Ahmedabad: ગુજરાતમાં નકલીની બોલબાલા, પાંચ વર્ષમાં 8,684 શેલ કંપની રદ કરાઈ

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 8,684 કંપનીઓ બોગસ જાહેર થઈ છે, જેમને રદ્ બાતલ કરાઈ છે. શેલ કંપની કે જે કાગળ પર જ હોય, કોઈ જાતનો વ્યવસાય કરતી ન હોય તો આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે સરકારી તંત્ર સમયાંતરે કામગીરી કરે છે. બીજી તરફ એવા સવાલો પણ ઊભા કરાઈ રહ્યા છે કે, કોના ફાયદા માટે ગુજરાતમાં શેલ કંપની ધમધમતી રહી, તેના માટે જવાબદાર કોણ, ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે શેલ કંપનીઓનો પણ રાફડો ફાટયો છે.ગુજરાતમાં વર્ષ 2019-20માં 1740, વર્ષ 2020-21માં 252, વર્ષ 2021-22માં 3,401, વર્ષ 2022-23માં 2,626 અને વર્ષ 2023-24ના સમય ગાળામાં 665 એમ પાંચ વર્ષમાં કુલ 8,684 કંપની શેલ કંપની જાહેર થઈને રદ્ થઈ છે. જીએસટીમાં કરોડોની ચોરી, નકલી ચલણી નોટ સહિતની ગુનાખોરીનો ભોગ આજે ગુજરાતીઓ બની રહ્યા છે. કેન્દ્રના કોર્પોરેટ મંત્રાલયના કહેવા પ્રમાણે, કંપનીઓ કોઈ ભૂલ કરે તો તેવા કિસ્સામાં કંપની રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, જેમ કે એક વર્ષની અંદર કોઈ પણ જાતનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો ન હોય, કોઈ કામકામજ ના હોય અને એવી કંપનીને નિષ્ક્રિય કરવા માટે કોઈ અરજી કરવામાં આવી ન હોય તે સહિતના વિવિધ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ બોગસ કંપનીઓ મામલે ટોચ ઉપર છે, બોગસ કે શેલ કંપનીઓની સંખ્યા મામલે ગુજરાત દેશમાં નવમા નંબરે આવે છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36,856 કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ છે.

Ahmedabad: ગુજરાતમાં નકલીની બોલબાલા, પાંચ વર્ષમાં 8,684 શેલ કંપની રદ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 8,684 કંપનીઓ બોગસ જાહેર થઈ છે, જેમને રદ્ બાતલ કરાઈ છે. શેલ કંપની કે જે કાગળ પર જ હોય, કોઈ જાતનો વ્યવસાય કરતી ન હોય તો આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે સરકારી તંત્ર સમયાંતરે કામગીરી કરે છે. બીજી તરફ એવા સવાલો પણ ઊભા કરાઈ રહ્યા છે કે, કોના ફાયદા માટે ગુજરાતમાં શેલ કંપની ધમધમતી રહી, તેના માટે જવાબદાર કોણ, ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે શેલ કંપનીઓનો પણ રાફડો ફાટયો છે.

ગુજરાતમાં વર્ષ 2019-20માં 1740, વર્ષ 2020-21માં 252, વર્ષ 2021-22માં 3,401, વર્ષ 2022-23માં 2,626 અને વર્ષ 2023-24ના સમય ગાળામાં 665 એમ પાંચ વર્ષમાં કુલ 8,684 કંપની શેલ કંપની જાહેર થઈને રદ્ થઈ છે. જીએસટીમાં કરોડોની ચોરી, નકલી ચલણી નોટ સહિતની ગુનાખોરીનો ભોગ આજે ગુજરાતીઓ બની રહ્યા છે.

કેન્દ્રના કોર્પોરેટ મંત્રાલયના કહેવા પ્રમાણે, કંપનીઓ કોઈ ભૂલ કરે તો તેવા કિસ્સામાં કંપની રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, જેમ કે એક વર્ષની અંદર કોઈ પણ જાતનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો ન હોય, કોઈ કામકામજ ના હોય અને એવી કંપનીને નિષ્ક્રિય કરવા માટે કોઈ અરજી કરવામાં આવી ન હોય તે સહિતના વિવિધ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ બોગસ કંપનીઓ મામલે ટોચ ઉપર છે, બોગસ કે શેલ કંપનીઓની સંખ્યા મામલે ગુજરાત દેશમાં નવમા નંબરે આવે છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36,856 કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ છે.