ગરીબ બાળકો માટે ખેલ-ગુરૂકુળ બન્યું ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રાષ્ટ્રીય કક્ષાએ મેળવી ખ્યાતિ

ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે 'ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ' તરીકે કાર્યરત છે ડાંગનું સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષબન્યું 84થી વધુ ખેલાડીઓ માટે ‘ખેલ-ગુરુકુળ’ વર્ષ 2023-24માં રાષ્ટ્રીય કક્ષાએ 1 અને રાજ્યકક્ષાએ કુલ 7 મેડલ પ્રાપ્ત કર્યા રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત યોજના 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ'ને વર્ષ ૨૦૧૩-૧૪થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત છે. આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે 'ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ' તરીકે કાર્યરત છે. ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બન્યું ‘ખેલ-ગુરુકુળ’ સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નિખરી રહ્યું છે. ડાંગનું 'સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ' 84થી વધુ ખેલાડીઓ માટે ખેલ-ગુરુકુળ તરીકે ઊભરી આવ્યું છે.ડાંગ જિલ્લાની સ્નેહાબહેન કમલેશભાઈ જીરવાલ વર્ષ ૨૦૨૦માં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે કોમ્પ્લેક્ષમાં આવી હતી. અહીં તિરંદાજીની સઘન તાલીમ લઈ રહી છે. તાલીમ પછી વર્ષ ૨૦૨૪ના ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ બે બ્રોન્ઝ મેડલ મેળવતા ચૂકી છે. તેના પિતાજી મજૂરી કરીને ઘર ચલાવે છે. તેના કઠોર પરિશ્રમને જોતા રાષ્ટ્રીય કક્ષાએ તેને ખ્યાતિ મળે તેવી પૂરી શક્યતા હોવાનું, તેના કોચ જીતુભાઈ કહે છે. માછીમાર પિતા નવનીતભાઈ હળપતિની દીકરી કિંજલ કહે છે કે, ‘મારા પિતા માછીમારીનો વ્યવસાય કરે છે, તેમાંથી ઘર જ માંડ માંડ ચાલતું હોય તો હોકી શીખવી અને કરવી બેય અઘરું હતું. તેવા સમયે સરકારે આ સુવિધા સાપુતારામાં ઊભી કરી અને મેં વર્ષ 2022માં સાપુતારામાં એડમિશન લીધુ. મને અહીં સારુ શીખવા મળે છે.’ અહીંના કોચ અલ્કેશ પટેલ કહે છે કે, ‘કિંજલનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે, કિંજલે અહીં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે એડમિશન લીધું, કિંજલ U14 રાષ્ટ્રીય કક્ષા હોકી સ્પર્ધામાં ગ્વાલિયર મુકામે રમીને આવી છે. આજ રીતે ઉત્તરા મહાવર પણ પ્રુવન્ટ ટેલેન્ટ (PT) ખેલાડી તરીકે 2022માં સાપુતારામાં આવી હતી. એના પિતા ચાની લારી પર કામ કરે છે. અહીં તાલીમ મેળવીને તેણે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આવા તો કંઈક પરિવારોના દીકરા-દીકરીઓ આ કોમ્પલેક્ષમાં તાલીમ મેળવીને રાજ્ય-દેશનું નામ રોશન કરવા સજ્જ છે.ખેલાડીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ' યોજના અંતર્ગત સ્કૂલમાં ખેલાડીઓને રહેવાની, અભ્યાસ, ભોજન અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સ્કૂલમાં ફિઝિયો, ન્યુટ્રીશન્સ અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્કૂલમાં ખેલાડીઓનું મ યંગ ટેલેન્ટ, પ્રુવન્ટ ટેલેન્ટ, હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીત્યા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ 84 ખેલાડીઓને વિવિધ રમતની તાલીમ આપવામાં આવી રહી છે ,જેમાં 44 બહેનો અને 40 ભાઈઓનો સમાવેશ થયો છે. તદુપરાંત બાળકોની રહેવાની જમવાની સુવિધા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ તમામ બાળકોને શાળાથી કોમ્પ્લેક્ષમાં આવવા - જવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સૌથી ખાસ વાત એ પણ છે કે, ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તૈયાર થયેલા ખેલાડીઓએ ગત વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ૧ મેડલ તથા રાજ્યકક્ષાએ કુલ 7 મેડલ પ્રાપ્ત કર્યા છે. ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 84 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યાં છે ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ 84 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે, જેમાં એથ્લેટિક્સમાં ૫ ખેલાડીઓ, આર્ચરીમાં 13, હોકીમાં 32, અને વાય. ટી.માં 24 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એથ્લેટિક્સમાં એક કોચ અને એક ટ્રેનર તેમજ આર્ચરીમાં એક કોચ અને એક ટ્રેનર અને હોકીમાં પણ એક કોચ અને એક ટ્રેનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કુલ ત્રણ કોચ અને ત્રણ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. વાય.ટીમાં ખેલ મહાકુંભના અંડર -9 અને અંડર -11ના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દ્વારા કરવામાં આવે છે. ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં મુખ્યત્વે આર્ચરી, કબડ્ડી, ખોખો અને હૉકીની વિશેષ તાલીમ અપાય છે. કોમ્પ્લેક્ષમાં વિવિધ એથ્લેટિક્સ રમત માટે અત્યાધુનિક 4૦૦ મીટર સિન્થેટિક ટ્રેક છે. અહીં મીડલ અને લોંગ રન તથા હાઇ જમ્પ સહિતની ટ્રેકિંગની તમામ રમતની તાલીમની સુવિધાઓ છે. અહીં હાઇ એલ્ટિટ્યૂડ માહોલમાં મળતી તાલીમ ખેલાડીઓનું પરફોર્મન્સ સુધારે છે. ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી ક્યાં ખેલાડીઓએ મેળવ્યાં મેડલ? ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી તાલીમ મેળવીને અરુણાબેન પટેલે એથ્લેટિક્સ રમતમાં વેસ્ટ ઝોન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. હીનાબહેન ચૌધરીએ એથ્લેટિક્સ રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હેતલબહેન દુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વિકાસભાઈ દુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. અંકિત ભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત હોકી રમતમાં રાજ્યકક્ષાએ ટીમ ઇવેન્ટમાં ભાઈઓએ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ડાંગ જિલ્લાના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડી ડાંગ જિલ્લાની વાત આવે એટલે સૌના મુખે સરિતા ગાયકવાડનું નામ જરૂરથી આવી જાય છે. સરિતા ગાયકવાડે વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે વુમેન્સ 4*400 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્

ગરીબ બાળકો માટે ખેલ-ગુરૂકુળ બન્યું ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રાષ્ટ્રીય કક્ષાએ મેળવી ખ્યાતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે 'ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ' તરીકે કાર્યરત છે
  • ડાંગનું સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષબન્યું 84થી વધુ ખેલાડીઓ માટે ‘ખેલ-ગુરુકુળ’
  • વર્ષ 2023-24માં રાષ્ટ્રીય કક્ષાએ 1 અને રાજ્યકક્ષાએ કુલ 7 મેડલ પ્રાપ્ત કર્યા

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત યોજના 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ'ને વર્ષ ૨૦૧૩-૧૪થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત છે. આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે 'ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ' તરીકે કાર્યરત છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બન્યું ‘ખેલ-ગુરુકુળ’

સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નિખરી રહ્યું છે. ડાંગનું 'સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ' 84થી વધુ ખેલાડીઓ માટે ખેલ-ગુરુકુળ તરીકે ઊભરી આવ્યું છે.ડાંગ જિલ્લાની સ્નેહાબહેન કમલેશભાઈ જીરવાલ વર્ષ ૨૦૨૦માં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે કોમ્પ્લેક્ષમાં આવી હતી. અહીં તિરંદાજીની સઘન તાલીમ લઈ રહી છે. તાલીમ પછી વર્ષ ૨૦૨૪ના ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ બે બ્રોન્ઝ મેડલ મેળવતા ચૂકી છે. તેના પિતાજી મજૂરી કરીને ઘર ચલાવે છે. તેના કઠોર પરિશ્રમને જોતા રાષ્ટ્રીય કક્ષાએ તેને ખ્યાતિ મળે તેવી પૂરી શક્યતા હોવાનું, તેના કોચ જીતુભાઈ કહે છે.

માછીમાર પિતા નવનીતભાઈ હળપતિની દીકરી કિંજલ કહે છે કે, ‘મારા પિતા માછીમારીનો વ્યવસાય કરે છે, તેમાંથી ઘર જ માંડ માંડ ચાલતું હોય તો હોકી શીખવી અને કરવી બેય અઘરું હતું. તેવા સમયે સરકારે આ સુવિધા સાપુતારામાં ઊભી કરી અને મેં વર્ષ 2022માં સાપુતારામાં એડમિશન લીધુ. મને અહીં સારુ શીખવા મળે છે.’ અહીંના કોચ અલ્કેશ પટેલ કહે છે કે, ‘કિંજલનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે, કિંજલે અહીં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે એડમિશન લીધું, કિંજલ U14 રાષ્ટ્રીય કક્ષા હોકી સ્પર્ધામાં ગ્વાલિયર મુકામે રમીને આવી છે.

આજ રીતે ઉત્તરા મહાવર પણ પ્રુવન્ટ ટેલેન્ટ (PT) ખેલાડી તરીકે 2022માં સાપુતારામાં આવી હતી. એના પિતા ચાની લારી પર કામ કરે છે. અહીં તાલીમ મેળવીને તેણે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આવા તો કંઈક પરિવારોના દીકરા-દીકરીઓ આ કોમ્પલેક્ષમાં તાલીમ મેળવીને રાજ્ય-દેશનું નામ રોશન કરવા સજ્જ છે.

ખેલાડીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે

'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ' યોજના અંતર્ગત સ્કૂલમાં ખેલાડીઓને રહેવાની, અભ્યાસ, ભોજન અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સ્કૂલમાં ફિઝિયો, ન્યુટ્રીશન્સ અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્કૂલમાં ખેલાડીઓનું મ યંગ ટેલેન્ટ, પ્રુવન્ટ ટેલેન્ટ, હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીત્યા

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ 84 ખેલાડીઓને વિવિધ રમતની તાલીમ આપવામાં આવી રહી છે ,જેમાં 44 બહેનો અને 40 ભાઈઓનો સમાવેશ થયો છે. તદુપરાંત બાળકોની રહેવાની જમવાની સુવિધા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ તમામ બાળકોને શાળાથી કોમ્પ્લેક્ષમાં આવવા - જવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સૌથી ખાસ વાત એ પણ છે કે, ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તૈયાર થયેલા ખેલાડીઓએ ગત વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ૧ મેડલ તથા રાજ્યકક્ષાએ કુલ 7 મેડલ પ્રાપ્ત કર્યા છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 84 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યાં છે

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ 84 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે, જેમાં એથ્લેટિક્સમાં ૫ ખેલાડીઓ, આર્ચરીમાં 13, હોકીમાં 32, અને વાય. ટી.માં 24 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એથ્લેટિક્સમાં એક કોચ અને એક ટ્રેનર તેમજ આર્ચરીમાં એક કોચ અને એક ટ્રેનર અને હોકીમાં પણ એક કોચ અને એક ટ્રેનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કુલ ત્રણ કોચ અને ત્રણ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. વાય.ટીમાં ખેલ મહાકુંભના અંડર -9 અને અંડર -11ના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દ્વારા કરવામાં આવે છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં મુખ્યત્વે આર્ચરી, કબડ્ડી, ખોખો અને હૉકીની વિશેષ તાલીમ અપાય છે. કોમ્પ્લેક્ષમાં વિવિધ એથ્લેટિક્સ રમત માટે અત્યાધુનિક 4૦૦ મીટર સિન્થેટિક ટ્રેક છે. અહીં મીડલ અને લોંગ રન તથા હાઇ જમ્પ સહિતની ટ્રેકિંગની તમામ રમતની તાલીમની સુવિધાઓ છે. અહીં હાઇ એલ્ટિટ્યૂડ માહોલમાં મળતી તાલીમ ખેલાડીઓનું પરફોર્મન્સ સુધારે છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી ક્યાં ખેલાડીઓએ મેળવ્યાં મેડલ?

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી તાલીમ મેળવીને અરુણાબેન પટેલે એથ્લેટિક્સ રમતમાં વેસ્ટ ઝોન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. હીનાબહેન ચૌધરીએ એથ્લેટિક્સ રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હેતલબહેન દુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વિકાસભાઈ દુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. અંકિત ભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત હોકી રમતમાં રાજ્યકક્ષાએ ટીમ ઇવેન્ટમાં ભાઈઓએ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

ડાંગ જિલ્લાના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડી

ડાંગ જિલ્લાની વાત આવે એટલે સૌના મુખે સરિતા ગાયકવાડનું નામ જરૂરથી આવી જાય છે. સરિતા ગાયકવાડે વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે વુમેન્સ 4*400 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત સરિતાએ વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે ૪૦૦ મીટર હડલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે મુરલી કુમાર ગાવીતે વર્ષ ૨૦૧૯ માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે મેન્સ 10,000 મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે આ કોમ્પ્લેક્ષ ફેવરિટ

સાપુતારામાં આવેલું ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે આ કોમ્પ્લેક્ષ ફેવરિટ મનાય છે. દરિયાની સપાટીથી 1500 મીટરની ઊંચાઈ પર આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તાલીમ અને તૈયારી કરાવાય તો ઓછા ઓક્સિજન ધરાવતા માહોલમાં પણ ખેલાડી સારું પરફોર્મ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે આવા માહોલમાં તાલીમ કરાવવી જરૂરી છે.