Suratમાં કોંગ્રેસના નારી સ્વાભિમાન આંદોલનનો ફિયાસ્કો, પરમિશન ન મળતા નેતાઓની થઈ અટકાયત

અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે.કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ અમરેલીમાં ધરણા પર ઉતર્યા બાદ પારણા કર્યા અને ત્યારબાદ વચન આપ્યું હતુ કે સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી જેથી નેતાઓ ધરણા કરવા બેસે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન બન્યું ઉગ્ર અમરેલી બાદ સુરતમાં પરેશ ધાનાણીના આંદોલનને વેગ મળ્યો નથી,લેટરકાંડ મામલે કોંગ્રેસને સુરતમાં આંદોલન કરવું છે પણ તે થવું શકય નથી કેમકે વરાછા પોલીસે આંદોલનની શરૂઆત થાય તે પહેલા જ નેતાઓની ધરપકડ કરી લીધી છે અને વરાછામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે.વરાછાના મીની બજારમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તે સફળ થવા દીધો નથી,પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલા લેવામાં આવે તેવી માગ કોંગ્રેસના નેતાઓની છે. અમરેલીમાં દીકરી સાથે બનેલી ઘટના અયોગ્ય : પુરુષોત્તમ રૂપાલા અમરેલી પાટીદાર યુવતીનો વિવાદ હવે રાજકીયમાં પલટી ગયો છે,કોંગ્રેસના નેતાઓએ આ મામલે ધરણા પણ કર્યા હતા અને હવે રાજકોટ ભાજપના સાંસદ પણ આ મામલે સામે આવ્યા છે.સાંસદે આ ઘટનાને વખોડી હતી,તો સાંસદે કહ્યું કે,હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે જેની જાણ બધાને છે,તો પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે. કેવી રીતે પાયલ ગોટીનો વિવાદ થયો? અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાયલ ગોટી પર આંગળી ઊઠી કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે. બસ, આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ હતી. 

Suratમાં કોંગ્રેસના નારી સ્વાભિમાન આંદોલનનો ફિયાસ્કો, પરમિશન ન મળતા નેતાઓની થઈ અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે.કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ અમરેલીમાં ધરણા પર ઉતર્યા બાદ પારણા કર્યા અને ત્યારબાદ વચન આપ્યું હતુ કે સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી જેથી નેતાઓ ધરણા કરવા બેસે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન બન્યું ઉગ્ર

અમરેલી બાદ સુરતમાં પરેશ ધાનાણીના આંદોલનને વેગ મળ્યો નથી,લેટરકાંડ મામલે કોંગ્રેસને સુરતમાં આંદોલન કરવું છે પણ તે થવું શકય નથી કેમકે વરાછા પોલીસે આંદોલનની શરૂઆત થાય તે પહેલા જ નેતાઓની ધરપકડ કરી લીધી છે અને વરાછામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે.વરાછાના મીની બજારમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તે સફળ થવા દીધો નથી,પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલા લેવામાં આવે તેવી માગ કોંગ્રેસના નેતાઓની છે.

અમરેલીમાં દીકરી સાથે બનેલી ઘટના અયોગ્ય : પુરુષોત્તમ રૂપાલા

અમરેલી પાટીદાર યુવતીનો વિવાદ હવે રાજકીયમાં પલટી ગયો છે,કોંગ્રેસના નેતાઓએ આ મામલે ધરણા પણ કર્યા હતા અને હવે રાજકોટ ભાજપના સાંસદ પણ આ મામલે સામે આવ્યા છે.સાંસદે આ ઘટનાને વખોડી હતી,તો સાંસદે કહ્યું કે,હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે જેની જાણ બધાને છે,તો પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે.

કેવી રીતે પાયલ ગોટીનો વિવાદ થયો?

અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાયલ ગોટી પર આંગળી ઊઠી કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે. બસ, આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ હતી.