Gujrat Rain: થાનમાં દોઢ ઈંચ, ચોટીલામાં અડધા ઈંચથી વધુ વરસાદ

જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયુ છે. રવિવારે બપોર સુધી આકરો તાપ પડયા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને થાન અને ચોટીલા પંથકમાં વરસાદ વરસ્યો છે. જેમાં થાનમાં 40 મીમી અને ચોટીલા વિસ્તારમાં 17 મીમી વરસાદ નોંધાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે બપોરે સુર્યનારાયણ આકરો તાપ વરસાવતા હતા. ત્યારે સાંજના 4 કલાકના સમય બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સાંજના સમયે જિલ્લાના થાન અને ચોટીલા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં થાનમાં કાળા ડીબાંગ વાદળો સાથે 4 થી 6 દરમીયાન અનરાધાર 40 મીમી એટલે કે, દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં વહેલાસર અંધારૂ છવાઈ જતા દુકાનદારોને પોતાની દુકાનો બહાર અને વાહનચાલકોને પોતાના વાહનોની લાઈટો ચાલુ કરવી પડી હતી. બીજી તરફ ચોટીલામાં પણ 4 થી 6ના સમયમાં જ 17 મીમી એટલે કે, અડધા ઈંચથી વધુ વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ વાતાવરણ ગોરંભાયુ છે અને હમણા વરસાદ તુટી પડશે તેમ લાગી રહ્યુ છે. પરંતુ હજુ સુધી વરસાદનું ટીપુય પડયુ નથી. બપોર બાદ વરસાદી અને વાદળછાયા વાતાવરણને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Gujrat Rain: થાનમાં દોઢ ઈંચ, ચોટીલામાં અડધા ઈંચથી વધુ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયુ છે. રવિવારે બપોર સુધી આકરો તાપ પડયા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને થાન અને ચોટીલા પંથકમાં વરસાદ વરસ્યો છે. જેમાં થાનમાં 40 મીમી અને ચોટીલા વિસ્તારમાં 17 મીમી વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે બપોરે સુર્યનારાયણ આકરો તાપ વરસાવતા હતા. ત્યારે સાંજના 4 કલાકના સમય બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સાંજના સમયે જિલ્લાના થાન અને ચોટીલા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં થાનમાં કાળા ડીબાંગ વાદળો સાથે 4 થી 6 દરમીયાન અનરાધાર 40 મીમી એટલે કે, દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં વહેલાસર અંધારૂ છવાઈ જતા દુકાનદારોને પોતાની દુકાનો બહાર અને વાહનચાલકોને પોતાના વાહનોની લાઈટો ચાલુ કરવી પડી હતી. બીજી તરફ ચોટીલામાં પણ 4 થી 6ના સમયમાં જ 17 મીમી એટલે કે, અડધા ઈંચથી વધુ વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ વાતાવરણ ગોરંભાયુ છે અને હમણા વરસાદ તુટી પડશે તેમ લાગી રહ્યુ છે. પરંતુ હજુ સુધી વરસાદનું ટીપુય પડયુ નથી. બપોર બાદ વરસાદી અને વાદળછાયા વાતાવરણને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.