SMCના PSI જે.એમ.પઠાણના મોતનો કેસ, હજુ પણ આરોપીઓને પકડવામાં પોલીસના હવાતિયાં
રાજ્યમાં વધી રહેલો દારૂ અને અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સૂચવે છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સાથે જ બુટલેગરોને તો જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કર્યાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ નજીક બુટલેગરનો પીછો કરતા અકસ્માતમાં PSIનું મોત થયાના સમાચાર સામે આવ્યા હતા આ સમગ્ર કેસમાં બે દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડની બહર છે. વાહનની ટક્કરે PSI પઠાણનું મોત થયું હતું સુરેન્દ્રનગરમાં દારૂની રેડ કરવા ગયેલા પીએસઆઈ પઠાણનું અકસ્માતમાં મોત થયું હતુ જેમા વાહનની ટક્કરે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.દારૂ ભરેલી કાર અંગે બાતમી મળી હતી અને તેને લઈ પીએસઆઈ દ્રારા રેડ કરવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,પોલીસ દ્રારા હજી સુધી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો નથી.કારને રોકવા માટે SMCની ટીમે નાકાબંધી કરી હતી પરંતુ પૂરપાટ ઝડપે બુટલેગરે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.જાણો શું હતો સમગ્ર કેસ સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં SMCના PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. ગુજરાતમાં બુટલેગરો બેખૌફ ગુજરાતમાં દારૂના હેરફેર અને બુટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બુટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાય છે. દર વર્ષે વિધાનસભા સત્રમાં પણ દારૂની હેરાફેરીને લઈને વિપક્ષ પ્રશ્ન ઉઠાવતી હોય છે. તેની સામે સરકાર જવાબ પણ રજૂ કરે છે. ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે, દારૂ પીવાય પણ છે. દારૂબંધી હોવા છતાં અને સરહદ પર આટલી પાબંદી અને ચેકીંગ હોવા છતાં કેવી રીતે દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યમાં કઈ ગેંગ સક્રિય છે, જે ગુજરાતમાં કરોડોનો દારૂ પહોંચાડે છે. આ ગેગની મોડ્સ ઓપરેન્ડી શુ છે. ક્યાં ક્યાં પેંતરાં અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે એ પણ રસપ્રદ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વધી રહેલો દારૂ અને અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સૂચવે છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સાથે જ બુટલેગરોને તો જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કર્યાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ નજીક બુટલેગરનો પીછો કરતા અકસ્માતમાં PSIનું મોત થયાના સમાચાર સામે આવ્યા હતા આ સમગ્ર કેસમાં બે દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડની બહર છે.
વાહનની ટક્કરે PSI પઠાણનું મોત થયું હતું
સુરેન્દ્રનગરમાં દારૂની રેડ કરવા ગયેલા પીએસઆઈ પઠાણનું અકસ્માતમાં મોત થયું હતુ જેમા વાહનની ટક્કરે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.દારૂ ભરેલી કાર અંગે બાતમી મળી હતી અને તેને લઈ પીએસઆઈ દ્રારા રેડ કરવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,પોલીસ દ્રારા હજી સુધી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો નથી.કારને રોકવા માટે SMCની ટીમે નાકાબંધી કરી હતી પરંતુ પૂરપાટ ઝડપે બુટલેગરે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.
જાણો શું હતો સમગ્ર કેસ
સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં SMCના PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ
ગુજરાતમાં દારૂના હેરફેર અને બુટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બુટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાય છે. દર વર્ષે વિધાનસભા સત્રમાં પણ દારૂની હેરાફેરીને લઈને વિપક્ષ પ્રશ્ન ઉઠાવતી હોય છે. તેની સામે સરકાર જવાબ પણ રજૂ કરે છે. ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે, દારૂ પીવાય પણ છે. દારૂબંધી હોવા છતાં અને સરહદ પર આટલી પાબંદી અને ચેકીંગ હોવા છતાં કેવી રીતે દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યમાં કઈ ગેંગ સક્રિય છે, જે ગુજરાતમાં કરોડોનો દારૂ પહોંચાડે છે. આ ગેગની મોડ્સ ઓપરેન્ડી શુ છે. ક્યાં ક્યાં પેંતરાં અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે એ પણ રસપ્રદ છે.