Ahmedabadમા બદલતા સમયની સાથે બજારમાં જોવા મળી અલગ-અલગ વેરાઈટીઝની રાખડીઓ

રક્ષાબંધન પર્વને હવે એક દિવસ બાકી શહેરમાં અલગ-અલગ રાખડીઓ જોવા મળી નાના ગલગોટાથી લઈ જુદા-જુદા પ્રકારની રાખડીઓ જોવા મળી ભાઇ અને બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષા બંધનના પાવન પર્વની શ્રાવણ સુદ પુનમના દિવસે ઉજવણી કરવામાં આવશે.ગરીબ હોય કે શ્રીમંત તમામ પરિવારની લાડકી દિકરીઓ પોતાના ભાઇની રક્ષા માટે રક્ષાબંધનના આ પાવન પર્વના દિવસે હાથમાં રાખડી બાંધીને તેની સુરક્ષા થાય અને આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરશે. ભાઈની રક્ષા માટે બંધાય છે રાખડી રક્ષાબંધનના પાવન પર્વમાં અગાઉ બહેનો ભાઇને સુતરની દોરી બાંધીને રાખડીના પ્રતિકરૃપે બાંધતી હતી પરંતુ બદલાતાં જતાં સમય પ્રમાણે,રાખડીઓમાં પણ હવે અવનવી વેરાઇટીઝ બજારમાં ઉપલબ્ધ થઇ રહી છે.સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાતા ગયા.આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ મળવા લાગી છે.અગાઉના સમયમાં રાખડીના ગોટા મળતાં હતા.પરંતુ આજના સમયમાં અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને વેપારીઓ પણ ફેન્સી રાખડીઓને બજારમાં વેચાણ અર્થે મુકી રહ્યાં છે.મોંઘવારીની અસર રાખડી પર નહી શહેરમાં પણ આ બદલાતાં સમય પ્રમાણે અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે.મોંઘવારીની અસર આ વર્ષે રાખડીઓ પર જોવા નથી મળી.બજારમાં આ વર્ષે કસ્ટમાઇઝ્ડ રાખડીઓ ધૂમ મચાવી રહી છે.જેમાં ભાઈના નામ વાળી,રેઝિન આર્ટ વાળી એવિલ આઈ અને મોતીની રાખડીમી માંગ વધુ જોવા મળી રહી છે,રક્ષાબંધનની ઉજવણી પર્વ અગાઉ શહેરના બજારોમાં પણ નગરજનો ઉત્સાહપૂર્વક અવનવી રાખડીઓની ખરીદી કરી રહ્યાં છે. રૂપિયા 10 થી લઈ 500 સુધીની મળે છે રાખડી હાલમાં બજારમાં રૂ. 10 થી ચાલુ કરીને રૂ. 500 સુધીની રાખડીઓ મળી રહી છે.બજારોમાં કલકત્તી, ડાયમંડ, સુખડ, બ્રેસલેટ, મોતીવર્ક, રૂદ્વાક્ષ, લુંબા રાખડી, ભાભી રાખડી, અમેરિકીન ડાયમંડ, સોનાની તેમજ ચાંદીની પટીવાળી રાખડી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.નાના ભૂલકાઓ માટે પણ આ વર્ષે ખાસ ડોરેમોન, છોટાભીમ, એંગ્રીબર્ડ, 3-ડી રાખડી,મ્યુઝિકલ,લાઈટ વારી રાખડી સહિત જુદા જુદા કાર્ટુન વળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે.આ વર્ષે ભાભી રાખડીમાં પણ ખુબ અલગ અલગ વેરાયટીઓ જોવા મળી રહી છે.ખાસ કરીને આર્ટિફિશિયલ ફૂલવારીની સૌથી વધુ બોલબાલા જોવા મળી રહી છે. બજારમાં જોવા મળી અવનવી રાખડીઓ રાખડીઓમાં 150 થી વધુ વેરાયટીઓ બજારમાં મળતી થઇ ગઇ છે પરંતુ તેમાં સૌથી વધુ ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત છે.આ તહેવાર માત્ર ગુજરાત માંજ નહિ પરંતુ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક વગેરે જગ્યાએ રક્ષાબંધન ઉજવવામાં આવે છે.ત્યારે રાખડીઓ નું હબ ગણાતું અમદાવાદમાં દૂર-દૂરથી વેપારીઓ રાખડીની ખરીદી કરવા આવે છે.આ વર્ષે શરુવાતમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળતો હતો પરંતુ બજારમાં તેજી જોવા મળી છે.બજારમાં મોટા ભાગના વેપારીઓનો તમામ માલ વેચાઈ ગયો છે.અને વેપારીઓને સારો એવો નફો મળ્યો છે જેને જોતા દિવાળીમાં બજારમાં તેજી આવશે તેવા એંધાણ લાગી રહ્યા છે.  

Ahmedabadમા બદલતા સમયની સાથે બજારમાં જોવા મળી અલગ-અલગ વેરાઈટીઝની રાખડીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રક્ષાબંધન પર્વને હવે એક દિવસ બાકી
  • શહેરમાં અલગ-અલગ રાખડીઓ જોવા મળી
  • નાના ગલગોટાથી લઈ જુદા-જુદા પ્રકારની રાખડીઓ જોવા મળી

ભાઇ અને બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષા બંધનના પાવન પર્વની શ્રાવણ સુદ પુનમના દિવસે ઉજવણી કરવામાં આવશે.ગરીબ હોય કે શ્રીમંત તમામ પરિવારની લાડકી દિકરીઓ પોતાના ભાઇની રક્ષા માટે રક્ષાબંધનના આ પાવન પર્વના દિવસે હાથમાં રાખડી બાંધીને તેની સુરક્ષા થાય અને આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરશે.

ભાઈની રક્ષા માટે બંધાય છે રાખડી

રક્ષાબંધનના પાવન પર્વમાં અગાઉ બહેનો ભાઇને સુતરની દોરી બાંધીને રાખડીના પ્રતિકરૃપે બાંધતી હતી પરંતુ બદલાતાં જતાં સમય પ્રમાણે,રાખડીઓમાં પણ હવે અવનવી વેરાઇટીઝ બજારમાં ઉપલબ્ધ થઇ રહી છે.સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાતા ગયા.આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ મળવા લાગી છે.અગાઉના સમયમાં રાખડીના ગોટા મળતાં હતા.પરંતુ આજના સમયમાં અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને વેપારીઓ પણ ફેન્સી રાખડીઓને બજારમાં વેચાણ અર્થે મુકી રહ્યાં છે.

મોંઘવારીની અસર રાખડી પર નહી

શહેરમાં પણ આ બદલાતાં સમય પ્રમાણે અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે.મોંઘવારીની અસર આ વર્ષે રાખડીઓ પર જોવા નથી મળી.બજારમાં આ વર્ષે કસ્ટમાઇઝ્ડ રાખડીઓ ધૂમ મચાવી રહી છે.જેમાં ભાઈના નામ વાળી,રેઝિન આર્ટ વાળી એવિલ આઈ અને મોતીની રાખડીમી માંગ વધુ જોવા મળી રહી છે,રક્ષાબંધનની ઉજવણી પર્વ અગાઉ શહેરના બજારોમાં પણ નગરજનો ઉત્સાહપૂર્વક અવનવી રાખડીઓની ખરીદી કરી રહ્યાં છે.


રૂપિયા 10 થી લઈ 500 સુધીની મળે છે રાખડી

હાલમાં બજારમાં રૂ. 10 થી ચાલુ કરીને રૂ. 500 સુધીની રાખડીઓ મળી રહી છે.બજારોમાં કલકત્તી, ડાયમંડ, સુખડ, બ્રેસલેટ, મોતીવર્ક, રૂદ્વાક્ષ, લુંબા રાખડી, ભાભી રાખડી, અમેરિકીન ડાયમંડ, સોનાની તેમજ ચાંદીની પટીવાળી રાખડી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.નાના ભૂલકાઓ માટે પણ આ વર્ષે ખાસ ડોરેમોન, છોટાભીમ, એંગ્રીબર્ડ, 3-ડી રાખડી,મ્યુઝિકલ,લાઈટ વારી રાખડી સહિત જુદા જુદા કાર્ટુન વળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે.આ વર્ષે ભાભી રાખડીમાં પણ ખુબ અલગ અલગ વેરાયટીઓ જોવા મળી રહી છે.ખાસ કરીને આર્ટિફિશિયલ ફૂલવારીની સૌથી વધુ બોલબાલા જોવા મળી રહી છે.

બજારમાં જોવા મળી અવનવી રાખડીઓ

રાખડીઓમાં 150 થી વધુ વેરાયટીઓ બજારમાં મળતી થઇ ગઇ છે પરંતુ તેમાં સૌથી વધુ ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત છે.આ તહેવાર માત્ર ગુજરાત માંજ નહિ પરંતુ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક વગેરે જગ્યાએ રક્ષાબંધન ઉજવવામાં આવે છે.ત્યારે રાખડીઓ નું હબ ગણાતું અમદાવાદમાં દૂર-દૂરથી વેપારીઓ રાખડીની ખરીદી કરવા આવે છે.આ વર્ષે શરુવાતમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળતો હતો પરંતુ બજારમાં તેજી જોવા મળી છે.બજારમાં મોટા ભાગના વેપારીઓનો તમામ માલ વેચાઈ ગયો છે.અને વેપારીઓને સારો એવો નફો મળ્યો છે જેને જોતા દિવાળીમાં બજારમાં તેજી આવશે તેવા એંધાણ લાગી રહ્યા છે.