Rajkotના જંગલેશ્વરમાંથી બે આરોપીઓની 51.86 કિલો ગાંજા સાથે કરાઈ ધરપકડ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ 51.86 કિલો ગાંજા સાથે રફીક જુણેજા અને અસ્લમ સૈયદની ધરપકડ કરી છે.ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે એનડીપીએસ એકટ મૂજબ ગુનો નોંધાયો છે.પોલીસે 5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે. ઝડપાયો ગાંજો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી એસઓજીએ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા કે ગાંજો લઈને કોઈને આગળ વેચવા આપતા હતા તેને લઈ તપાસ હાથધરી છે,બન્ને આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા અને અગાઉ કોઈ ગુજરાતના પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લઈ ગુનો નોંધાયો છે કે નહી તેને લઈ પણ તપાસ હાથધરવામાં આવી છે,પોલીસે મુદ્દામાલ પણ ઝડપી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે.નાની નરોલી ગામેથી ગાંજો ઝડપીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે,આ ગાંજો કોને આપવાનો છે તેને લઈ અનેક ખુલાસાઓ થઈ શકે છે,હવે ગુજરાતમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં ટ્રક અને કન્ટેનરમાં આ ગાંજાનો જથ્થો મંગાવાવમાં આવી રહ્યો છે.આ ગાંજાના જથ્થો પહેલા એક જગ્યાએ આવી જાય અને ત્યાંથી અલગ-અલગ લોકોને ગાંજો સપ્લાય થતી હોવાની વાત સામે આવી છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.

Rajkotના જંગલેશ્વરમાંથી બે આરોપીઓની 51.86 કિલો ગાંજા સાથે કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ 51.86 કિલો ગાંજા સાથે રફીક જુણેજા અને અસ્લમ સૈયદની ધરપકડ કરી છે.ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે એનડીપીએસ એકટ મૂજબ ગુનો નોંધાયો છે.પોલીસે 5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

ઝડપાયો ગાંજો

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી એસઓજીએ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા કે ગાંજો લઈને કોઈને આગળ વેચવા આપતા હતા તેને લઈ તપાસ હાથધરી છે,બન્ને આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા અને અગાઉ કોઈ ગુજરાતના પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લઈ ગુનો નોંધાયો છે કે નહી તેને લઈ પણ તપાસ હાથધરવામાં આવી છે,પોલીસે મુદ્દામાલ પણ ઝડપી આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો

સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે.નાની નરોલી ગામેથી ગાંજો ઝડપીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે,આ ગાંજો કોને આપવાનો છે તેને લઈ અનેક ખુલાસાઓ થઈ શકે છે,હવે ગુજરાતમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં ટ્રક અને કન્ટેનરમાં આ ગાંજાનો જથ્થો મંગાવાવમાં આવી રહ્યો છે.આ ગાંજાના જથ્થો પહેલા એક જગ્યાએ આવી જાય અને ત્યાંથી અલગ-અલગ લોકોને ગાંજો સપ્લાય થતી હોવાની વાત સામે આવી છે.

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.