Gujarat Rain : રાજયમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી

3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ રાજયમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે,વરસાદની એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે.આજે રાજયમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે,સાથે સાથે માછીમારોને અગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે. જાણો આજે કયા જિલ્લામાં અપાયું ઓરન્જ,યલો અને રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી મૂજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, અમરેલી,ભાવનગર,અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.વલસાડ ,દમણ,દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં પણ સિઝનનો જોઈએ એ રીતે વરસાદ થયો નથી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી બે દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,મહત્વનું છે કે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમા મેઘરાજાની જમાવટ થઈ શકે છે,સાથે સાથે ખેડૂતોને પણ સારા વરસાદથી ફાયદો થશે તેવી શકયતાઓ છે. જાણો સોમવાર અને મંગળવારે કયાં પડી શકે છે વરસાદ સોમવારે એટલે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.

Gujarat Rain : રાજયમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
  • વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
  • દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

રાજયમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે,વરસાદની એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે.આજે રાજયમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે,સાથે સાથે માછીમારોને અગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.

જાણો આજે કયા જિલ્લામાં અપાયું ઓરન્જ,યલો અને રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મૂજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, અમરેલી,ભાવનગર,અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.વલસાડ ,દમણ,દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં પણ સિઝનનો જોઈએ એ રીતે વરસાદ થયો નથી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી બે દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,મહત્વનું છે કે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમા મેઘરાજાની જમાવટ થઈ શકે છે,સાથે સાથે ખેડૂતોને પણ સારા વરસાદથી ફાયદો થશે તેવી શકયતાઓ છે.

જાણો સોમવાર અને મંગળવારે કયાં પડી શકે છે વરસાદ

સોમવારે એટલે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.