Ahmedabad: કઠવાડા GIDCમાં ભરાયું પાણી, માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન, જુઓ VIDEO
અમદાવાદની કઠવાડા GIDCમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. કારણ કે ભારે વરસાદને પગલે GIDC વિસ્તારમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ચારે તરફ ભરાઈ ગયા છે અને પાણી ભરતા GIDCમાં કરોડો રૂપિયાનું મોટુ નુકસાન ધંધાદારીઓને થયું છે.પાણી ભરાયા હોવાના કારણે માલિકો અને મજૂરો પોતાની ફેક્ટરીમાં જઈ શકતા નથી GIDCના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે માલિકો અને મજૂરો પોતાની ફેક્ટરીમાં જઈ શકતા નથી. ત્યારે નિષ્ઠુર બનેલા તંત્રના પાપે કરોડો રૂપિયાનું નુકસાન ફેક્ટરીઓના માલિકોને થયું છે મજૂરોને પણ વેતન વગર રહેવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી GIDCની તમામ ફેક્ટરીઓ બંધ હાલતમાં છે. અમદાવાદમાં ગંદકી દૂર કરવા AMC કમિશનરનો નિર્ણય અમદાવાદ શહેરમાં વરસાદ બાદ વકરેલી ગંદકી દૂર કરવા AMC કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ 48 વોર્ડમાં બપોરે 3 વાગ્યા પછી ટોળા સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વોર્ડના કોર્પોરેટર, સ્થાનિકો તેમજ સફાઈકર્મી સાથે રહીને વિસ્તારમાં ટોળા સફાઈ કરશે. અમદાવાદમાં નર્મદાના નવા નીરની આવક અમદાવાદમાં નર્મદાના નવા નીરની આવક થતાં શહેરમાં ડહોળા પાણીની સમસ્યા સર્જાશે. સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ડહોળું પાણી આવવાની શક્યતા છે. વધુ પડતા ડહોળા પાણીને ઉકાળીને પીવા AMC એ શહેરીજનોને અપીલ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની કઠવાડા GIDCમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. કારણ કે ભારે વરસાદને પગલે GIDC વિસ્તારમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ચારે તરફ ભરાઈ ગયા છે અને પાણી ભરતા GIDCમાં કરોડો રૂપિયાનું મોટુ નુકસાન ધંધાદારીઓને થયું છે.
પાણી ભરાયા હોવાના કારણે માલિકો અને મજૂરો પોતાની ફેક્ટરીમાં જઈ શકતા નથી
GIDCના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે માલિકો અને મજૂરો પોતાની ફેક્ટરીમાં જઈ શકતા નથી. ત્યારે નિષ્ઠુર બનેલા તંત્રના પાપે કરોડો રૂપિયાનું નુકસાન ફેક્ટરીઓના માલિકોને થયું છે મજૂરોને પણ વેતન વગર રહેવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી GIDCની તમામ ફેક્ટરીઓ બંધ હાલતમાં છે.
અમદાવાદમાં ગંદકી દૂર કરવા AMC કમિશનરનો નિર્ણય
અમદાવાદ શહેરમાં વરસાદ બાદ વકરેલી ગંદકી દૂર કરવા AMC કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ 48 વોર્ડમાં બપોરે 3 વાગ્યા પછી ટોળા સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વોર્ડના કોર્પોરેટર, સ્થાનિકો તેમજ સફાઈકર્મી સાથે રહીને વિસ્તારમાં ટોળા સફાઈ કરશે.
અમદાવાદમાં નર્મદાના નવા નીરની આવક
અમદાવાદમાં નર્મદાના નવા નીરની આવક થતાં શહેરમાં ડહોળા પાણીની સમસ્યા સર્જાશે. સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ડહોળું પાણી આવવાની શક્યતા છે. વધુ પડતા ડહોળા પાણીને ઉકાળીને પીવા AMC એ શહેરીજનોને અપીલ કરી છે.