Ahmedabad: શહેરમાં ખાનગી બસો બની મોતની સવારી!, નિયમોના ધજાગરા

નિયમોને નેવે મૂકી દરરોજ 200થી વધારે ખાનગી વાહનો યમરાજ બનીને શહેરના રસ્તા પર દોડે છે અલગ-અલગ સ્થળો પરથી ઓવરલોડેડ પેસેન્જર ભરીને ખાનગી વાહનો ચાલે છે અગાઉ ઓવરલોડેડ પેસેન્જર ભરેલી કારનો અકસ્માત સર્જાતા દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો અમદાવાદમાં ખાનગી બસો મોતની સવારી બની છે. જેમાં શહેરમાં ખાનગી બસોમાં કેપેસિટી 40 પેસેન્જરની અને તેમાં 80થી 100 મુસાફરોને ભરવામાં આવે છે. તેમજ બસની છત પર પણ મુસાફરોને બેસાડવામાં આવે છે.તથા શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી બેફામ નાણાં ઉઘરાવી ઘેટાં બકરાંની જેમ બસમાં લઈ જાય છે. નિયમોને નેવે મૂકી દરરોજ 200થી વધારે ખાનગી વાહનો યમરાજ બનીને શહેરના રસ્તા પર દોડે છે બે મહિના પહેલાં જ ઓવરલોડેડ પેસેન્જર કારના અકસ્માતમાં 10 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા તો પણ બસ સંચાલકો બેફામ બન્યા છે. નિયમોને નેવે મૂકી દરરોજ 200થી વધારે ખાનગી વાહનો યમરાજ બનીને શહેરના રસ્તા પર દોડે છે મજૂરવર્ગ પેટિયુ રળવા માટે પોતાના માદરે વતનથી દૂર અમદાવાદ શહેરમાં આવીને કાળી મજૂરી કરીને પૈસા કમાતા હોય છે આથી દૂર બેઠેલો પરિવાર શાંતિથી જીવી અને વાર-તહેવાર ઉજવી શકે. તહેવારની સિઝન શરૂ થતાં જ મજૂર વર્ગની આ મજબૂરીનો લાભ ખાનગી ટ્રાવેલ ઓપરેટર્સ લેતા હોય છે.અગાઉ ઓવરલોડેડ પેસેન્જર ભરેલી કારનો અકસ્માત સર્જાતા દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો પરિવાર સાથે તહેવાર મનાવવાના હરખમાં મજૂરવર્ગને બસની ઉપર જગ્યા આપે તો પણ બેસી જાય છે, પરંતુ ના કરે નારાયણ કોઈ ઘટના સર્જાય તો આના માટે જવાબદાર કોને ગણવા? ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ કડકાઈથી શહેરીજનોને ટ્રાફ્કિ નિયમનના પાઠ દંડ વસૂલીને શીખવી રહેલી અમદાવાદ શહેર પોલીસ આ 'યમરાજ' બનીને શહેરના રસ્તા પર દોડતી ખાનગી બસોના સંચાલકો સામે કેમ કાયદાની સોટી ઉગામતી નથી તે એક મોટો પ્રશ્ન બનીને સામે આવ્યો છે. ક્યાંક બંધ બારણે ખાનગી બસોના સંચાલકો અને પોલીસ વચ્ચે કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોવાથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. હજુ બે મહિના પહેલાં જ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઓવરલોડેડ પેસેન્જર ભરેલી કારનો અકસ્માત સર્જાતા દસ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તેમ છતાં તંત્રની આંખો હજુ ખૂલી નથી તેવું સ્પષ્ટ જોવા મળે છે. અલગ-અલગ સ્થળો પરથી ઓવરલોડેડ પેસેન્જર ભરીને ખાનગી વાહનો ચાલે છે તહેવારોના સમયમાં ખાસ તો અમદાવાદના અલગ-અલગ સ્થળો પરથી ઓવરલોડેડ પેસેન્જર ભરીને ખાનગી વાહનો શહેરના રસ્તાઓ પર યમરાજ બનીને ફરે છે. જેમાં 100 જેટલી બસો અને 100થી વધારે નાના-મોટા પેસેન્જર વાહનોનો સમાવેશ થાય છે. મોટાભાગે 10 વાગ્યા પછી આ પ્રકારના પેસેન્જર વાહનો શહેરના રસ્તાઓ પર જોવા મળતા હોય છે. અહેવાલ અનુસાર વાહનમાં 35થી 40 પેસેન્જર બેસાડવાની પરવાનગી હોય છે. જ્યારે ટુર ઓપરેટર્સ બસોમાં 80થી 100 પેસેન્જરોને બેસાડે છે.

Ahmedabad: શહેરમાં ખાનગી બસો બની મોતની સવારી!, નિયમોના ધજાગરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિયમોને નેવે મૂકી દરરોજ 200થી વધારે ખાનગી વાહનો યમરાજ બનીને શહેરના રસ્તા પર દોડે છે
  • અલગ-અલગ સ્થળો પરથી ઓવરલોડેડ પેસેન્જર ભરીને ખાનગી વાહનો ચાલે છે
  • અગાઉ ઓવરલોડેડ પેસેન્જર ભરેલી કારનો અકસ્માત સર્જાતા દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો

અમદાવાદમાં ખાનગી બસો મોતની સવારી બની છે. જેમાં શહેરમાં ખાનગી બસોમાં કેપેસિટી 40 પેસેન્જરની અને તેમાં 80થી 100 મુસાફરોને ભરવામાં આવે છે. તેમજ બસની છત પર પણ મુસાફરોને બેસાડવામાં આવે છે.તથા શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી બેફામ નાણાં ઉઘરાવી ઘેટાં બકરાંની જેમ બસમાં લઈ જાય છે.

નિયમોને નેવે મૂકી દરરોજ 200થી વધારે ખાનગી વાહનો યમરાજ બનીને શહેરના રસ્તા પર દોડે છે

બે મહિના પહેલાં જ ઓવરલોડેડ પેસેન્જર કારના અકસ્માતમાં 10 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા તો પણ બસ સંચાલકો બેફામ બન્યા છે. નિયમોને નેવે મૂકી દરરોજ 200થી વધારે ખાનગી વાહનો યમરાજ બનીને શહેરના રસ્તા પર દોડે છે મજૂરવર્ગ પેટિયુ રળવા માટે પોતાના માદરે વતનથી દૂર અમદાવાદ શહેરમાં આવીને કાળી મજૂરી કરીને પૈસા કમાતા હોય છે આથી દૂર બેઠેલો પરિવાર શાંતિથી જીવી અને વાર-તહેવાર ઉજવી શકે. તહેવારની સિઝન શરૂ થતાં જ મજૂર વર્ગની આ મજબૂરીનો લાભ ખાનગી ટ્રાવેલ ઓપરેટર્સ લેતા હોય છે.

અગાઉ ઓવરલોડેડ પેસેન્જર ભરેલી કારનો અકસ્માત સર્જાતા દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો

પરિવાર સાથે તહેવાર મનાવવાના હરખમાં મજૂરવર્ગને બસની ઉપર જગ્યા આપે તો પણ બેસી જાય છે, પરંતુ ના કરે નારાયણ કોઈ ઘટના સર્જાય તો આના માટે જવાબદાર કોને ગણવા? ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ કડકાઈથી શહેરીજનોને ટ્રાફ્કિ નિયમનના પાઠ દંડ વસૂલીને શીખવી રહેલી અમદાવાદ શહેર પોલીસ આ 'યમરાજ' બનીને શહેરના રસ્તા પર દોડતી ખાનગી બસોના સંચાલકો સામે કેમ કાયદાની સોટી ઉગામતી નથી તે એક મોટો પ્રશ્ન બનીને સામે આવ્યો છે. ક્યાંક બંધ બારણે ખાનગી બસોના સંચાલકો અને પોલીસ વચ્ચે કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોવાથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. હજુ બે મહિના પહેલાં જ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઓવરલોડેડ પેસેન્જર ભરેલી કારનો અકસ્માત સર્જાતા દસ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તેમ છતાં તંત્રની આંખો હજુ ખૂલી નથી તેવું સ્પષ્ટ જોવા મળે છે.

અલગ-અલગ સ્થળો પરથી ઓવરલોડેડ પેસેન્જર ભરીને ખાનગી વાહનો ચાલે છે

તહેવારોના સમયમાં ખાસ તો અમદાવાદના અલગ-અલગ સ્થળો પરથી ઓવરલોડેડ પેસેન્જર ભરીને ખાનગી વાહનો શહેરના રસ્તાઓ પર યમરાજ બનીને ફરે છે. જેમાં 100 જેટલી બસો અને 100થી વધારે નાના-મોટા પેસેન્જર વાહનોનો સમાવેશ થાય છે. મોટાભાગે 10 વાગ્યા પછી આ પ્રકારના પેસેન્જર વાહનો શહેરના રસ્તાઓ પર જોવા મળતા હોય છે. અહેવાલ અનુસાર વાહનમાં 35થી 40 પેસેન્જર બેસાડવાની પરવાનગી હોય છે. જ્યારે ટુર ઓપરેટર્સ બસોમાં 80થી 100 પેસેન્જરોને બેસાડે છે.