Rajkot: રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત, સી.આર પાટીલે કહ્યું-"ગામડાંઓના યુવાનોને મળી નોકરી"

રાજકોટમાં શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન એડિટોરિયમ ખાતે રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં PM મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટમાં રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત અંગે કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલનું યુવાનોને સંબોધન કરતા કહ્યું હતું કે, પહેલાના સમયમાં નોકરીઓ મેળવવી ખૂબ જ મુશ્કેલીઓ થતી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારથી કોઈ ગરબળી નથી થતી નથી. આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરના ગામડાંઓના યુવાનોને આજે નોકરી મળે છે. આજે ભરતીઓ પારદર્શક થાય છે. આજે લાયકાત ધરાવતા યુવાનોને નોકરીઓ આપવામાં આવે છે.કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશમાં 65 ટકા યુવાનોની વસ્તી છે. યુવાનો નિરાશ થાય તો, દેશ નિરાશ થાય છે. યુવાનો નીરાશ ન થવા જોઈએ. હું વડાપ્રધાનનો આભાર માનું છું, આજે યુવાનો માટે તેમને ઘણું જ કર્યું છે. આજે યુવાનોને રોજગારી મળતી થઇ છે. હવે નાનામાં નાના ગામડાંઓમાં હવે યુવાનો માટે રોજગારીની તક ઉભી કરવામાં આવી છે. આજનો યુવા હવે બેરોજગાર નહીં રહે. પોતાની કુશળતા પ્રમાણે દેશના વિકાસમાં સહભાગી બનશે. અને દેશને મદદરૂપ થશે.

Rajkot: રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત, સી.આર પાટીલે કહ્યું-"ગામડાંઓના યુવાનોને મળી નોકરી"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન એડિટોરિયમ ખાતે રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં PM મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત અંગે કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલનું યુવાનોને સંબોધન કરતા કહ્યું હતું કે, પહેલાના સમયમાં નોકરીઓ મેળવવી ખૂબ જ મુશ્કેલીઓ થતી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારથી કોઈ ગરબળી નથી થતી નથી. આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરના ગામડાંઓના યુવાનોને આજે નોકરી મળે છે. આજે ભરતીઓ પારદર્શક થાય છે. આજે લાયકાત ધરાવતા યુવાનોને નોકરીઓ આપવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશમાં 65 ટકા યુવાનોની વસ્તી છે. યુવાનો નિરાશ થાય તો, દેશ નિરાશ થાય છે. યુવાનો નીરાશ ન થવા જોઈએ. હું વડાપ્રધાનનો આભાર માનું છું, આજે યુવાનો માટે તેમને ઘણું જ કર્યું છે. આજે યુવાનોને રોજગારી મળતી થઇ છે. હવે નાનામાં નાના ગામડાંઓમાં હવે યુવાનો માટે રોજગારીની તક ઉભી કરવામાં આવી છે. આજનો યુવા હવે બેરોજગાર નહીં રહે. પોતાની કુશળતા પ્રમાણે દેશના વિકાસમાં સહભાગી બનશે. અને દેશને મદદરૂપ થશે.