Ahmedabadના કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી પરિણીતાનો આપઘાત, અશ્લીલ વીડિયો બનાવીને કરતો બ્લેકમેઈલ
અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરી હતી.પ્રેમી વિડીયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત બ્લેકમેઈલ કરતો હોવાથી પરિણીતાએ આત્મહત્યા કરી હતી.જે મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી પ્રેમીની ધરપકડ કરી છે. સાથે જ પ્રેમીનો મોબાઈલ કબ્જે કરી એફએસએલમાં મોકલી આપ્યો છે. મહત્વનું છે કે આત્મહત્યા પહેલા પરિણીતાએ પતિને પોતાની ભુલ અંગે જાણકારી આપી હતી.જે માહિતીના આધારે પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે. પ્રેમી કિશન ડોડીયાની ધરપકડ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી અને આફ્રિકાથી પુત્રની સારવાર માટે આવેલી પરિણીતાએ આત્મહત્યા કરી હતી,18 ઓગસ્ટના રોજ પરિણીતાએ કરેલી આત્મહત્યા અંગે કૃષ્ણનગર પોલીસ મથકે પરિણીતાના પતિએ 6 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાની આત્મહત્યા માટે જવાબદાર એવા તેના પ્રેમી કિશન ડોડીયાની ધરપકડ કરી છે.આરોપી કિશને પરિણીતાની એકલતાનો લાભ લઈ તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા.અને તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી 60 હજાર રુપિયા પડાવ્યા હતા.તેમ છતા આરોપીનો ત્રાસ ચાલુ રહેતા આખરે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સારવાર માટે પતિ સાથે આફ્રિકાથી અમદાવાદ આવી હતી મહત્વનું છે કે પરિણીતા પોતાના પુત્રની સારવાર માટે પતિ સાથે આફ્રિકાથી અમદાવાદ આવી હતી.અને પતિ પરત આફ્રિકા જતા આરોપી કિશન સાથે સંબંધો વધ્યા હતા.પરિણીતા મોબાઈલ લેવા માટે આરોપી કિશનની દુકાને ગઈ હતી.જે બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા અલગ અલગ હોટલોમાં એક બીજા સાથે શારિરિક સંબંધ બંધાયા હતા.અને જે સંબંધોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા 2 મહિનાથી પરેશાન કરતો હતો.જેથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરી હતી.જેથી પોલીસે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે. આરોપીએ મહિલા પાસેથી 60 હજાર લીધા પરિણીતાની આત્મહત્યા માટે જવાબદાર આરોપી કિશન ડોડીયાની ધરપકડ બાદ પોલીસે તેના બેંક અકાઉન્ટ અને રસપાન ચોકડી પાસે આવેલી વ્યાના મોબાઈલની દુકાનમાં પણ તપાસ કરી છે. જેમા આરોપી એ પરિણિતા પાસેથી 60 હજાર રુપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે. અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકાર નુ કૃત્ય કર્યું છે કે કેમ. ત્યારે પોલીસ તપાસમાં શુ સામે આવે છે તે જોવુ મહત્વનું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરી હતી.પ્રેમી વિડીયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત બ્લેકમેઈલ કરતો હોવાથી પરિણીતાએ આત્મહત્યા કરી હતી.જે મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી પ્રેમીની ધરપકડ કરી છે. સાથે જ પ્રેમીનો મોબાઈલ કબ્જે કરી એફએસએલમાં મોકલી આપ્યો છે. મહત્વનું છે કે આત્મહત્યા પહેલા પરિણીતાએ પતિને પોતાની ભુલ અંગે જાણકારી આપી હતી.જે માહિતીના આધારે પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.
પ્રેમી કિશન ડોડીયાની ધરપકડ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી અને આફ્રિકાથી પુત્રની સારવાર માટે આવેલી પરિણીતાએ આત્મહત્યા કરી હતી,18 ઓગસ્ટના રોજ પરિણીતાએ કરેલી આત્મહત્યા અંગે કૃષ્ણનગર પોલીસ મથકે પરિણીતાના પતિએ 6 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાની આત્મહત્યા માટે જવાબદાર એવા તેના પ્રેમી કિશન ડોડીયાની ધરપકડ કરી છે.આરોપી કિશને પરિણીતાની એકલતાનો લાભ લઈ તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા.અને તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી 60 હજાર રુપિયા પડાવ્યા હતા.તેમ છતા આરોપીનો ત્રાસ ચાલુ રહેતા આખરે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સારવાર માટે પતિ સાથે આફ્રિકાથી અમદાવાદ આવી હતી
મહત્વનું છે કે પરિણીતા પોતાના પુત્રની સારવાર માટે પતિ સાથે આફ્રિકાથી અમદાવાદ આવી હતી.અને પતિ પરત આફ્રિકા જતા આરોપી કિશન સાથે સંબંધો વધ્યા હતા.પરિણીતા મોબાઈલ લેવા માટે આરોપી કિશનની દુકાને ગઈ હતી.જે બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા અલગ અલગ હોટલોમાં એક બીજા સાથે શારિરિક સંબંધ બંધાયા હતા.અને જે સંબંધોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા 2 મહિનાથી પરેશાન કરતો હતો.જેથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરી હતી.જેથી પોલીસે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આરોપીએ મહિલા પાસેથી 60 હજાર લીધા
પરિણીતાની આત્મહત્યા માટે જવાબદાર આરોપી કિશન ડોડીયાની ધરપકડ બાદ પોલીસે તેના બેંક અકાઉન્ટ અને રસપાન ચોકડી પાસે આવેલી વ્યાના મોબાઈલની દુકાનમાં પણ તપાસ કરી છે. જેમા આરોપી એ પરિણિતા પાસેથી 60 હજાર રુપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે. અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકાર નુ કૃત્ય કર્યું છે કે કેમ. ત્યારે પોલીસ તપાસમાં શુ સામે આવે છે તે જોવુ મહત્વનું છે.