Gujarat Rain: સૌરાષ્ટ્રનો મોટો ભાદર ડેમ ઓવરફ્લો, 22 ગામોને કરાયા એલર્ટ

ધોરાજી સહિતના 22 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા 46 ગામોની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા લગભગ દૂર થઈ ભારે વરસાદને પગલે 400થી વધુ ગામોમાં અંધારપટ છવાયો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ 26મી વખત ઓવરફ્લો થયો છે. જેમાં રાજકોટ, જેતપુર, વીરપુર, સહિતના 46 ગામોની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા લગભગ દૂર થઈ ગઈ છે. જેતપુર, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા ગઈકાલે 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની વિપુલ માત્રામાં આવક નોંધાઈ છે. સમગ્ર જિલ્લામાં જલ સંકટ દૂર થઈ ગયુ છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 400થી વધુ ગામોમાં અંધારપટ છવાયો છે. તેમજ 500 થાંભલા ભારે વરસાદમાં તૂટી પડ્યા છે. તેમજ 34 TC ફેઇલ થયા છે. તથા 1200થી વધુ ફીડરો બંધ થયા છે. વીજળી ગુલ થવાની ઢગલાબંધ ફરિયાદ વચ્ચે PGVCLની ટીમ કામે લાગી છે. સંખ્યાબંધ સ્થળે વૃક્ષ પડી જવાથી વીજ પ્રવાહ પ્રભાવિત બન્યો છે. રાજકોટના પડધરીના ઈશ્વરીયાથી મુંજકા જવાના પુલનું માટી કામ ધોવાયુ રાજકોટના પડધરીના ઈશ્વરીયાથી મુંજકા જવાના પુલનું માટી કામ ધોવાયુ છે. વરસાદી પાણીથી પુલની માટી ધોવાઈ છે. આ પુલ પર કોઈએ અવરજવર ન કરવા તાલુકા પ્રમુખ રોહિતભાઈ આહીર દ્વારા સૂચન કર્યું છે. તેમજ લોકોએ સાવચેત રહેવા સૂચન કર્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે ઘોઘમ નદીના પાણી ફરી વળ્યા છે. રાજકોટ બાદ સૌથી વધુ પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ગામની ત્રણ બાજુએ નદીઓ આવેલી છે. જેમાં થોરીયાળી ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. નદી પર બ્રિજ બનાવવા માટે અનેક વખત ગામ લોકોએ માગ કરી હતી. નદી પર બ્રિજ બનાવવામાં આવે તો ગામ લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

Gujarat Rain: સૌરાષ્ટ્રનો મોટો ભાદર ડેમ ઓવરફ્લો, 22 ગામોને કરાયા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોરાજી સહિતના 22 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા
  • 46 ગામોની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા લગભગ દૂર થઈ
  • ભારે વરસાદને પગલે 400થી વધુ ગામોમાં અંધારપટ છવાયો

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ 26મી વખત ઓવરફ્લો થયો છે. જેમાં રાજકોટ, જેતપુર, વીરપુર, સહિતના 46 ગામોની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા લગભગ દૂર થઈ ગઈ છે. જેતપુર, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે.

ગઈકાલે 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા

ગઈકાલે 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની વિપુલ માત્રામાં આવક નોંધાઈ છે. સમગ્ર જિલ્લામાં જલ સંકટ દૂર થઈ ગયુ છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 400થી વધુ ગામોમાં અંધારપટ છવાયો છે. તેમજ 500 થાંભલા ભારે વરસાદમાં તૂટી પડ્યા છે. તેમજ 34 TC ફેઇલ થયા છે. તથા 1200થી વધુ ફીડરો બંધ થયા છે. વીજળી ગુલ થવાની ઢગલાબંધ ફરિયાદ વચ્ચે PGVCLની ટીમ કામે લાગી છે. સંખ્યાબંધ સ્થળે વૃક્ષ પડી જવાથી વીજ પ્રવાહ પ્રભાવિત બન્યો છે.

રાજકોટના પડધરીના ઈશ્વરીયાથી મુંજકા જવાના પુલનું માટી કામ ધોવાયુ

રાજકોટના પડધરીના ઈશ્વરીયાથી મુંજકા જવાના પુલનું માટી કામ ધોવાયુ છે. વરસાદી પાણીથી પુલની માટી ધોવાઈ છે. આ પુલ પર કોઈએ અવરજવર ન કરવા તાલુકા પ્રમુખ રોહિતભાઈ આહીર દ્વારા સૂચન કર્યું છે. તેમજ લોકોએ સાવચેત રહેવા સૂચન કર્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે ઘોઘમ નદીના પાણી ફરી વળ્યા છે. રાજકોટ બાદ સૌથી વધુ પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ગામની ત્રણ બાજુએ નદીઓ આવેલી છે. જેમાં થોરીયાળી ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. નદી પર બ્રિજ બનાવવા માટે અનેક વખત ગામ લોકોએ માગ કરી હતી. નદી પર બ્રિજ બનાવવામાં આવે તો ગામ લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.