ChhotaUdepur: પ્રજાની સેવા કરવા કાર્યરત મુરતિયા

છોટાઉદેપુર નગરમાં કોઈ જગ્યાએ પાર્ટીની ભરમાર, તો કોઈ જગ્યાએ આપતી લોભામણી લાલચો, ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ તેવો ઘાટ, નેતા બનવાની લાલસામાં મતદારોને લોભામણી લાલચો અપાતી થઈ ગઇ છે.છોટાઉદેપુર નગરમાં નગર પાલિકા વિસ્તારમાં કુલ 7 વોર્ડ આવેલા છે. દરેક વોર્ડમાં ચાર સભ્યોની ચૂંટણી થતી હોય છે. જ્યારે હાલ છેલ્લા એક વર્ષથી અગાઉ ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ પાલિકાનો વહીવટ વહીવટદારના હવાલે છે. હવે ટૂંક સમયમાં નગર પાલિકાની ચૂંટણી આવવાના એંધાણ વર્તાતા હોય ત્યારે પ્રજાનું દિલ જીતી લેવાના અથાક પ્રયત્નો થઇ રહ્યા છે. પાલિકાના સભ્ય બનવાની અને સત્તા ગ્રહણ કરવાની લાલસા ધરાવતા મુરતિયા મેદાને ઉતરી ગયા છે. અને પાર્ટીઓ અને લોભામણી લાલચોની ભરમાર જોવા મળી રહી છે. છોટાઉદેપુર નગર પાલિકાની ચુંટણીના પાંચ વર્ષની મુદ્દત ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ હતી. જે મુદ્દતો પૂર્ણ થતાં સભ્યો સત્તા વિહોણાં બન્યા છે. જ્યારે સત્તાની લાલચ હજુ જતી નથી. એકબીજાને કેવી રીતે નીચા પાડવા અને પ્રજામાં વ્હાલું થવું તેની હરીફઈ શરૂ થઈ છે. હજુ ચૂંટણીનું જાહેરનામું બહાર આવ્યું નથી. ત્યારે અત્યારથી જ વ્હાલા-દવલાની રાજનીતિ શરૂ કરી દેવાઇ છે. લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ તથા અન્ય દસ્તાવેજી કાગળિયા બનાવડાવી આપવા માટે સત્તાના ઇચ્છુક મુરતિયા દોડ લગાવી રહ્યા છે. શું પહેલા કોઈના આધાર કાર્ડ હોય જ નહી ? પ્રજાને પડતી તકલીફે જેમકે પાણી, લાઈટ, રસ્તા, ગટરોને સાફ્ કરવવા જેવી સમસ્યાનો નિકાલ કરવા જાણે હોડ જામી છે. યુવાન મતદારોની વર્ષગાંઠ હોય કે, સારો પ્રસંગ હોય કેક કાપીને ભવ્ય ઉજવણી કરવા માટે સત્તાના ઇચ્છુક ઉમેદવારો કેક લઈને પહોંચી જાય છે. ઘણાને સારું લાગે છે. જ્યારે ઘણામાં હાસ્યાસ્પદ બનતા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. શું આ મતદારોની વર્ષગાંઠ અગાઉ નહોતી આવતી ? પરતું આજ વર્ષે પ્રજા પ્રત્યે નેતાઓને પ્રેમ જાગ્યો છે. તેવી ચર્ચા ચાલી રહી છે.

ChhotaUdepur: પ્રજાની સેવા કરવા કાર્યરત મુરતિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર નગરમાં કોઈ જગ્યાએ પાર્ટીની ભરમાર, તો કોઈ જગ્યાએ આપતી લોભામણી લાલચો, ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ તેવો ઘાટ, નેતા બનવાની લાલસામાં મતદારોને લોભામણી લાલચો અપાતી થઈ ગઇ છે.

છોટાઉદેપુર નગરમાં નગર પાલિકા વિસ્તારમાં કુલ 7 વોર્ડ આવેલા છે. દરેક વોર્ડમાં ચાર સભ્યોની ચૂંટણી થતી હોય છે. જ્યારે હાલ છેલ્લા એક વર્ષથી અગાઉ ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ પાલિકાનો વહીવટ વહીવટદારના હવાલે છે. હવે ટૂંક સમયમાં નગર પાલિકાની ચૂંટણી આવવાના એંધાણ વર્તાતા હોય ત્યારે પ્રજાનું દિલ જીતી લેવાના અથાક પ્રયત્નો થઇ રહ્યા છે. પાલિકાના સભ્ય બનવાની અને સત્તા ગ્રહણ કરવાની લાલસા ધરાવતા મુરતિયા મેદાને ઉતરી ગયા છે. અને પાર્ટીઓ અને લોભામણી લાલચોની ભરમાર જોવા મળી રહી છે.

છોટાઉદેપુર નગર પાલિકાની ચુંટણીના પાંચ વર્ષની મુદ્દત ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ હતી.

જે મુદ્દતો પૂર્ણ થતાં સભ્યો સત્તા વિહોણાં બન્યા છે. જ્યારે સત્તાની લાલચ હજુ જતી નથી. એકબીજાને કેવી રીતે નીચા પાડવા અને પ્રજામાં વ્હાલું થવું તેની હરીફઈ શરૂ થઈ છે. હજુ ચૂંટણીનું જાહેરનામું બહાર આવ્યું નથી. ત્યારે અત્યારથી જ વ્હાલા-દવલાની રાજનીતિ શરૂ કરી દેવાઇ છે. લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ તથા અન્ય દસ્તાવેજી કાગળિયા બનાવડાવી આપવા માટે સત્તાના ઇચ્છુક મુરતિયા દોડ લગાવી રહ્યા છે.

શું પહેલા કોઈના આધાર કાર્ડ હોય જ નહી ? પ્રજાને પડતી તકલીફે જેમકે પાણી, લાઈટ, રસ્તા, ગટરોને સાફ્ કરવવા જેવી સમસ્યાનો નિકાલ કરવા જાણે હોડ જામી છે. યુવાન મતદારોની વર્ષગાંઠ હોય કે, સારો પ્રસંગ હોય કેક કાપીને ભવ્ય ઉજવણી કરવા માટે સત્તાના ઇચ્છુક ઉમેદવારો કેક લઈને પહોંચી જાય છે. ઘણાને સારું લાગે છે. જ્યારે ઘણામાં હાસ્યાસ્પદ બનતા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. શું આ મતદારોની વર્ષગાંઠ અગાઉ નહોતી આવતી ? પરતું આજ વર્ષે પ્રજા પ્રત્યે નેતાઓને પ્રેમ જાગ્યો છે. તેવી ચર્ચા ચાલી

રહી છે.