Vadodara: બોગસ ખેડૂત કેસમાં કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીની ધરપકડ

વડોદરાના ડભોઇ નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીની બોગસ ખેડૂત કેસમાં પોલીસે અટકાયત કરી છે. કોર્પોરેટર સુભાષ ભોજવાણી હાલ વોર્ડ નંબર 6ના સભ્ય છે. ઉપરાંત ડભોઇ શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પણ તેઓ રહી ચુક્યા છે. તેમની પર જમીનના જુના કેસમાં ખોટું પેઢીનામુ બનાવવાનો આક્ષેપ થયો હતો. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ડભોઈ મામલતદાર પી.આર.સંગાડા દ્વારા ડભોઈ પોલીસ મથકમાં કરેલી ફરિયાદ મુજબ ડભોઇ નગરના માજી પ્રમુખ અને કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી અને ભરત ભોજવાણીએ ખોટું પેઢીનામું બનાવી ડભોઈ તલાટીની સહી કરાવીને તેનો સાચા પેઢીનામા તરીકે સરકારી કચેરીમાં રજુ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ડભોઈના સીતપુર ગામની સર્વે નંબર 557 વાળી ખેતીની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ થતા 7 જૂન 2016ના રોજ ગામ ફેરફાર નોંધ નંબર 3723થી પાડવામાં આવી હતી. ઈસ્માઈલ છીતુભાઈ મલેક (રહે-સીતપુર) દ્વારા આપેલી વાંધા અરજી મુજબ વેચાણ લેનાર જન્મજાત ખેડૂત નથી તેવી રજૂઆત કરી હતી. કેસના નિર્ણયના વિવેચન મુજબ જમીન વેચાણ રાખનાર જન્મજાત ખેડૂત ખાતેદાર હોવા બાબતે ગુજરાત હાઈકોર્ટમા કેસ ચાલતો હોવાથી કોર્ટે 3 ઓગષ્ટ 2015ના ઓરલ ઓર્ડરથી વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા ભરત ભોજવાણી દ્વારા જે પેઢીનામું રજુ કરાયું હતું. તે જોતા સુમનદાસ અમુલદાસ ભોજવાણી 11 સપ્ટેમ્બર 1980ના રોજ મરણ પામ્યાં હતાં. જ્યારે આ પેઢીનામામાં 20 જુલાઈ 2007ના રોજ કમળાબેન સુમનદાસ જે હયાત છે તેમની ઉંમર 65 વર્ષ દર્શાવેલી હતી. જ્યારે સૌથી મોટો પુત્ર ભીમનદાસની ઉંમર 70 વર્ષ તેમજ પુત્ર ચેતનદાસની ઉંમર 55 વર્ષ દર્શાવી હતી. જેથી આ પેઢીનામું ખોટું હોવાનું બહાર આવ્યું હતું.

Vadodara: બોગસ ખેડૂત કેસમાં કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ડભોઇ નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીની બોગસ ખેડૂત કેસમાં પોલીસે અટકાયત કરી છે. કોર્પોરેટર સુભાષ ભોજવાણી હાલ વોર્ડ નંબર 6ના સભ્ય છે. ઉપરાંત ડભોઇ શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પણ તેઓ રહી ચુક્યા છે. તેમની પર જમીનના જુના કેસમાં ખોટું પેઢીનામુ બનાવવાનો આક્ષેપ થયો હતો. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ડભોઈ મામલતદાર પી.આર.સંગાડા દ્વારા ડભોઈ પોલીસ મથકમાં કરેલી ફરિયાદ મુજબ ડભોઇ નગરના માજી પ્રમુખ અને કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી અને ભરત ભોજવાણીએ ખોટું પેઢીનામું બનાવી ડભોઈ તલાટીની સહી કરાવીને તેનો સાચા પેઢીનામા તરીકે સરકારી કચેરીમાં રજુ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ડભોઈના સીતપુર ગામની સર્વે નંબર 557 વાળી ખેતીની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ થતા 7 જૂન 2016ના રોજ ગામ ફેરફાર નોંધ નંબર 3723થી પાડવામાં આવી હતી. ઈસ્માઈલ છીતુભાઈ મલેક (રહે-સીતપુર) દ્વારા આપેલી વાંધા અરજી મુજબ વેચાણ લેનાર જન્મજાત ખેડૂત નથી તેવી રજૂઆત કરી હતી. કેસના નિર્ણયના વિવેચન મુજબ જમીન વેચાણ રાખનાર જન્મજાત ખેડૂત ખાતેદાર હોવા બાબતે ગુજરાત હાઈકોર્ટમા કેસ ચાલતો હોવાથી કોર્ટે 3 ઓગષ્ટ 2015ના ઓરલ ઓર્ડરથી વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો.

મામલતદાર દ્વારા ભરત ભોજવાણી દ્વારા જે પેઢીનામું રજુ કરાયું હતું. તે જોતા સુમનદાસ અમુલદાસ ભોજવાણી 11 સપ્ટેમ્બર 1980ના રોજ મરણ પામ્યાં હતાં. જ્યારે આ પેઢીનામામાં 20 જુલાઈ 2007ના રોજ કમળાબેન સુમનદાસ જે હયાત છે તેમની ઉંમર 65 વર્ષ દર્શાવેલી હતી. જ્યારે સૌથી મોટો પુત્ર ભીમનદાસની ઉંમર 70 વર્ષ તેમજ પુત્ર ચેતનદાસની ઉંમર 55 વર્ષ દર્શાવી હતી. જેથી આ પેઢીનામું ખોટું હોવાનું બહાર આવ્યું હતું.