AMCના આરોગ્ય વિભાગની મચ્છર નિયંત્રણ ઝુંબેશ, 77 એકમોને 1.96 લાખનો દંડ
AMCના આરોગ્ય વિભાગે 309 સરકારી અને ખાનગી એકમો ચકાસ્યા77 એકમમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા મચ્છરનો સૌથી વધુ ઉપદ્રવ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં જોવા મળ્યો AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મચ્છર નિયંત્રણને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી છે. AMC દ્વારા 309 સરકારી અને ખાનગી એકમોને તપાસવામાં આવ્યા છે. જે પૈકી 77 એકમમાં મચ્છરનાં બ્રીડિંગ મળી આવ્યા છે. મચ્છરના બ્રીડિંગ મળેલા 77 એકમોને 1.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો તમને જણાવી દઈએ કે શહેરમાં એક તરફ મચ્છરજન્ય રોગચાળાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં શહેરમાં તપાસ કરતા આરોગ્ય ટીમને 77 એકમ પર મચ્છરના બ્રીડિંગ મળી આવતા આ તમામ એકમોને રૂપિયા 1.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરમાં સૌથી વધારે મચ્છરનો ઉપદ્રવ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલા પણ AMCનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અચાનક હરકતમાં આવ્યો હતો અને AMCના આરોગ્ય વિભાગે શહેરમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં મચ્છરના બ્રિડિંગને લઈને કન્સ્ટ્રક્શન સાઈટો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું અને કેટલીક સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ નજીક આવેલી શ્યામ હાઈટ્સ નામની સાઈટ્સને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ કન્સ્ટ્રક્શન સાઈટ્સ પરથી મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યુ હતું અને તે પછી આ કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી હતી. શહેરમાં વધી રહેલા આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને શહેરીજનોમાં ફફડાટ ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યો છે. શંકાસ્પદ લાગે તે તમામ સ્થળ પર ટીમ દ્વારા કડક હાથે ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ આરોગ્યની ટીમ દ્વારા કેટલાક વેપારીઓને સ્વચ્છતા નહીં જાળવવાને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે અને તમામ લોકો મચ્છરનું બ્રિડિંગ અને અન્ય ગંદકી ના થાય તેને લઈને સર્તકતા દાખવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- AMCના આરોગ્ય વિભાગે 309 સરકારી અને ખાનગી એકમો ચકાસ્યા
- 77 એકમમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા
- મચ્છરનો સૌથી વધુ ઉપદ્રવ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં જોવા મળ્યો
AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મચ્છર નિયંત્રણને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી છે. AMC દ્વારા 309 સરકારી અને ખાનગી એકમોને તપાસવામાં આવ્યા છે. જે પૈકી 77 એકમમાં મચ્છરનાં બ્રીડિંગ મળી આવ્યા છે.
મચ્છરના બ્રીડિંગ મળેલા 77 એકમોને 1.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે શહેરમાં એક તરફ મચ્છરજન્ય રોગચાળાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં શહેરમાં તપાસ કરતા આરોગ્ય ટીમને 77 એકમ પર મચ્છરના બ્રીડિંગ મળી આવતા આ તમામ એકમોને રૂપિયા 1.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરમાં સૌથી વધારે મચ્છરનો ઉપદ્રવ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં જોવા મળ્યો છે.
થોડા દિવસ પહેલા પણ AMCનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અચાનક હરકતમાં આવ્યો હતો અને AMCના આરોગ્ય વિભાગે શહેરમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં મચ્છરના બ્રિડિંગને લઈને કન્સ્ટ્રક્શન સાઈટો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું અને કેટલીક સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ દરમિયાન શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ નજીક આવેલી શ્યામ હાઈટ્સ નામની સાઈટ્સને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ કન્સ્ટ્રક્શન સાઈટ્સ પરથી મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યુ હતું અને તે પછી આ કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી હતી. શહેરમાં વધી રહેલા
આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને શહેરીજનોમાં ફફડાટ
ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યો છે. શંકાસ્પદ લાગે તે તમામ સ્થળ પર ટીમ દ્વારા કડક હાથે ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ આરોગ્યની ટીમ દ્વારા કેટલાક વેપારીઓને સ્વચ્છતા નહીં જાળવવાને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે અને તમામ લોકો મચ્છરનું બ્રિડિંગ અને અન્ય ગંદકી ના થાય તેને લઈને સર્તકતા દાખવી રહ્યા છે.