Patanમાં બાળકો વેચવાનું કૌભાંડ ! SOG કરી શકે છે સૌથી મોટો ખુલાસો
પાટણમાં બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે,જમાં સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં બાળકો વેચવાનું કૌભાંડ ચાલતુ હોવાની પોલીસને શંકા લાગી રહી છે,ફાર્માસીસ્ટની મદદથી બોગસ તબીબે શિશુનો સોદો કર્યો હોવાની વાત સામે આવી છે.ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીની કૌભાંડમાં મોટી ભૂમિકા હોય તેવી વાત સામે આવી છે,નિષ્કા હોસ્પિટલનો કર્મચારી અમરત રાવળની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે.ફાર્માસીસ્ટની મદદથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે બાળક વેચ્યું હોવાની વાત છે. અનાથ હોવાની વાત કહી આપી દીધું બાળક પારકા બાળકને અનાથ હોવાનું કહી દત્તક આપી દીધું હતુ જેમા નિઃસંતાન બાળકને બાળક 1.20 લાખમાં વેચ્યું હતું અને રાધનપુર પાલિકામાંથી બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતુ,બાળક બીમાર રહેતા દંપતીએ બાળક પરત કર્યું હતું અને બાળક પરત લઇ સુરેશ ઠાકોરે પૈસા ન આપ્યા સાથે સાથે દંપતીએ ફરિયાદ કરતા બાળક વેચવાનું કૌભાંડ ખુલ્યું હતુ,બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ શરુ કરાઈ છે,બાળક વેચવાના કૌભાંડ અંગે પણ SOGની તપાસ ધમધમાટ ચાલું છે. સુરેશ ઠાકોર છે બોગસ ડોકટર જિલ્લાના સરહદી વિસ્તારમાં SOG પોલીસે 10 પાસ નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી. એક નાનકડા ગામમાં આઈસીયુવાળી હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલ વાળા ગામમાં 700 ઘરો આવેલા છે. પોલીસને આ કૌભાંડની જાણ ત્યારે થઈ જ્યારે SOGને બાતમી મળતાં ગામમાં દરોડા પાડીને હોસ્પિટલમાં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી. 3 દિવસના રિમાંન્ડ મંજૂર કરાયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો. પાટણ જિલ્લા પોલીસની એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો. આજે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાંડની માંગણી કરવામાં આવી છે. જેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. દર્દીઓને આપતો હતો સારવાર સાંતલપુરનાં કોરડા ગામે શાંતિધામ સ્કૂલની બાજુમાં રહેતા માત્ર ધો-10 પાસ યુવક સુરેશ ઠાકોર પોતાના ઘરના પ્રથમ માળે શ્રીપાંચાણીયા ગોગા ક્લિનિક નામની હોસ્પિટલ બનાવી તેની બહાર BHMS ડૉ.ગૌતમ પંચાલ અને એમબીબીએસ (વીઝીટીંગ) ડૉ.કનુભાઈ ચૌધરી બંનેના બોર્ડ મારી કોઈપણ ડીગ્રી કે સર્ટી વગર ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને એલોપેથી સહિત ઇન્જેક્શન આપવા અને સારવાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણમાં બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે,જમાં સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં બાળકો વેચવાનું કૌભાંડ ચાલતુ હોવાની પોલીસને શંકા લાગી રહી છે,ફાર્માસીસ્ટની મદદથી બોગસ તબીબે શિશુનો સોદો કર્યો હોવાની વાત સામે આવી છે.ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીની કૌભાંડમાં મોટી ભૂમિકા હોય તેવી વાત સામે આવી છે,નિષ્કા હોસ્પિટલનો કર્મચારી અમરત રાવળની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે.ફાર્માસીસ્ટની મદદથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે બાળક વેચ્યું હોવાની વાત છે.
અનાથ હોવાની વાત કહી આપી દીધું બાળક
પારકા બાળકને અનાથ હોવાનું કહી દત્તક આપી દીધું હતુ જેમા નિઃસંતાન બાળકને બાળક 1.20 લાખમાં વેચ્યું હતું અને રાધનપુર પાલિકામાંથી બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતુ,બાળક બીમાર રહેતા દંપતીએ બાળક પરત કર્યું હતું અને બાળક પરત લઇ સુરેશ ઠાકોરે પૈસા ન આપ્યા સાથે સાથે દંપતીએ ફરિયાદ કરતા બાળક વેચવાનું કૌભાંડ ખુલ્યું હતુ,બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ શરુ કરાઈ છે,બાળક વેચવાના કૌભાંડ અંગે પણ SOGની તપાસ ધમધમાટ ચાલું છે.
સુરેશ ઠાકોર છે બોગસ ડોકટર
જિલ્લાના સરહદી વિસ્તારમાં SOG પોલીસે 10 પાસ નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી. એક નાનકડા ગામમાં આઈસીયુવાળી હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલ વાળા ગામમાં 700 ઘરો આવેલા છે. પોલીસને આ કૌભાંડની જાણ ત્યારે થઈ જ્યારે SOGને બાતમી મળતાં ગામમાં દરોડા પાડીને હોસ્પિટલમાં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી.
3 દિવસના રિમાંન્ડ મંજૂર કરાયા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો. પાટણ જિલ્લા પોલીસની એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો. આજે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાંડની માંગણી કરવામાં આવી છે. જેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
દર્દીઓને આપતો હતો સારવાર
સાંતલપુરનાં કોરડા ગામે શાંતિધામ સ્કૂલની બાજુમાં રહેતા માત્ર ધો-10 પાસ યુવક સુરેશ ઠાકોર પોતાના ઘરના પ્રથમ માળે શ્રીપાંચાણીયા ગોગા ક્લિનિક નામની હોસ્પિટલ બનાવી તેની બહાર BHMS ડૉ.ગૌતમ પંચાલ અને એમબીબીએસ (વીઝીટીંગ) ડૉ.કનુભાઈ ચૌધરી બંનેના બોર્ડ મારી કોઈપણ ડીગ્રી કે સર્ટી વગર ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને એલોપેથી સહિત ઇન્જેક્શન આપવા અને સારવાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.