Ahmedabad: સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલી બનશે તો લારીના ધંધા બંધ થઈ

AMC દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડસાઈડ પર ધંધો કરતા ફેરિયાના દબાણોને કારણે સર્જાતી સમસ્યા હળવી કરવાની નેમ સાથેની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી સુધારા કરવા માટે TP કમિટી તરફ પરત મોકલવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની દરખાસ્ત બાકી રાખવામાં આવી છે અને વધુ અભ્યાસ માટે TP કમિટીને પરત મોકલી આપી છે. TP કમિટીના સુધારા અને સૂચનોને ધ્યાનમાં લઈને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી મંજૂર કરીને અમલ કરાશે. હાલ અનિર્ણિત રખાયેલી સૂચિત સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જો મંજૂર કરીને અમલમાં આવશે તો શહેરમાં હવે નોંધાયેલા ફેરિયાઓ જે સ્થળો પર વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હોય તે ઝોનમાં જ લારી કે ગલ્લો લઈ ઊભા રહી શકશે અને ધંધો કરી શકશે. વેન્ડિંગ ઝોન સિવાયના સ્થળે લારી- ગલ્લા ઉભા રાખી શકાશે નહીં. રોડ સાઈડ અને ફૂટપાથ પર પર ગેસ સ્ટવનો ઉપયોગ કરી રાંધતા ફેરિયાઓનો સ્ટ્રીટ વેન્ડર્સમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી જો સૂચિત સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલી બનશે તો શહેરમાં ઠેર ઠેર રોડ સાઈડ, ફૂટપાથ પર અડ્ડો જમાવનાર ચા, ઈડલી- સંભાર, બટાકા પૌંઆ, આમલેટ, વગેરે જેવા ગરમ નાસ્તાની લારીઓ બંધ થઈ જશે. રજિસ્ટર્ડ ફેરિયાઓએ વેન્ડિંગ ઝોનમાં ધંધો કરવા માટે લાયસન્સ લેવું પડશે અને દર મહિને રૂ. 250થી રૂ. 600ની ફી ચૂકવવી પડશે. ગ્રાહકોની અવર જવર, રોડની અગત્યતા, ધંધાનું પ્રમાણ વગેરે ચકાસીને હાઈ ડિમાન્ડ એરિયા, મીડિયમ ડિમાન્ડ એરિયા અને લો ડિમાન્ડ કેટેગરી નક્કી કરી ફી વસૂલ કરવામાં આવશે.શહેરમાં નક્કી કરેલા 415 રસ્તા ઉપર વેન્ડિંગ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા 62,054 જેટલા ફેરિયાઓ, લારી, ગલ્લા લઈને ઊભા રહી શકશે. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી 19 વર્ષથી ટલ્લે અમલીકરણમાં AMCના ઠાગાઠૈયા AMC દ્વારા 2005માં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી રચાઈ હતી અને ત્યારપછી સમયાંતરે સુધારા કરીને જાહેર કરાયા પછી અગમ્ય કારણોસર સૂચિત પોલિસીનો અમલ કરાયો નથી. આમ, સૂચિત પોલિસી 19 વર્ષથી ટલ્લે ચડી છે. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ મામલે AMC તંત્ર અને શાસક પક્ષના ઠાગા ઠૈયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નો-વેન્ડિંગ ઝોન હાઇકોર્ટ, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયતની કચેરીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈમારતો, અન્ય કોર્ટ, કેન્ટોનમેન્ટ બોર્ડ, ફાયરબ્રિગેડ સ્ટેશનો, જનરલ હોસ્પિટલો, સરકારી ઈમારતો જેવાં મહત્ત્વનાં સ્થળના પ્રવેશ અને બહાર નીકળવાનાં સ્થળોઃ 200 મીટર.  રેલવે સ્ટેશનો, બસ ટર્મિનસ, શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ અને બહાર નીકળવાનાં સ્થળોઃ 50 મીટર. શહેરની હદમાં આવતા રેલવે ક્રોસિંગની બંને બાજુઃ 50 મીટર. પ્રાચીન સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 2010 અને રાજ્ય પુરાતત્ત્વીય સ્મારક સંરક્ષણ અધિનિયમની સંબંધિત જોગવાઈઓમાં આજ્ઞા મુજબના વિસ્તારો. ચારે બાજુના બે અથવા વધુ રસ્તાના રોડ ક્રોસિંગ/ જંક્શન

Ahmedabad: સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલી બનશે તો  લારીના ધંધા બંધ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડસાઈડ પર ધંધો કરતા ફેરિયાના દબાણોને કારણે સર્જાતી સમસ્યા હળવી કરવાની નેમ સાથેની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી સુધારા કરવા માટે TP કમિટી તરફ પરત મોકલવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની દરખાસ્ત બાકી રાખવામાં આવી છે અને વધુ અભ્યાસ માટે TP કમિટીને પરત મોકલી આપી છે. TP કમિટીના સુધારા અને સૂચનોને ધ્યાનમાં લઈને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી મંજૂર કરીને અમલ કરાશે. હાલ અનિર્ણિત રખાયેલી સૂચિત સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જો મંજૂર કરીને અમલમાં આવશે તો શહેરમાં હવે નોંધાયેલા ફેરિયાઓ જે સ્થળો પર વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હોય તે ઝોનમાં જ લારી કે ગલ્લો લઈ ઊભા રહી શકશે અને ધંધો કરી શકશે. વેન્ડિંગ ઝોન સિવાયના સ્થળે લારી- ગલ્લા ઉભા રાખી શકાશે નહીં. રોડ સાઈડ અને ફૂટપાથ પર પર ગેસ સ્ટવનો ઉપયોગ કરી રાંધતા ફેરિયાઓનો સ્ટ્રીટ વેન્ડર્સમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી જો સૂચિત સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલી બનશે તો શહેરમાં ઠેર ઠેર રોડ સાઈડ, ફૂટપાથ પર અડ્ડો જમાવનાર ચા, ઈડલી- સંભાર, બટાકા પૌંઆ, આમલેટ, વગેરે જેવા ગરમ નાસ્તાની લારીઓ બંધ થઈ જશે.

રજિસ્ટર્ડ ફેરિયાઓએ વેન્ડિંગ ઝોનમાં ધંધો કરવા માટે લાયસન્સ લેવું પડશે અને દર મહિને રૂ. 250થી રૂ. 600ની ફી ચૂકવવી પડશે. ગ્રાહકોની અવર જવર, રોડની અગત્યતા, ધંધાનું પ્રમાણ વગેરે ચકાસીને હાઈ ડિમાન્ડ એરિયા, મીડિયમ ડિમાન્ડ એરિયા અને લો ડિમાન્ડ કેટેગરી નક્કી કરી ફી વસૂલ કરવામાં આવશે.શહેરમાં નક્કી કરેલા 415 રસ્તા ઉપર વેન્ડિંગ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા 62,054 જેટલા ફેરિયાઓ, લારી, ગલ્લા લઈને ઊભા રહી શકશે.

સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી 19 વર્ષથી ટલ્લે અમલીકરણમાં AMCના ઠાગાઠૈયા

AMC દ્વારા 2005માં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી રચાઈ હતી અને ત્યારપછી સમયાંતરે સુધારા કરીને જાહેર કરાયા પછી અગમ્ય કારણોસર સૂચિત પોલિસીનો અમલ કરાયો નથી. આમ, સૂચિત પોલિસી 19 વર્ષથી ટલ્લે ચડી છે. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ મામલે AMC તંત્ર અને શાસક પક્ષના ઠાગા ઠૈયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નો-વેન્ડિંગ ઝોન

હાઇકોર્ટ, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયતની કચેરીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈમારતો, અન્ય કોર્ટ, કેન્ટોનમેન્ટ બોર્ડ, ફાયરબ્રિગેડ સ્ટેશનો, જનરલ હોસ્પિટલો, સરકારી ઈમારતો જેવાં મહત્ત્વનાં સ્થળના પ્રવેશ અને બહાર નીકળવાનાં સ્થળોઃ 200 મીટર.

 રેલવે સ્ટેશનો, બસ ટર્મિનસ, શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ અને બહાર નીકળવાનાં સ્થળોઃ 50 મીટર.

શહેરની હદમાં આવતા રેલવે ક્રોસિંગની બંને બાજુઃ 50 મીટર.

પ્રાચીન સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 2010 અને રાજ્ય પુરાતત્ત્વીય સ્મારક સંરક્ષણ અધિનિયમની સંબંધિત જોગવાઈઓમાં આજ્ઞા મુજબના વિસ્તારો.

ચારે બાજુના બે અથવા વધુ રસ્તાના રોડ ક્રોસિંગ/ જંક્શન