ખૂબ ગંભીર મામલો છે એટલે સીબીઆઈ તપાસ થાય તે ખૂબ જરૂરી છે. ગુજરાતના વિપક્ષના સાંસદે આ મુદ્દા સંસદમાં રજૂ કર્યા હતા.
What's Your Reaction?






