મેમો નહી આપવા માટે ટ્રાફિક પોલીસનો લોકરક્ષક રૃા.૪૦૦ની લાંચ લેતા ઝડપાયો

વડોદરા, તા.20 શહેરના મોતીબાગ પાસે ટ્રાફિક પોલીસના ટોઇંગ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ મેમો નહી આપવા બદલ વાહનચાલક પાસેથી રૃા.૪૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.આ અંગેની વિગત એવી છે કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નો પાર્કિગ ઝોનમાં મૂકાયેલા વાહનોને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા બાદ ટોઇંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જુદા જુદા બહાના હેઠળ વાહનચાલકોને મેમો નહી આપવા બદલ વાહનચાલકો પાસેથી રૃા.૫૦૦થી ૭૦૦ જેટલી લાંચની રકમની માંગણી કરે છે તેવી માહિતી એસીબીને મળી હતી.દરમિયાન એસીબી દ્વારા એક વાહનચાલકની મદદ મેળવી ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીબીના મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન. પ્રજાપતિએ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. વાહનચાલકનું વાહન નો પાર્કિંગમાંથી લઇ તેને મોતીબાગ ખાતેના ટોઇંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું. આ વખતે ત્યાં ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષક અશોક કનુજી મકવાણાએ મેમો નહી આપવા માટે રૃા.૪૦૦ માંગ્યા હતાં. લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે લોકરક્ષક અશોક મકવાણાને ઝડપી પાડયો હતો.

મેમો નહી આપવા માટે  ટ્રાફિક પોલીસનો લોકરક્ષક રૃા.૪૦૦ની લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.20 શહેરના મોતીબાગ પાસે ટ્રાફિક પોલીસના ટોઇંગ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ મેમો નહી આપવા બદલ વાહનચાલક પાસેથી રૃા.૪૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નો પાર્કિગ ઝોનમાં મૂકાયેલા વાહનોને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા બાદ ટોઇંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જુદા જુદા બહાના હેઠળ વાહનચાલકોને મેમો નહી આપવા બદલ વાહનચાલકો પાસેથી રૃા.૫૦૦થી ૭૦૦ જેટલી લાંચની રકમની માંગણી કરે છે તેવી માહિતી એસીબીને મળી હતી.

દરમિયાન એસીબી દ્વારા એક વાહનચાલકની મદદ મેળવી ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીબીના મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન. પ્રજાપતિએ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. વાહનચાલકનું વાહન નો પાર્કિંગમાંથી લઇ તેને મોતીબાગ ખાતેના ટોઇંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું. આ વખતે ત્યાં ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષક અશોક કનુજી મકવાણાએ મેમો નહી આપવા માટે રૃા.૪૦૦ માંગ્યા હતાં. લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે લોકરક્ષક અશોક મકવાણાને ઝડપી પાડયો હતો.