Ahmedabad: એક વર્ષનું બાળક રમતાં રમતાં મકાઈનો દાણો ગળી જતાં ફેફસાંમાં કાણું

નાના બાળકોના ઉછેરને લઈ ફરી એક વાર લાલબત્તી ધરતો કિસ્સો સામે આવ્યો છે, રાજસ્થાનના રાજસમંદના એક વર્ષના બાળક લક્ષ્મણને શ્વાસનળીમાંથી ફેફસાંમાં પહોંચેલો મકાઈનો દાણો જીવલેણ બન્યો હતો, કારણ કે ફેફસાંમાં કાણું પડી ગયું હતું.બાળકને અચાનક ખાંસી, ઉધરસ સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, આ કિસ્સામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દૂરબીનથી સર્જરી કરીને ફેફસાંમાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢી બાળકનો જીવ બચાવાયો હતો. રાજસમંદના કાનસિંઘ રાવત અને સંતોષદેવી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના 1 વર્ષના બાળકને થોડા દિવસો પહેલાં અચાનક ખાંસી ઉધરસ સાથે શ્વાસ લેવામાં તકલીફ્ જણાઈ હતી, તેમણે તરત રાજસ્થાનના બ્યાવર અને અજમેરમાં બાળરોગ ડોક્ટર્સનો સંપર્ક કર્યો. સિટીસ્કેન કર્યા બાદ બાળકની હાલત જોતા ત્યાંના ડોક્ટર્સ દ્વારા બાળકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા કહેવાયું હતું. સિવિલમાં માતાએ શંકા વ્યક્ત કરી હતી કે, બાળક ખાતા ખાતા કંઇક ગળી ગયું છે, ત્યારબાદ ખાંસી અને શ્વાસમાં તકલીફ્ શરૂ થઈ છે. સિવિલમાં સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં બાળકને રેસ્પિરેટરી ડીસ્ટ્રેસ તથા સબક્યુટેનિયસ એમ્ફીસેમા સાથે ન્યુમોમીડિયાસ્ટીનમ હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું અને તાત્કાલિક બાળકની બ્રોન્કોસ્કોપી સર્જરી કરાઈ હતી, જેમાં બાળકના ફેફસાંમાં એક અજાણ્યો પદાર્થ જોવા મળ્યો, જે બાદમાં મકાઈનો દાણો હોવાનું સામે આવ્યું હતું. તાત્કાલિક બાળકની સર્જરી હાથ ધરી તેનો જીવ બચાવી શકાયો. બાળકને ચાર દિવસની પોસ્ટ ઓપરેટિવ સારવાર આપ્યા બાદ અન્ય કોઈ તકલીફ્ ન જણાતાં રજા આપવામાં આવી છે.

Ahmedabad: એક વર્ષનું બાળક રમતાં રમતાં મકાઈનો દાણો ગળી જતાં ફેફસાંમાં કાણું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાના બાળકોના ઉછેરને લઈ ફરી એક વાર લાલબત્તી ધરતો કિસ્સો સામે આવ્યો છે, રાજસ્થાનના રાજસમંદના એક વર્ષના બાળક લક્ષ્મણને શ્વાસનળીમાંથી ફેફસાંમાં પહોંચેલો મકાઈનો દાણો જીવલેણ બન્યો હતો, કારણ કે ફેફસાંમાં કાણું પડી ગયું હતું.
બાળકને અચાનક ખાંસી, ઉધરસ સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, આ કિસ્સામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દૂરબીનથી સર્જરી કરીને ફેફસાંમાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢી બાળકનો જીવ બચાવાયો હતો.
રાજસમંદના કાનસિંઘ રાવત અને સંતોષદેવી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના 1 વર્ષના બાળકને થોડા દિવસો પહેલાં અચાનક ખાંસી ઉધરસ સાથે શ્વાસ લેવામાં તકલીફ્ જણાઈ હતી, તેમણે તરત રાજસ્થાનના બ્યાવર અને અજમેરમાં બાળરોગ ડોક્ટર્સનો સંપર્ક કર્યો. સિટીસ્કેન કર્યા બાદ બાળકની હાલત જોતા ત્યાંના ડોક્ટર્સ દ્વારા બાળકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા કહેવાયું હતું. સિવિલમાં માતાએ શંકા વ્યક્ત કરી હતી કે, બાળક ખાતા ખાતા કંઇક ગળી ગયું છે, ત્યારબાદ ખાંસી અને શ્વાસમાં તકલીફ્ શરૂ થઈ છે. સિવિલમાં સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં બાળકને રેસ્પિરેટરી ડીસ્ટ્રેસ તથા સબક્યુટેનિયસ એમ્ફીસેમા સાથે ન્યુમોમીડિયાસ્ટીનમ હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું અને તાત્કાલિક બાળકની બ્રોન્કોસ્કોપી સર્જરી કરાઈ હતી, જેમાં બાળકના ફેફસાંમાં એક અજાણ્યો પદાર્થ જોવા મળ્યો, જે બાદમાં મકાઈનો દાણો હોવાનું સામે આવ્યું હતું. તાત્કાલિક બાળકની સર્જરી હાથ ધરી તેનો જીવ બચાવી શકાયો. બાળકને ચાર દિવસની પોસ્ટ ઓપરેટિવ સારવાર આપ્યા બાદ અન્ય કોઈ તકલીફ્ ન જણાતાં રજા આપવામાં આવી છે.