સમીસાંજે અંધારપટ છવાતા વિઝિબિલીટી ઘટી, નરોડામાં ચાર,ઓઢવ,નિકોલમાં બે,સરેરાશ એક ઈંચ ઉપરાંત વરસાદ

અમદાવાદ,સોમવાર,2 સપ્ટેમબર-2024પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસની સમીસાંજે અમદાવાદમાં વરસાદે રમઝટ બોલાવી હતી.સોમવારે સવારથી શહેરમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.જો કે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.વીજળીના કડાકા સાથે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાતા મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ જતા વિઝીબિલીટીમાં ઘટાડો થયો હતો.સવારના ૬ થી રાતના ૮ કલાક સુધીમાં નરોડામાં ચાર,ઓઢવ અને નિકોલમાં બે ઈંચ વરસાદ થયો હતો.સરેરાશ ૨૮.૬૯ મિલીમીટર વરસાદ થતાં મોસમનો વરસાદ ૩૩.૮૪ ઈંચ થવા પામ્યો હતો. કુબેરનગર માર્કેટમાં આવેલી દુકાનો સુધી તેમજ સૈજપુર ગરનાળામા વરસાદી પાણી ફરી વળતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ થયુ હતુ.સોમવારે બપોરે ૪ કલાકથી શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા સમીસાંજના સમયે રાત પડી ગઈ હોય એવી અનુભૂતિ શહેરીજનોએ કરી હતી.ભારે પવન અને વીજળીના કડાકા સાથે ગણતરીની મિનીટોમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.ખાસ કરીને સી.ટી.એમ., ઓઢવ,વિરાટનગર ઉપરાંત જમાલપુર,ખાડીયા,રાયપુર તેમજ મણિનગર અને નરોડા સહિતના વિસ્તારોમાં  વરસાદ વરસવાની શરુઆત થતા નોકરી કે વ્યવસાયના સ્થળેથી ઘર તરફ પરત ફરી રહેલા લોકોને અધવચ્ચે રોકાઈ જવુ પડયુ હતુ.બપોરે ૪થી ૬ કલાકના સમયમાં શહેરના ઉત્તર, દક્ષિણ,મધ્ય ઉપરાંત પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ.જયારે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.કુબેરનગર માર્કેટમાં ભરાયેલા વરસાદી પાણીનોે સાંજે ૬.૩૦ કલાક તથા સૈજપુર ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીનો સાંજે ૭.૫૦ કલાકે તંત્રે નિકાલ કર્યો હતો.બે કલાકના સમયમાં ધોધમાર વરસી પડેલા વરસાદને પગલે નરોડા વિસ્તારમાં ૨.૮૭ ઈંચ , ઓઢવમાં ૧.૬૫ ઈંચ, કોતરપુરમાં ૧.૬૩ ઈંચ તેમજ મણિનગરમાં ૧.૫૨ ઈંચ, નિકોલમાં ૧.૪૬ ઈંચ તથા વિરાટનગરમાં ૧.૨૨ ઈંચ અને વટવામાં ૧.૧૮ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.સાંજે ૬ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૧.૨૫ ફૂટ નોંધાયુ હતુ.એનએમસીમાંથી ૫૦૪૨ કયૂસેક અને સંતસરોવરમાંથી ૧૩૪૭ કયૂસેક પાણીની આવક હતી.નદીમાં ૯૫૪૫ કયૂસેક પાણીની જાવક નોંધાઈ હતી.બેરેજના ગેટ નંબર-૨૫,૨૬ અને ૨૮ ત્રણ ફૂટ તથા ગેટ નંબર-૨૯ બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.બપોરે ૪થી ૬ દરમિયાન કયાં-કેટલો વરસાદવિસ્તાર વરસાદ(ઈંચમાં)નરોડા          ૨.૮૭ઓઢવ          ૧.૬૫કોતરપુર       ૧.૬૩મણિનગર      ૧.૫૨નિકોલ          ૧.૪૬વિરાટનગર     ૧.૨૨વટવા          ૧.૧૮ચકુડીયા        ૦.૯૧મેમ્કો           ૦.૮૯રામોલ         ૦.૭૫દાણાપીઠ       ૦.૭૧ચાંદખેડા        ૦.૪૧રાતે ૮ સુધીમાં કયાં-કેટલો વરસાદઝોન-પૂર્વવિસ્તાર         વરસાદ(મિ.મી.)ચકુડીયા        ૩૮ઓઢવ          ૫૪વિરાટનગર     ૪૩નિકોલ          ૫૦રામોલ         ૩૯કઠવાડા        ૧૬ઝોન-પશ્ચિમવિસ્તાર વરસાદ(મિ.મી.)પાલડી         ૧૭ઉસ્માનપુરા     ૧૬ચાંદખેડા        ૧૬વાસણા         ૧૩રાણીપ         ૧૭ઝોન-ઉત્તર-પશ્ચિમવિસ્તાર વરસાદ(મિ.મી.)ચાંદલોડીયા    ૧૦ઝોન-દક્ષિણ-પશ્ચિમવિસ્તાર વરસાદ(મિ.મી.)મકતમપુરા     ૧૬.૫૦ઝોન-મધ્યવિસ્તાર વરસાદ(મિ.મી.)દાણાપીઠ       ૨૧દૂધેશ્વર         ૧૬.૫૦ઝોન-ઉત્તરવિસ્તાર વરસાદ(મિ.મી.)મેમ્કો           ૪૧નરોડા          ૧૧૨કોતરપુર       ૫૩ઝોન-દક્ષિણવિસ્તાર વરસાદ(મિ.મી.)મણિનગર      ૫૪.૫૦વટવા          ૩૮સીટી એવરેજ   ૨૮.૬૯

સમીસાંજે અંધારપટ છવાતા વિઝિબિલીટી ઘટી, નરોડામાં ચાર,ઓઢવ,નિકોલમાં  બે,સરેરાશ એક ઈંચ ઉપરાંત વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદ,સોમવાર,2 સપ્ટેમબર-2024

પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસની સમીસાંજે અમદાવાદમાં વરસાદે રમઝટ બોલાવી હતી.સોમવારે સવારથી શહેરમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.જો કે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.વીજળીના કડાકા સાથે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાતા મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ જતા વિઝીબિલીટીમાં ઘટાડો થયો હતો.સવારના ૬ થી રાતના ૮ કલાક સુધીમાં નરોડામાં ચાર,ઓઢવ અને નિકોલમાં બે ઈંચ વરસાદ થયો હતો.સરેરાશ ૨૮.૬૯ મિલીમીટર વરસાદ થતાં મોસમનો વરસાદ ૩૩.૮૪ ઈંચ થવા પામ્યો હતો. કુબેરનગર માર્કેટમાં આવેલી દુકાનો સુધી તેમજ સૈજપુર ગરનાળામા વરસાદી પાણી ફરી વળતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ થયુ હતુ.

સોમવારે બપોરે ૪ કલાકથી શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા સમીસાંજના સમયે રાત પડી ગઈ હોય એવી અનુભૂતિ શહેરીજનોએ કરી હતી.ભારે પવન અને વીજળીના કડાકા સાથે ગણતરીની મિનીટોમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.ખાસ કરીને સી.ટી.એમ., ઓઢવ,વિરાટનગર ઉપરાંત જમાલપુર,ખાડીયા,રાયપુર તેમજ મણિનગર અને નરોડા સહિતના વિસ્તારોમાં  વરસાદ વરસવાની શરુઆત થતા નોકરી કે વ્યવસાયના સ્થળેથી ઘર તરફ પરત ફરી રહેલા લોકોને અધવચ્ચે રોકાઈ જવુ પડયુ હતુ.બપોરે ૪થી ૬ કલાકના સમયમાં શહેરના ઉત્તર, દક્ષિણ,મધ્ય ઉપરાંત પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ.જયારે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.કુબેરનગર માર્કેટમાં ભરાયેલા વરસાદી પાણીનોે સાંજે ૬.૩૦ કલાક તથા સૈજપુર ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીનો સાંજે ૭.૫૦ કલાકે તંત્રે નિકાલ કર્યો હતો.બે કલાકના સમયમાં ધોધમાર વરસી પડેલા વરસાદને પગલે નરોડા વિસ્તારમાં ૨.૮૭ ઈંચ , ઓઢવમાં ૧.૬૫ ઈંચ, કોતરપુરમાં ૧.૬૩ ઈંચ તેમજ મણિનગરમાં ૧.૫૨ ઈંચ, નિકોલમાં ૧.૪૬ ઈંચ તથા વિરાટનગરમાં ૧.૨૨ ઈંચ અને વટવામાં ૧.૧૮ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.સાંજે ૬ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૧.૨૫ ફૂટ નોંધાયુ હતુ.એનએમસીમાંથી ૫૦૪૨ કયૂસેક અને સંતસરોવરમાંથી ૧૩૪૭ કયૂસેક પાણીની આવક હતી.નદીમાં ૯૫૪૫ કયૂસેક પાણીની જાવક નોંધાઈ હતી.બેરેજના ગેટ નંબર-૨૫,૨૬ અને ૨૮ ત્રણ ફૂટ તથા ગેટ નંબર-૨૯ બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

બપોરે ૪થી ૬ દરમિયાન કયાં-કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ(ઈંચમાં)

નરોડા          ૨.૮૭

ઓઢવ          ૧.૬૫

કોતરપુર       ૧.૬૩

મણિનગર      ૧.૫૨

નિકોલ          ૧.૪૬

વિરાટનગર     ૧.૨૨

વટવા          ૧.૧૮

ચકુડીયા        ૦.૯૧

મેમ્કો           ૦.૮૯

રામોલ         ૦.૭૫

દાણાપીઠ       ૦.૭૧

ચાંદખેડા        ૦.૪૧

રાતે ૮ સુધીમાં કયાં-કેટલો વરસાદ

ઝોન-પૂર્વ

વિસ્તાર         વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૩૮

ઓઢવ          ૫૪

વિરાટનગર     ૪૩

નિકોલ          ૫૦

રામોલ         ૩૯

કઠવાડા        ૧૬

ઝોન-પશ્ચિમ

વિસ્તાર વરસાદ(મિ.મી.)

પાલડી         ૧૭

ઉસ્માનપુરા     ૧૬

ચાંદખેડા        ૧૬

વાસણા         ૧૩

રાણીપ         ૧૭

ઝોન-ઉત્તર-પશ્ચિમ

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચાંદલોડીયા    ૧૦

ઝોન-દક્ષિણ-પશ્ચિમ

વિસ્તાર વરસાદ(મિ.મી.)

મકતમપુરા     ૧૬.૫૦

ઝોન-મધ્ય

વિસ્તાર વરસાદ(મિ.મી.)

દાણાપીઠ       ૨૧

દૂધેશ્વર         ૧૬.૫૦

ઝોન-ઉત્તર

વિસ્તાર વરસાદ(મિ.મી.)

મેમ્કો           ૪૧

નરોડા          ૧૧૨

કોતરપુર       ૫૩

ઝોન-દક્ષિણ

વિસ્તાર વરસાદ(મિ.મી.)

મણિનગર      ૫૪.૫૦

વટવા          ૩૮

સીટી એવરેજ   ૨૮.૬૯