Junagadh વાસીઓ માટે ખુશીના સમાચાર, ગિરનાર પર્વત ઉપર 24 કલાક વીજળી મળશે

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર હવે 24 કલાક વીજળી મળી રહેશે.ટૂંક સમયમાં જ વિજળી મળી રહેશે અને વર્ષોથી જૂનાગઢ વાસીઓ જેની રાહ જોઈ રહ્યાં હતા તે સપનું પૂર્ણ થશે,સમગ્ર વાતને લઈ પીજીવીજીસીએલે કામગીરી આરંભી છે.સૌ પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં 4000 મીટરની ઊંચાઈ ઉપર વીજળી મળશે. 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે હિમાલયના દાદા અને ગરવા ગિરનાર ઉપર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે.માત્ર છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઈટ પહોંચાડવામાં આવતી હતી જેમાં વરસાદ અને પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને ઉપર આવેલા ધાર્મિક સ્થળોમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તે માટેની અવારનવાર માંગણી પણ કરવામાં આવી હતી. પીજીવીસીએલની ટીમ દ્વારા પ્રોજેકટ તૈયાર જે માંગણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.ગત ડિસેમ્બરમાં ગિરનાર ઉપર 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના છ ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે તેમજ અંડરગ્રાઉન્ડ વાયરીંગ કરવામાં આવ્યું છે.ટ્રાન્સફોર્મર કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. ગિરનાર ઝળહળી ઉઠશે ગિરનાર ઉપર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળે છે જેથી વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે જેમાં અંડરગ્રાઉન્ડ વાયરીંગ ઉપર ફેન્સીંગ કરવામાં આવ્યું છે આ ફેન્સીંગની મદદથી વાંદરા જેવા પ્રાણીઓની સુરક્ષા કરવામાં આવશે.આમ ટૂંક સમયમાં જ હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ બાદ 24 કલાક ગિરનાર ઉપર વીજ પુરવઠો મળશે અને ગિરનાર ઝળહળી ઉઠશે.

Junagadh વાસીઓ માટે ખુશીના સમાચાર, ગિરનાર પર્વત ઉપર 24 કલાક વીજળી મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર હવે 24 કલાક વીજળી મળી રહેશે.ટૂંક સમયમાં જ વિજળી મળી રહેશે અને વર્ષોથી જૂનાગઢ વાસીઓ જેની રાહ જોઈ રહ્યાં હતા તે સપનું પૂર્ણ થશે,સમગ્ર વાતને લઈ પીજીવીજીસીએલે કામગીરી આરંભી છે.સૌ પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં 4000 મીટરની ઊંચાઈ ઉપર વીજળી મળશે.

24 કલાક વીજ પુરવઠો મળી રહેશે

હિમાલયના દાદા અને ગરવા ગિરનાર ઉપર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે.માત્ર છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઈટ પહોંચાડવામાં આવતી હતી જેમાં વરસાદ અને પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને ઉપર આવેલા ધાર્મિક સ્થળોમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તે માટેની અવારનવાર માંગણી પણ કરવામાં આવી હતી.


પીજીવીસીએલની ટીમ દ્વારા પ્રોજેકટ તૈયાર

જે માંગણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.ગત ડિસેમ્બરમાં ગિરનાર ઉપર 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના છ ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે તેમજ અંડરગ્રાઉન્ડ વાયરીંગ કરવામાં આવ્યું છે.ટ્રાન્સફોર્મર કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે.


ગિરનાર ઝળહળી ઉઠશે

ગિરનાર ઉપર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળે છે જેથી વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે જેમાં અંડરગ્રાઉન્ડ વાયરીંગ ઉપર ફેન્સીંગ કરવામાં આવ્યું છે આ ફેન્સીંગની મદદથી વાંદરા જેવા પ્રાણીઓની સુરક્ષા કરવામાં આવશે.આમ ટૂંક સમયમાં જ હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ બાદ 24 કલાક ગિરનાર ઉપર વીજ પુરવઠો મળશે અને ગિરનાર ઝળહળી ઉઠશે.