Ahmedabad: ગોધરા કાંડના મુખ્ય કાવતરાખોર ફારૂક ભાણાએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી
વર્ષ 2002ના સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી 59 નિર્દોષ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાના કેસના મુખ્ય કાવતરાખોર ફારૂક મોહમંદ ભાણાને હંગામી જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ્ ઇન્કાર કરી દીધો હતો. ફારૂક ભાણાએ પિતાની માંદગીના કારણોસર કામચલાઉ જામીન માંગ્યા હતા પરંતુ જસ્ટિસ સંજીવ ઠાકરે તેની અરજી ફ્ગાવી દીધી હતી.હાઇકોર્ટે તાજેતરમાં જ ફારૂક ભાણાને જામીન અપાયા હોવાની વાતની નોંધ લઇ ફરીથી કામચલાઉ જામીન આપવાની સાફ્ ના પાડી દીધી હતી. ગોધરાકાંડની તપાસ કરનાર સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના કેસ મુજબ, ફારૂક ભાણા આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો અને બનાવના 14 વર્ષ પછી એટીએસ દ્વારા વર્ષ 2016માં તેની ધરપકડ કરાઇ હતી. ગોધરા નગરપાલિકાના પૂર્વ નગરસેવક ફારૂક ભાણાને ગોધરાકાંડ કેસમાં જન્મટીપની આકરી સજા ફ્ટકારાયેલી છે. તેણે પોતાના પિતા 95 વર્ષના વયોવૃદ્ધ એ કિડની સંબંધી બિમારી-તકલીફ્થી પીડાતા હોઇ તેમની સારવાર માટે કામચલાઉ જામીન માંગ્યા હતા. નોંધનીય છે કે, તેણે આ જ વર્ષમાં આઠ દિવસ માટેના જામીન આપવામાં આવ્યા હતા. નકલી ઓળખ ઉભી કરી મુંબઇમાં રહેતો હતો ફરુક ભાણા પોતાની ઉમર એહમદ તરીકે નકલી ઓળખનો ઉપયોગ કરી 14 વર્ષથી મુંબઇમાં રહેતો હતો. તા. 27-2-2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર અયોધ્યાથી પરત ફરી રહેલ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કોચને બેકાબૂ ટોળાએ હુમલો કરી આગ ચાંપી 59 કારસેવકોને જીવતા ભુંજી નાખ્યા હતા. ફરુક ભાણો અમન ગેસ્ટ હાઉસમાં અન્ય આરોપીઓ સાથે મીટીંગ, એસ-6 કોચને આગ લગાડવાના કાવતરા સહિતની તમામ વાતોમાં સક્રિય રીતે સામેલ હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વર્ષ 2002ના સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી 59 નિર્દોષ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાના કેસના મુખ્ય કાવતરાખોર ફારૂક મોહમંદ ભાણાને હંગામી જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ્ ઇન્કાર કરી દીધો હતો. ફારૂક ભાણાએ પિતાની માંદગીના કારણોસર કામચલાઉ જામીન માંગ્યા હતા પરંતુ જસ્ટિસ સંજીવ ઠાકરે તેની અરજી ફ્ગાવી દીધી હતી.
હાઇકોર્ટે તાજેતરમાં જ ફારૂક ભાણાને જામીન અપાયા હોવાની વાતની નોંધ લઇ ફરીથી કામચલાઉ જામીન આપવાની સાફ્ ના પાડી દીધી હતી. ગોધરાકાંડની તપાસ કરનાર સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના કેસ મુજબ, ફારૂક ભાણા આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો અને બનાવના 14 વર્ષ પછી એટીએસ દ્વારા વર્ષ 2016માં તેની ધરપકડ કરાઇ હતી.
ગોધરા નગરપાલિકાના પૂર્વ નગરસેવક ફારૂક ભાણાને ગોધરાકાંડ કેસમાં જન્મટીપની આકરી સજા ફ્ટકારાયેલી છે. તેણે પોતાના પિતા 95 વર્ષના વયોવૃદ્ધ એ કિડની સંબંધી બિમારી-તકલીફ્થી પીડાતા હોઇ તેમની સારવાર માટે કામચલાઉ જામીન માંગ્યા હતા. નોંધનીય છે કે, તેણે આ જ વર્ષમાં આઠ દિવસ માટેના જામીન આપવામાં આવ્યા હતા.
નકલી ઓળખ ઉભી કરી મુંબઇમાં રહેતો હતો
ફરુક ભાણા પોતાની ઉમર એહમદ તરીકે નકલી ઓળખનો ઉપયોગ કરી 14 વર્ષથી મુંબઇમાં રહેતો હતો. તા. 27-2-2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર અયોધ્યાથી પરત ફરી રહેલ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કોચને બેકાબૂ ટોળાએ હુમલો કરી આગ ચાંપી 59 કારસેવકોને જીવતા ભુંજી નાખ્યા હતા. ફરુક ભાણો અમન ગેસ્ટ હાઉસમાં અન્ય આરોપીઓ સાથે મીટીંગ, એસ-6 કોચને આગ લગાડવાના કાવતરા સહિતની તમામ વાતોમાં સક્રિય રીતે સામેલ હતો.