Dahod: કઠલા પ્રા.આ. કેન્દ્ર ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કઠલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ એન. બામણીયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી ડૉ.લક્ષ્મી નાયક, આયુષ તબીબ ડૉ. કૃણાલ બામણ તેમજ પ્રા.આ.કેન્દ્ર ના અન્ય સ્ટાફ્ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.આ દરમ્યાન આર.કે.એસ.કે. કાઉન્સેલર ભોકણ નિખીલકુમાર દ્વારા પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. RBSK MO ડો.હિમાંશુ વાઘેલા અને તેમની ટીમ દ્વારા કિશોર-કિશોરીઓને આરોગ્ય લક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યુ હતું. એનિમિયા નિદાન થયેલા તરુણ- તરુણીઓને તેઓ એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા લેવા માટે પણ સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તે શાળાના દરેક તરુણ- તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કઠલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ એન. બામણીયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી ડૉ.લક્ષ્મી નાયક, આયુષ તબીબ ડૉ. કૃણાલ બામણ તેમજ પ્રા.આ.કેન્દ્ર ના અન્ય સ્ટાફ્ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આ દરમ્યાન આર.કે.એસ.કે. કાઉન્સેલર ભોકણ નિખીલકુમાર દ્વારા પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. RBSK MO ડો.હિમાંશુ વાઘેલા અને તેમની ટીમ દ્વારા કિશોર-કિશોરીઓને આરોગ્ય લક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યુ હતું. એનિમિયા નિદાન થયેલા તરુણ- તરુણીઓને તેઓ એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા લેવા માટે પણ સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તે શાળાના દરેક તરુણ- તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.