Surendranagar: સી.જે. હોસ્પિ.માં પ્રસવ બાદ રિફર કરાયેલ પ્રસૂતાનું મોત

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર રહેતા પરીવારની 23 વર્ષીય પરિણીતાને પ્રથમ ડીલીવરી હતી. આથી તેઓને સી. જે. હોસ્પિટલ લઈ જવાયા હતા.જેમાં ડીલીવરી પહેલા તેઓ બાથરૂમ જતા પડી ગયા હતા. ત્યારબાદ ડીલીવરી પછી તેઓને અમદાવાદ રીફર કરાયા હતા. જેમાં અમદાવાદ પહોંચે તે પહેલા તેઓનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલ જઈ ડોકટર અને સ્ટાફના નિવેદન લીધા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં માતા મરણના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. થોડા સમય પહેલા જ ધ્રાંગધ્રા પંથકમાં માતા મરણનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી સુરેન્દ્રનગરમાં આવો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર રહેતા પરીવારની 23 વર્ષીય પરીણીતાના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ત્યારે ગત તા. 11-10ના રોજ તેઓને પ્રસવ પીડા ઉપડતા સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં લેબરરૂમમાં બાથરૂમ જતા સમયે તેઓ પડી જતા ડોકટરની ગેરહાજરીમાં સ્ટાફે ડીલીવરી કરી હતી અને પ્રસુતાએ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં તેઓની તબીયત લથડતા ડોકટરે આવી તપાસ કરતા શરીરમાં હાડકુ ભાંગી ગયાનું સામે આવ્યુ હતુ. આથી તેઓને રીફર કરાતા પરિવારજનો ખાનગી એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જતા હતા. જયાં સાણંદથી આગળ પહોંચતા પરિણીતાનું મોત થયુ હતુ. આ બનાવની જાણ થતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી ડો. બી.જી.ગોહીલ સહિત આરોગ્ય વિભાગની ટીમે સી.જે. હોસ્પિટલ જઈને ડોકટર તથા સ્ટાફના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુવિધાવાળી એમ્બ્યુલન્સ હોત તો જીવ બચાવી શકાયો હોત વઢવાણ તાલુકા હેલ્થ ઓફીસર ડો. હરીત પાદરીયાએ જણાવ્યુ કે, પરિણીતાને અમદાવાદ ખાનગી અને ઈકો કારમાં ચાલતી આધુનીક સુવિધા વગરની એમ્બ્લુયન્સમાં લઈ જવાયા હતા. જો 108 કે આધુનીક સુવીધાવાળી આઈસીયુ ઓન વ્હીલ્સમાં તેઓને રીફર કરાયા હોત તો કદાચ પરિણીતાનો જીવ બચી શકયો હોત. સી.જે.હોસ્પિટલમાંથી કોઈ સ્ટાફ સાથે ન ગયો સામાન્ય રીતે પ્રસવના કેસમાં દર્દીને રીફર કરાય તો આશાવર્કરો તેમની સાથે જાય છે. ત્યારે આ કેસમાં પણ કોઈ આશાવર્કર સાથે ન ગયા હતા. આ ઉપરાંત સી.જે.હોસ્પીટલ દ્વારા પણ કોઈ સ્ટાફ નર્સને અમદાવાદ દર્દીની સાથે મોકલવાની તસ્દી લીધી ન હતી. જો કોઈ સ્ટાફ સાથે હોત તો તેઓ પણ દર્દીનો જીવ બચાવી શકયા હોવાનું મનાય છે.

Surendranagar: સી.જે. હોસ્પિ.માં પ્રસવ બાદ રિફર કરાયેલ પ્રસૂતાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર રહેતા પરીવારની 23 વર્ષીય પરિણીતાને પ્રથમ ડીલીવરી હતી. આથી તેઓને સી. જે. હોસ્પિટલ લઈ જવાયા હતા.

જેમાં ડીલીવરી પહેલા તેઓ બાથરૂમ જતા પડી ગયા હતા. ત્યારબાદ ડીલીવરી પછી તેઓને અમદાવાદ રીફર કરાયા હતા. જેમાં અમદાવાદ પહોંચે તે પહેલા તેઓનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલ જઈ ડોકટર અને સ્ટાફના નિવેદન લીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં માતા મરણના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. થોડા સમય પહેલા જ ધ્રાંગધ્રા પંથકમાં માતા મરણનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી સુરેન્દ્રનગરમાં આવો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર રહેતા પરીવારની 23 વર્ષીય પરીણીતાના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ત્યારે ગત તા. 11-10ના રોજ તેઓને પ્રસવ પીડા ઉપડતા સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં લેબરરૂમમાં બાથરૂમ જતા સમયે તેઓ પડી જતા ડોકટરની ગેરહાજરીમાં સ્ટાફે ડીલીવરી કરી હતી અને પ્રસુતાએ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં તેઓની તબીયત લથડતા ડોકટરે આવી તપાસ કરતા શરીરમાં હાડકુ ભાંગી ગયાનું સામે આવ્યુ હતુ. આથી તેઓને રીફર કરાતા પરિવારજનો ખાનગી એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જતા હતા. જયાં સાણંદથી આગળ પહોંચતા પરિણીતાનું મોત થયુ હતુ.

આ બનાવની જાણ થતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી ડો. બી.જી.ગોહીલ સહિત આરોગ્ય વિભાગની ટીમે સી.જે. હોસ્પિટલ જઈને ડોકટર તથા સ્ટાફના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુવિધાવાળી એમ્બ્યુલન્સ હોત તો જીવ બચાવી શકાયો હોત

વઢવાણ તાલુકા હેલ્થ ઓફીસર ડો. હરીત પાદરીયાએ જણાવ્યુ કે, પરિણીતાને અમદાવાદ ખાનગી અને ઈકો કારમાં ચાલતી આધુનીક સુવિધા વગરની એમ્બ્લુયન્સમાં લઈ જવાયા હતા. જો 108 કે આધુનીક સુવીધાવાળી આઈસીયુ ઓન વ્હીલ્સમાં તેઓને રીફર કરાયા હોત તો કદાચ પરિણીતાનો જીવ બચી શકયો હોત.

સી.જે.હોસ્પિટલમાંથી કોઈ સ્ટાફ સાથે ન ગયો

સામાન્ય રીતે પ્રસવના કેસમાં દર્દીને રીફર કરાય તો આશાવર્કરો તેમની સાથે જાય છે. ત્યારે આ કેસમાં પણ કોઈ આશાવર્કર સાથે ન ગયા હતા. આ ઉપરાંત સી.જે.હોસ્પીટલ દ્વારા પણ કોઈ સ્ટાફ નર્સને અમદાવાદ દર્દીની સાથે મોકલવાની તસ્દી લીધી ન હતી. જો કોઈ સ્ટાફ સાથે હોત તો તેઓ પણ દર્દીનો જીવ બચાવી શકયા હોવાનું મનાય છે.