Congress નેતાનું વિવાદાસ્પદ નિવેદન! ‘પાકિસ્તાનની હવા આવશે અને ભાજપને હરાવશે’

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. ત્રણેય પાર્ટીઓ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે સૂઈ ગામમાં આયોજિત જાહેરસભામાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર દ્વારા ભારતીય જનતા પાર્ટી વિશે નિવેદન કરતા કહ્યું હતું કે, “પાકિસ્તાનની વાત કરીને પ્રજાને ભોળવવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી, આ નડાબેટથી પાકિસ્તાનની હવા આવશે અને ભારતીય જનતા પાર્ટી તને પણ હરાવી દેશે. આ વાતાવરણ એ વાવની જનતાની અંદર ઉભુ કરવાનું છે.” ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ વાવ બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કદાવર નેતા ગેનીબેન ઠાકોર વિજય બન્યા હતા પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર વિજયી બનતા વિધાનસભાની બેઠક ખાલી કરી હતી જેને લઈને પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂત અને ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વાવ વિધાનસભા મત વિસ્તારમાં ઠાકોરની વસ્તી 44000 છે અને રાજપૂત મતદારો 41000 છે. જેને લઈને ઠાકોર Vs રાજપૂત જેવી થશે. ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર ઉમેદવાર ઉભા રાખતા ગેનીબેન ઠાકોરની પરીક્ષા થનાર છે. ઠાકોર સમાજના મત મેળવવા ગેનીબેન માટે કસોટી થઈ રહેશે. ભાજપ દ્વારા ઠાકોર ઉમેદવારને ટિકિટ આપતા જ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, આ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે. વાવ બેઠકમાં જાતિ સમીકરણ? જાતિ-જ્ઞાતિનું સમીકરણની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે 30 હજાર દલિત મતદારો, 43 હજાર ચૌધરી મતદારો, મુસ્લિમ મતદારો 14,500, બ્રાહ્મણ મતદારો 15,000, ઠાકોર મતદારો 44,000, રબારી મતદારો 19,000 અને 41 હજાર રાજપૂત મતદારો છે. વાવ વિધાનસભાના કુલ 321 પોલીંગ સ્ટેશન છે. કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે, એ પણ એક હકીકત છે.

Congress નેતાનું વિવાદાસ્પદ નિવેદન! ‘પાકિસ્તાનની હવા આવશે અને ભાજપને હરાવશે’

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. ત્રણેય પાર્ટીઓ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે સૂઈ ગામમાં આયોજિત જાહેરસભામાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર દ્વારા ભારતીય જનતા પાર્ટી વિશે નિવેદન કરતા કહ્યું હતું કે, “પાકિસ્તાનની વાત કરીને પ્રજાને ભોળવવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી, આ નડાબેટથી પાકિસ્તાનની હવા આવશે અને ભારતીય જનતા પાર્ટી તને પણ હરાવી દેશે. આ વાતાવરણ એ વાવની જનતાની અંદર ઉભુ કરવાનું છે.”

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

વાવ બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કદાવર નેતા ગેનીબેન ઠાકોર વિજય બન્યા હતા પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર વિજયી બનતા વિધાનસભાની બેઠક ખાલી કરી હતી જેને લઈને પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂત અને ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વાવ વિધાનસભા મત વિસ્તારમાં ઠાકોરની વસ્તી 44000 છે અને રાજપૂત મતદારો 41000 છે. જેને લઈને ઠાકોર Vs રાજપૂત જેવી થશે. ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર ઉમેદવાર ઉભા રાખતા ગેનીબેન ઠાકોરની પરીક્ષા થનાર છે. ઠાકોર સમાજના મત મેળવવા ગેનીબેન માટે કસોટી થઈ રહેશે. ભાજપ દ્વારા ઠાકોર ઉમેદવારને ટિકિટ આપતા જ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, આ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે.

વાવ બેઠકમાં જાતિ સમીકરણ?

જાતિ-જ્ઞાતિનું સમીકરણની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે 30 હજાર દલિત મતદારો, 43 હજાર ચૌધરી મતદારો, મુસ્લિમ મતદારો 14,500, બ્રાહ્મણ મતદારો 15,000, ઠાકોર મતદારો 44,000, રબારી મતદારો 19,000 અને 41 હજાર રાજપૂત મતદારો છે. વાવ વિધાનસભાના કુલ 321 પોલીંગ સ્ટેશન છે. કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે, એ પણ એક હકીકત છે.