Junagadh: પ્લાસ્ટિક પર રોક લગાવવા મુદ્દે કલેક્ટર, GPCBને HCની નોટિસ
ગીરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવો: HC ધાર્મિક સ્થળો પર પ્લાસ્ટિકની રોક લગાવવા મુદે HCમાં સુનાવણી બેટ દ્વારકામાં પણ થતી ગંદકી મુદે અરજદારએ ફોટા કોર્ટને સોંપ્યા ગુજરાતમાં આવેલ ધાર્મિક સ્થળો પર પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવા મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી. આજની સ્થિતિમાં ધાર્મિક સ્થળો પર ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું હાઈકોર્ટના ધ્યાનમાં આવતા કોર્ટે કલેક્ટર અને GPCBને નોટિસ આપી હતી. હાઈકોર્ટે આ કેસની સુનાવણી વખતે જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા ગિરનાર પર રોક લગાવવાની વાત કરે છે પણ અમલ ક્યાં થાય છે. ડ્રાફ્ટમાં કરેલી વાતોનો અમલ કરાવવો પણ જરૂરી છે. જૂનાગઢ તંત્રની જવાબદારીમાં આવે છે કે પ્લાસ્ટિક ઉપયોગના પ્રતિબંધનો અમલ કરાવે. જૂનાગઢ તંત્ર કાગળ પર કામ કરવામાં આવે છે ફિલ્ડમાં નહીં. કોર્ટમાં એફિડેવિટ મુજબ જવાબ આપવો અમલ કરવો અલગ વાત છે.બેટ દ્વારકાના દરિયામાં પ્રદૂષણ થઈ રહ્યું છે: અરજદાર હાઈકોર્ટમાં અરજી કરનાર અરજદારે કોર્ટમાં જણાવ્યું હતું કે, બેટ દ્વારકાના દરિયામાં થતા પ્રદૂષણથી અનેક જીવોને પણ નુકશાન થાય છે. દ્વારકા નગરપાલિકના અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પ્રદુષણ પાછળ જવાબદાર છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે જૂનાગઢ કલેકટર અને ગુજરાત પ્રદુષણ બોર્ડના જવાબદાર અધિકારીને નોટિસ ઈસ્યુ કરી હતી. નોટિસમાં આ મુદ્દે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં ગુજરાત હાઇકોર્ટમાં જવાબ રજૂ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગીરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવો: HC
- ધાર્મિક સ્થળો પર પ્લાસ્ટિકની રોક લગાવવા મુદે HCમાં સુનાવણી
- બેટ દ્વારકામાં પણ થતી ગંદકી મુદે અરજદારએ ફોટા કોર્ટને સોંપ્યા
ગુજરાતમાં આવેલ ધાર્મિક સ્થળો પર પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવા મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી. આજની સ્થિતિમાં ધાર્મિક સ્થળો પર ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું હાઈકોર્ટના ધ્યાનમાં આવતા કોર્ટે કલેક્ટર અને GPCBને નોટિસ આપી હતી.
હાઈકોર્ટે આ કેસની સુનાવણી વખતે જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા ગિરનાર પર રોક લગાવવાની વાત કરે છે પણ અમલ ક્યાં થાય છે. ડ્રાફ્ટમાં કરેલી વાતોનો અમલ કરાવવો પણ જરૂરી છે. જૂનાગઢ તંત્રની જવાબદારીમાં આવે છે કે પ્લાસ્ટિક ઉપયોગના પ્રતિબંધનો અમલ કરાવે. જૂનાગઢ તંત્ર કાગળ પર કામ કરવામાં આવે છે ફિલ્ડમાં નહીં. કોર્ટમાં એફિડેવિટ મુજબ જવાબ આપવો અમલ કરવો અલગ વાત છે.
બેટ દ્વારકાના દરિયામાં પ્રદૂષણ થઈ રહ્યું છે: અરજદાર
હાઈકોર્ટમાં અરજી કરનાર અરજદારે કોર્ટમાં જણાવ્યું હતું કે, બેટ દ્વારકાના દરિયામાં થતા પ્રદૂષણથી અનેક જીવોને પણ નુકશાન થાય છે. દ્વારકા નગરપાલિકના અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પ્રદુષણ પાછળ જવાબદાર છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે જૂનાગઢ કલેકટર અને ગુજરાત પ્રદુષણ બોર્ડના જવાબદાર અધિકારીને નોટિસ ઈસ્યુ કરી હતી. નોટિસમાં આ મુદ્દે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં ગુજરાત હાઇકોર્ટમાં જવાબ રજૂ થશે.