Gujarat Government: 'MKKN યોજના' ડોક્ટર બનવાના સપના જોતી વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન

વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં દરેક ક્ષેત્રમાં ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓની ફળશ્રુતી રૂપે રાજ્યની દિકરીઓ શિક્ષિત થઈને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની દિકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ત્યારે ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)’ રાજ્ય સરકારના આ જ અભિગમને ચરિતાર્થ કરતી યોજના છે.અત્યાર સુધી રૂપિયા 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત વર્ષ 2017થી અત્યાર સુધીમાં 21,000થી વધુ વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકીર્દી બનાવવા માટે રૂપિયા 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરતી ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે (MBBS) પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી દિકરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. વિદ્યાર્થીનીએ NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલો હોવો ખુબ જ જરૂરી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા MBBSના અભ્યાક્રમ માટે રૂપિયા 4 લાખની સહાય ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીને NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલો હોવો ખુબ જ જરૂરી છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 160 કરોડની જોગવાઈ કરી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પરિણામે આજે રાજ્યની 'વ્હાઈટ-કોટ' મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના ડોક્ટર બનવાના સપનાને સાકાર કરી રહી છે. ડોક્ટર બનવાના સપના જોતી દરેક વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 160 કરોડની જોગવાઈ કરેલી છે.

Gujarat Government: 'MKKN યોજના' ડોક્ટર બનવાના સપના જોતી વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં દરેક ક્ષેત્રમાં ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓની ફળશ્રુતી રૂપે રાજ્યની દિકરીઓ શિક્ષિત થઈને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની દિકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ત્યારે ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)’ રાજ્ય સરકારના આ જ અભિગમને ચરિતાર્થ કરતી યોજના છે.

અત્યાર સુધી રૂપિયા 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત વર્ષ 2017થી અત્યાર સુધીમાં 21,000થી વધુ વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકીર્દી બનાવવા માટે રૂપિયા 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરતી ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે (MBBS) પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી દિકરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.

વિદ્યાર્થીનીએ NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલો હોવો ખુબ જ જરૂરી

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા MBBSના અભ્યાક્રમ માટે રૂપિયા 4 લાખની સહાય ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીને NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલો હોવો ખુબ જ જરૂરી છે.

રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 160 કરોડની જોગવાઈ કરી

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પરિણામે આજે રાજ્યની 'વ્હાઈટ-કોટ' મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના ડોક્ટર બનવાના સપનાને સાકાર કરી રહી છે. ડોક્ટર બનવાના સપના જોતી દરેક વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 160 કરોડની જોગવાઈ કરેલી છે.