Surendranagar શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના 5જુન બાદ જગવિખ્યાત તરણેતર મેળાનો આરંભ
પાંચાળ પંથકમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુક્રવારથી આરંભ થયો છે. ચોટીલાના ધારાસભ્ય, કલેકટર સહિતનાઓએ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવજીનું પુજન-અર્ચન કરી તરણેતરના મેળાને ખૂલ્લો મુકયો હતો.આ તકે તેઓએ તરણેતર લોકમેળો રોજગારીનું, સાંસ્કૃતીક વિરાસતની જાળવણીનું, કલા પ્રદર્શનનું, હળવા-મળવાનું શ્રેષ્ટ પ્લેટફોર્મ હોવાનું જણાવ્યુ હતુ. તા. તા. 9મી સુધી યોજાનાર મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. કંકુવરણી ભોમકા એવા પાંચાળ પંથકમાં દર વર્ષે તરણેતરીયો મેળો યોજાય છે. તા. 6ઠ્ઠીએ ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કલેકટર કે.સી.સંપત, ડીડીઓ રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા સહિતનાઓ હસ્તે મેળાને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. મેળાને ખૂલ્લો મુકયા બાદ કલેકટરે જણાવ્યુ કે, આ મેળામાં માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશથી શ્રધ્ધાળુઓ અને મેળાને માણવા અને મહાદેવજીની પુજા કરી કુંડમાં સ્નાન કરવા આવે છે. આથી આ લોકમેળાનું અનેરૂ મહત્વ છે. સરકારે મેળામાં આવતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે સુચારૂ આયોજન કર્યુ છે. મેળામાં ગ્રામીણ ઓલમ્પીક અને પશુ પ્રદર્શન થકી મેળાની આગવી ઓળખ બની છે. આ મેળો આસપાસના લોકોને રોજગારી પણ પુરી પાડે છે. આ સાથે તેઓએ મેળાના માણીગરોને સ્વચ્છતા જાળવવા, સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા પણ અપીલ કરી છે. આ વર્ષે પણ મલ્ટી મીડિયા પ્રદર્શનને ખુલ્લુ મુકાયું હતું. જેમાં વિકસીત ભારત જ્ર 2047ની થીમ પર પ્રદશર્ની રખાઈ છે. દર વર્ષે યોજાતા તરણેતર મેળામાં ગ્રામીણ ઓલમ્પીક આકર્ષણનું કેન્દ્ર રહે છે. જેમાં ટુંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, સ્લો સાયકલીંક, લંગડી, દોરડા કુદ, માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોંગમેન, ખાંડના લાડવા ખાવાની હરિફાઈ, રસ્સા ખેંચ, સાતોડી, નાળીયેર ફેંક જેવી રમતો યોજાય છે. મેળાનું ઉદ્દઘાટન કેબીનેટ મંત્રીઓ મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે થનાર હતું. પરંતુ આ બન્નેમાંથી એક પણ મંત્રી હાજર ન રહેતા અંતે સ્થાનીક ધારાસભ્ય સહિતનાઓના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો છે. મેળામાં 100 અધિકારી સહિત 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત । જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ કુમાર પંડયાએ જણાવ્યુ કે, મેળામાં કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે મેળામાં 100 અધિકારી સહિત 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં 100થી વધુ કર્મીઓ બોડી ઓન કેમેરા સાથે ફરશે. આ ઉપરાંત માઉન્ટેન પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો પણ બંદોબસ્તમાં મુકાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાંચાળ પંથકમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુક્રવારથી આરંભ થયો છે. ચોટીલાના ધારાસભ્ય, કલેકટર સહિતનાઓએ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવજીનું પુજન-અર્ચન કરી તરણેતરના મેળાને ખૂલ્લો મુકયો હતો.
આ તકે તેઓએ તરણેતર લોકમેળો રોજગારીનું, સાંસ્કૃતીક વિરાસતની જાળવણીનું, કલા પ્રદર્શનનું, હળવા-મળવાનું શ્રેષ્ટ પ્લેટફોર્મ હોવાનું જણાવ્યુ હતુ. તા. તા. 9મી સુધી યોજાનાર મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.
કંકુવરણી ભોમકા એવા પાંચાળ પંથકમાં દર વર્ષે તરણેતરીયો મેળો યોજાય છે. તા. 6ઠ્ઠીએ ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કલેકટર કે.સી.સંપત, ડીડીઓ રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા સહિતનાઓ હસ્તે મેળાને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. મેળાને ખૂલ્લો મુકયા બાદ કલેકટરે જણાવ્યુ કે, આ મેળામાં માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશથી શ્રધ્ધાળુઓ અને મેળાને માણવા અને મહાદેવજીની પુજા કરી કુંડમાં સ્નાન કરવા આવે છે. આથી આ લોકમેળાનું અનેરૂ મહત્વ છે. સરકારે મેળામાં આવતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે સુચારૂ આયોજન કર્યુ છે. મેળામાં ગ્રામીણ ઓલમ્પીક અને પશુ પ્રદર્શન થકી મેળાની આગવી ઓળખ બની છે. આ મેળો આસપાસના લોકોને રોજગારી પણ પુરી પાડે છે. આ સાથે તેઓએ મેળાના માણીગરોને સ્વચ્છતા જાળવવા, સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા પણ અપીલ કરી છે. આ વર્ષે પણ મલ્ટી મીડિયા પ્રદર્શનને ખુલ્લુ મુકાયું હતું. જેમાં વિકસીત ભારત જ્ર 2047ની થીમ પર પ્રદશર્ની રખાઈ છે. દર વર્ષે યોજાતા તરણેતર મેળામાં ગ્રામીણ ઓલમ્પીક આકર્ષણનું કેન્દ્ર રહે છે. જેમાં ટુંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, સ્લો સાયકલીંક, લંગડી, દોરડા કુદ, માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોંગમેન, ખાંડના લાડવા ખાવાની હરિફાઈ, રસ્સા ખેંચ, સાતોડી, નાળીયેર ફેંક જેવી રમતો યોજાય છે. મેળાનું ઉદ્દઘાટન કેબીનેટ મંત્રીઓ મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે થનાર હતું. પરંતુ આ બન્નેમાંથી એક પણ મંત્રી હાજર ન રહેતા અંતે સ્થાનીક ધારાસભ્ય સહિતનાઓના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો છે.
મેળામાં 100 અધિકારી સહિત 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત । જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ કુમાર પંડયાએ જણાવ્યુ કે, મેળામાં કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે મેળામાં 100 અધિકારી સહિત 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં 100થી વધુ કર્મીઓ બોડી ઓન કેમેરા સાથે ફરશે. આ ઉપરાંત માઉન્ટેન પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો પણ બંદોબસ્તમાં મુકાયા છે.