Gujarat Rain: સુરત, ઝઘડિયા, અમરેલી, વેરાવળ અને સૂત્રાપાડા પંથકમાં વરસાદ, ખેડૂતો ચિંતિત
આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુરત, ઝઘડિયા, અમરેલી, વેરાવળ અને સૂત્રાપાડા સહિત અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે પાછોતરા વરસાદને લઈને ખેડૂતો ખુબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે.સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ, અઠવા લાઈન્સ, પારલે પોઈન્ટ, સરોલી, સોસક, રિંગ રોડ, અડાજણ, ડુમસ રોડ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદ સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જો કે પાછોતરા વરસાદથી ડાંગર પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે આ વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ બીજી તરફ ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. તાપ અને બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તોફાની પવન સાથે વરસાદે સમગ્ર વાતાવરણ બદલી કાઢ્યું છે અને આસો મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. જો કે વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને નાના બાળકોમાં ખુશી જોવા મળી રહી છે. અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના ભાણીયા ગામે પવન અને વીજળી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ ખાંભાના ભાણીયા, પીપળવા, ઉમરીયા, ગીદરડી સહિત ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદના કારણે સોયાબીન, મગફળી, તલના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે માળીયાહાટીનામાં પણ એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે અને માળીયાહાટીના, અમરાપુર, વિરડી, ગડોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી મગફળી, સોયાબીનના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખોરાસા ગામે વીજળી પડવાનો પણ બનાવ બન્યો છે. રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવાાં આવી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાંમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુરત, ઝઘડિયા, અમરેલી, વેરાવળ અને સૂત્રાપાડા સહિત અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે પાછોતરા વરસાદને લઈને ખેડૂતો ખુબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે.
સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ, અઠવા લાઈન્સ, પારલે પોઈન્ટ, સરોલી, સોસક, રિંગ રોડ, અડાજણ, ડુમસ રોડ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદ સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જો કે પાછોતરા વરસાદથી ડાંગર પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે આ વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ
બીજી તરફ ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. તાપ અને બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તોફાની પવન સાથે વરસાદે સમગ્ર વાતાવરણ બદલી કાઢ્યું છે અને આસો મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. જો કે વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને નાના બાળકોમાં ખુશી જોવા મળી રહી છે.
અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ
અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના ભાણીયા ગામે પવન અને વીજળી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ ખાંભાના ભાણીયા, પીપળવા, ઉમરીયા, ગીદરડી સહિત ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદના કારણે સોયાબીન, મગફળી, તલના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે માળીયાહાટીનામાં પણ એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે અને માળીયાહાટીના, અમરાપુર, વિરડી, ગડોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી મગફળી, સોયાબીનના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખોરાસા ગામે વીજળી પડવાનો પણ બનાવ બન્યો છે.
રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવાાં આવી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાંમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.