Gujaratમાં ધોરણ 9, 10માં ડ્રોપઆઉટ રેશિયો 23.28%, બાળકોની સંખ્યા 7.58 લાખને પાર

રાજ્યના 7.58 લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુનઃ શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આવા બાળકોનો સર્વે કરવા માટે સુચના અપાઈ છે. આ માટે 30 નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ઓક્ટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1.15 લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે.મળતી માહિતી મુજબ, રાજ્યમાં ધો. 9, 10માં ડ્રોપઆઉટ રેશિયો 23.28% થયો છે. 21 શાળા પ્રવેશોત્સવ બાદ પણ રેશિયો ઊંચો નોંધાયો છે.  રાજ્યમાં અનટ્રેસ-ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ નોંધાઇ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ છે.  ધો. 1થી 5માં 1.17%, ધો. 6થી 8માં 2.68% ડ્રોપઆઉટ રેટ જ્યારે ધો. 8 પછી ગર્લ્સ કરતા બોય્ઝનો રેટ ઊંચો છે. આમ, શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કામોના અભાવનું આ પરિણામ છે તેવું લાગી રહ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદાજુદા કારણોથી શાળા બહાર રહેલા 6થી 19 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ-1થી 12નું શિક્ષણ પુર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમના શૈક્ષણિક પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, જે અન્વયે બાળકોનો સર્વે કરીને બાળકોની વયને અનુરૂપ શૈક્ષણિક પુનઃ વસન અને જરૂર પડે તો ખાસ તાલીમ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના ડાયસના ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ટ્રાન્ઝીશનરેટ ઓછો છે. ધોરણ-6થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેટ વધારે છે, આ બાળકોને મુખ્યધારામાં લાવવા માટે બાળકોનો સર્વે કરવા માટે આદેશ અપાયો છે. રાજ્યના ધોરણ-1થી 5નો ડ્રોપ આઉટ રેટ 1.17, ધોરણ-1થી 7નો ડ્રોપ આઉટ રેટ 2.68, ધોરણ-9થી 10નો ડ્રોપ આઉટ રેટ 23.28 અને ધોરણ-11થી 12નો ડ્રોપ આઉટ રેટ 6.19 છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકની વયકક્ષા મુજબ જે તે ધોરણમાં નામાંકનના પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ધોરણ-5ના તમામ બાળકો ધોરણ-6માં પ્રવેશે તે માટે અને ધોરણ-8ના તમામ બાળકો ધોરણ-9માં નામાંકન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ, છતાં ઘણા બાળકો અનટ્રેક રહેલા છે. 

Gujaratમાં ધોરણ 9, 10માં ડ્રોપઆઉટ રેશિયો 23.28%, બાળકોની સંખ્યા 7.58 લાખને પાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના 7.58 લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુનઃ શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આવા બાળકોનો સર્વે કરવા માટે સુચના અપાઈ છે. આ માટે 30 નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ઓક્ટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1.15 લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં ધો. 9, 10માં ડ્રોપઆઉટ રેશિયો 23.28% થયો છે. 21 શાળા પ્રવેશોત્સવ બાદ પણ રેશિયો ઊંચો નોંધાયો છે.  રાજ્યમાં અનટ્રેસ-ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ નોંધાઇ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ છે.  ધો. 1થી 5માં 1.17%, ધો. 6થી 8માં 2.68% ડ્રોપઆઉટ રેટ જ્યારે ધો. 8 પછી ગર્લ્સ કરતા બોય્ઝનો રેટ ઊંચો છે. આમ, શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કામોના અભાવનું આ પરિણામ છે તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદાજુદા કારણોથી શાળા બહાર રહેલા 6થી 19 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ-1થી 12નું શિક્ષણ પુર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમના શૈક્ષણિક પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, જે અન્વયે બાળકોનો સર્વે કરીને બાળકોની વયને અનુરૂપ શૈક્ષણિક પુનઃ વસન અને જરૂર પડે તો ખાસ તાલીમ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના ડાયસના ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ટ્રાન્ઝીશનરેટ ઓછો છે. ધોરણ-6થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેટ વધારે છે, આ બાળકોને મુખ્યધારામાં લાવવા માટે બાળકોનો સર્વે કરવા માટે આદેશ અપાયો છે. 

રાજ્યના ધોરણ-1થી 5નો ડ્રોપ આઉટ રેટ 1.17, ધોરણ-1થી 7નો ડ્રોપ આઉટ રેટ 2.68, ધોરણ-9થી 10નો ડ્રોપ આઉટ રેટ 23.28 અને ધોરણ-11થી 12નો ડ્રોપ આઉટ રેટ 6.19 છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકની વયકક્ષા મુજબ જે તે ધોરણમાં નામાંકનના પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ધોરણ-5ના તમામ બાળકો ધોરણ-6માં પ્રવેશે તે માટે અને ધોરણ-8ના તમામ બાળકો ધોરણ-9માં નામાંકન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ, છતાં ઘણા બાળકો અનટ્રેક રહેલા છે.