Valsadના વિનાયક નગરમાં ભરાયા ઘૂંટણસમા પાણી, વાહનો બંધ પડ્યા પાણીમાં
સોસાયટીના મુખ્ય માર્ગો પર જ ભરાયા પાણી પાણી ભરાતા લોકોએ પોતાના વાહનો ખસેડયા ઘૂંટણસમા પાણીમાંથી લોકો જવા માટે મજબૂર વલસાડમાં ભારે વરસાદને પગલે વિનાયકનગરમાં પાણી ભરાયા છે.પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડયા છે તો અમુક ફલેટના પાર્કિંગમાં પાણી ભરાતા લોકોને વાહનો ખસેડવાનો વારો આવ્યો છે,મુખ્ય માર્ગો પર જ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે પણ પાણીમાંથી પસાર થઉં પડે એવી સ્થિતિનું સર્જન થયું છે,ત્યારે લોકો હવે વિચારી રહ્યાં છે કે,વરસાદ કયારે બંધ થાય. ખાડીમાં આવ્યું પૂર વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાડી નજીકથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું છે.પારડી ભેંસલાપાડથી પરિયા જતી ખાડી પર પાણી ફરી વળ્યાં છે,જેને પગલે ડુંગરી,દસવાડા પરિયા વગેરે જતા ગામો સંપર્ક વિહોણા થયા છે.ભારે વરસાદને કારણે લો લેવલના બ્રિજ પરથી પાણી ફરી વળતા લોકો પાણી ઉતારવાની રાહ જોઈ રહ્યાં છે,હજી પણ પાણી ઉતર્યા નથી જેના કારણે રોડ પર જઉ મુશ્કેલ બન્યું છે.બીજી તરફ વરસાદ હજી ચાલુ છે જેના કારણે પાણી વધી રહ્યું છે. ઔરંગા નદીમાં આવ્યું પૂર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભાઈજાનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્રએ વલસાડના કશ્મીર નગર વિસ્તારમાંથી 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસતા વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરી છે. બ્રિજ પાણીમાં થયો ગરકાવ વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. કૈલાશ રોડ બ્રિજ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. 40 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકીનો સામે કરવો પડ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સોસાયટીના મુખ્ય માર્ગો પર જ ભરાયા પાણી
- પાણી ભરાતા લોકોએ પોતાના વાહનો ખસેડયા
- ઘૂંટણસમા પાણીમાંથી લોકો જવા માટે મજબૂર
વલસાડમાં ભારે વરસાદને પગલે વિનાયકનગરમાં પાણી ભરાયા છે.પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડયા છે તો અમુક ફલેટના પાર્કિંગમાં પાણી ભરાતા લોકોને વાહનો ખસેડવાનો વારો આવ્યો છે,મુખ્ય માર્ગો પર જ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે પણ પાણીમાંથી પસાર થઉં પડે એવી સ્થિતિનું સર્જન થયું છે,ત્યારે લોકો હવે વિચારી રહ્યાં છે કે,વરસાદ કયારે બંધ થાય.
ખાડીમાં આવ્યું પૂર
વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાડી નજીકથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું છે.પારડી ભેંસલાપાડથી પરિયા જતી ખાડી પર પાણી ફરી વળ્યાં છે,જેને પગલે ડુંગરી,દસવાડા પરિયા વગેરે જતા ગામો સંપર્ક વિહોણા થયા છે.ભારે વરસાદને કારણે લો લેવલના બ્રિજ પરથી પાણી ફરી વળતા લોકો પાણી ઉતારવાની રાહ જોઈ રહ્યાં છે,હજી પણ પાણી ઉતર્યા નથી જેના કારણે રોડ પર જઉ મુશ્કેલ બન્યું છે.બીજી તરફ વરસાદ હજી ચાલુ છે જેના કારણે પાણી વધી રહ્યું છે.
ઔરંગા નદીમાં આવ્યું પૂર
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભાઈજાનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્રએ વલસાડના કશ્મીર નગર વિસ્તારમાંથી 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસતા વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરી છે.
બ્રિજ પાણીમાં થયો ગરકાવ
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. કૈલાશ રોડ બ્રિજ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. 40 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકીનો સામે કરવો પડ્યો છે.