Surendranagar જિલ્‍લામાં સભા-સરઘસ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ થયું

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરેન્‍દ્રનગર જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ કે. સી. સંપટ દ્વારા મંજૂરી વગર પાંચ કે તેથી વધુ માણસોને એકઠા થવા તેમજ સરઘસ કાઢવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. સભા-સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ આ જાહેરનામા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં (ધાર્મિક હેતુ સિવાય) મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની અગાઉથી મંજુરી મેળવ્યા સિવાય પાંચ કે તેથી વધુ લોકોએ ભેગા થવા ઉપર તથા સભા-સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરતો તો થશે દંડ ધાર્મિક હેતુ માટેની અરજીની કાર્યવાહી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કક્ષાએથી કરવાની રહેશે.આ પ્રતિબંધ લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજુરી મેળવેલ હશે તેને લાગુ પડશે નહી.આ પ્રતિબંધક હુકમનાં ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ - ૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષા થશે.

Surendranagar જિલ્‍લામાં સભા-સરઘસ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરેન્‍દ્રનગર જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ કે. સી. સંપટ દ્વારા મંજૂરી વગર પાંચ કે તેથી વધુ માણસોને એકઠા થવા તેમજ સરઘસ કાઢવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

સભા-સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ

આ જાહેરનામા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં (ધાર્મિક હેતુ સિવાય) મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની અગાઉથી મંજુરી મેળવ્યા સિવાય પાંચ કે તેથી વધુ લોકોએ ભેગા થવા ઉપર તથા સભા-સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરતો તો થશે દંડ

ધાર્મિક હેતુ માટેની અરજીની કાર્યવાહી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કક્ષાએથી કરવાની રહેશે.આ પ્રતિબંધ લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજુરી મેળવેલ હશે તેને લાગુ પડશે નહી.આ પ્રતિબંધક હુકમનાં ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ - ૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષા થશે.