Gandhinagar: 1000 વર્ષ જૂના સ્વયંભૂ પ્રગટ થયેલા ડભોડિયા હનુમાન દાદાની કરાઇ મહાઆરતી
ગાંધીનગરનાં સુપ્રસિધ્ધ સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાન મંદિરે ધનતેરસની રાત્રે 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ડભોડા હનુમાનજીની આરતીનો લ્હાવો લેવાનું ભક્તોમાં ભારે માહત્મ્ય છે. ડભોડિયા હનુમાન મંદિર દેશનું એક માત્ર હનુમાન મંદિર છે જ્યાં ધનતેરસે રાત્રે આરતી થાય છેહનુમાન મંદિર દક્ષિણામુખી હનુમાનજીનું મંદિર છે ગાંધીનગરનાં સુપ્રસિધ્ધ સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાન મંદિર દક્ષિણામુખી હનુમાનજીનું મંદિર છે. દર શનિવારે અહીં લાખો ભક્તો હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડે છે. વર્ષોથી ધનતેરસની રાત્રે 12 વાગે ડભોડિયા હનુમાનજી મંદિરમાં પરંપરાગત આરતી કરવામાં આવે છે અને ગઇ કાલે રાત્રે પણ આરતી યોજાઇ હતી જમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા.માન્યતા મુજબ, ગાંધીનગરના ડભોડિયા હનુમાન દાદાના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000 વર્ષ જૂના મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલા ડભોડિયા હનુમાન દાદાની મહા આરતી ધનતેરસની રાત્રે 12:00 વાગે અને કાળી ચૌદસ શરૂ થતા મહા આરતીનો મહિમા અનેરો છે. ડભોડિયા હનુમાન ખાતે આરતીનો લહાવો લેવા લાખો ભક્તો આરતીનો લાભ લેવા ડભોડા હનુમાન દાદાના મંદિરે પહોંચે છે. ભારત વર્ષમાં એકમાત્ર ડભોડિયા હનુમાન દાદાના મંદિરે રાત્રે 12:00 વાગે કરવામાં આવે છે. સ્વયંભૂ દક્ષિણમુખી હનુમાનજીનું મંદિર લોકોની આસ્થાનું બન્યું છે કેન્દ્ર રાત્રે 12:00 બાર વાગ્યાથી લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે આશરે ત્રણથી ચાર લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે ડભોડામાં રાત્રે 12:00 વાગે ગામમાં મેળો થાય છે અને બીજા દિવસે 12:00 વાગે મેળો પૂર્ણ થાય છે. કાળી ચૌદસના દિવસે ત્રણથી ચાર લાખ લોકો દર્શનાર્થે આવે છે. 7200 કિલો બુંદીનો પ્રસાદ ડભોડા મંદિર દ્વારા બનાવવામાં આવે છે અહીંના કાળા દોરાનું ખૂબ જ મહત્વ છે.મંદિર પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા આજે કાળી ચૌદસ છે અને પરંપરાગત રીતે કાળી ચૌદસના 2 દિવસ મેળો પણ યોજવામાં આવે છે. મંદિરમાં દાદાના દર્શન કરવા આવતા લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા તથા પોલીસ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના ધસારાને જોતાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 5000 કિલોથી પણ વધુ બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરનાં સુપ્રસિધ્ધ સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાન મંદિરે ધનતેરસની રાત્રે 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ડભોડા હનુમાનજીની આરતીનો લ્હાવો લેવાનું ભક્તોમાં ભારે માહત્મ્ય છે. ડભોડિયા હનુમાન મંદિર દેશનું એક માત્ર હનુમાન મંદિર છે જ્યાં ધનતેરસે રાત્રે આરતી થાય છે
હનુમાન મંદિર દક્ષિણામુખી હનુમાનજીનું મંદિર છે
ગાંધીનગરનાં સુપ્રસિધ્ધ સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાન મંદિર દક્ષિણામુખી હનુમાનજીનું મંદિર છે. દર શનિવારે અહીં લાખો ભક્તો હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડે છે. વર્ષોથી ધનતેરસની રાત્રે 12 વાગે ડભોડિયા હનુમાનજી મંદિરમાં પરંપરાગત આરતી કરવામાં આવે છે અને ગઇ કાલે રાત્રે પણ આરતી યોજાઇ હતી જમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા.
માન્યતા મુજબ, ગાંધીનગરના ડભોડિયા હનુમાન દાદાના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000 વર્ષ જૂના મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલા ડભોડિયા હનુમાન દાદાની મહા આરતી ધનતેરસની રાત્રે 12:00 વાગે અને કાળી ચૌદસ શરૂ થતા મહા આરતીનો મહિમા અનેરો છે. ડભોડિયા હનુમાન ખાતે આરતીનો લહાવો લેવા લાખો ભક્તો આરતીનો લાભ લેવા ડભોડા હનુમાન દાદાના મંદિરે પહોંચે છે. ભારત વર્ષમાં એકમાત્ર ડભોડિયા હનુમાન દાદાના મંદિરે રાત્રે 12:00 વાગે કરવામાં આવે છે. સ્વયંભૂ દક્ષિણમુખી હનુમાનજીનું મંદિર લોકોની આસ્થાનું બન્યું છે કેન્દ્ર રાત્રે 12:00 બાર વાગ્યાથી લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે આશરે ત્રણથી ચાર લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે ડભોડામાં રાત્રે 12:00 વાગે ગામમાં મેળો થાય છે અને બીજા દિવસે 12:00 વાગે મેળો પૂર્ણ થાય છે. કાળી ચૌદસના દિવસે ત્રણથી ચાર લાખ લોકો દર્શનાર્થે આવે છે. 7200 કિલો બુંદીનો પ્રસાદ ડભોડા મંદિર દ્વારા બનાવવામાં આવે છે અહીંના કાળા દોરાનું ખૂબ જ મહત્વ છે.
મંદિર પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા
આજે કાળી ચૌદસ છે અને પરંપરાગત રીતે કાળી ચૌદસના 2 દિવસ મેળો પણ યોજવામાં આવે છે. મંદિરમાં દાદાના દર્શન કરવા આવતા લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા તથા પોલીસ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના ધસારાને જોતાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 5000 કિલોથી પણ વધુ બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.