Vadodaraમા જયરચના બિલ્ડીંગ પાસે ભૂવામાં પીકઅપ વાન ખાબકી, માંડ માંડ બચ્યો ડ્રાઈવર
વડોદરાના જયરચના બિલ્ડિંગ પાસે ભૂવો પડ્યો 10 ફૂટથી વધારે મોટો ભૂવો પડ્યો ભૂવામાં પીકઅપ વાન ખાબકી વડોદરામાં જયરચના બિલ્ડીંગ પાસે ભૂવામાં પીકઅપ વાન ખાબકી છે,આ ભૂવો 10 ફૂટ કરતા પણ ઉંડો હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે,તો બીજી તરફ પીકઅપ વાન ઉંધી થઈ જતા ડ્રાઈવર માંડમાંડ બચ્યો હતો કેમકે ભૂવામાં આખી વાન ઉંધી થઈ ગઈ હતો,બીજી તરફ ભૂવામાંથી પીકઅપ વાન કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. કોર્પોરેશનની કામગીરી સામે લોકોએ ઠાલવ્યો રોષ ઘટના બનતાની સાથે આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને કોર્પોરેશનની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ ભૂવાને લઈ અવાર-નવાર કોર્પોરેશનને રજૂઆત કરી છે તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ આવતુ નથી અને તંત્રની કામગીરી પણ ઢીલી છે જેને લઈ લોકો રોષે ભરાયા હતા.વરસાદ બાદ વડોદરામાં અનેક જગ્યાએ ખરાબ રોડ અને ભૂવા પડવાની સ્થિતિનું સર્જન થયું છે જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે. વડોદરામાં સુએન ચાર રસ્તા પર પણ ભૂવો પડયો સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો. રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવનિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે. કારેલીબાગ વુડા સર્કલ પાસે ભ્રષ્ટાચારનો મસમોટો ભૂવો પડયો હતો કારેલીબાગ વુડા સર્કલ પાસે ભૂવો પડયો હતો. મસમોટા ભૂવાને જોઈ વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ ચોંકી ગયા હતા. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ખાડા ખોદીને પાણી, ડ્રેનેજ અને કેબલ નાખવાની કામગીરી કરવામાં આવ્યા બાદ યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતા ભૂવા પડવાના બનાવો શહેરમાં બની રહ્યા છે. ત્યારે તંત્ર સામે લોકોમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરીથી શહેરીજનો નારાજ થઈ રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરાના જયરચના બિલ્ડિંગ પાસે ભૂવો પડ્યો
- 10 ફૂટથી વધારે મોટો ભૂવો પડ્યો
- ભૂવામાં પીકઅપ વાન ખાબકી
વડોદરામાં જયરચના બિલ્ડીંગ પાસે ભૂવામાં પીકઅપ વાન ખાબકી છે,આ ભૂવો 10 ફૂટ કરતા પણ ઉંડો હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે,તો બીજી તરફ પીકઅપ વાન ઉંધી થઈ જતા ડ્રાઈવર માંડમાંડ બચ્યો હતો કેમકે ભૂવામાં આખી વાન ઉંધી થઈ ગઈ હતો,બીજી તરફ ભૂવામાંથી પીકઅપ વાન કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.
કોર્પોરેશનની કામગીરી સામે લોકોએ ઠાલવ્યો રોષ
ઘટના બનતાની સાથે આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને કોર્પોરેશનની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ ભૂવાને લઈ અવાર-નવાર કોર્પોરેશનને રજૂઆત કરી છે તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ આવતુ નથી અને તંત્રની કામગીરી પણ ઢીલી છે જેને લઈ લોકો રોષે ભરાયા હતા.વરસાદ બાદ વડોદરામાં અનેક જગ્યાએ ખરાબ રોડ અને ભૂવા પડવાની સ્થિતિનું સર્જન થયું છે જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે.
વડોદરામાં સુએન ચાર રસ્તા પર પણ ભૂવો પડયો
સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો. રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવનિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે.
કારેલીબાગ વુડા સર્કલ પાસે ભ્રષ્ટાચારનો મસમોટો ભૂવો પડયો હતો
કારેલીબાગ વુડા સર્કલ પાસે ભૂવો પડયો હતો. મસમોટા ભૂવાને જોઈ વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ ચોંકી ગયા હતા. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ખાડા ખોદીને પાણી, ડ્રેનેજ અને કેબલ નાખવાની કામગીરી કરવામાં આવ્યા બાદ યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતા ભૂવા પડવાના બનાવો શહેરમાં બની રહ્યા છે. ત્યારે તંત્ર સામે લોકોમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરીથી શહેરીજનો નારાજ થઈ રહ્યા છે.