Ahmedabad પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓએ દશેરા પર્વને લઈ કર્યુ શસ્ત્ર પૂજન
અમદાવાદ શહેર પોલીસે વિજયાદશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરી છે. પોલીસ હેડ ક્વાટરના પરિસરમાં પૂજા વિધિ કરી શસ્ત્રોનું પૂજન કર્યું છે.આજના દિવસે ખાસ શસ્ત્ર પૂજા કરવાનો અનેરો મહત્વ રહેલું છે. આજે શસ્ત્રોની પૂજા કરવાથી મુશ્કેલી ભર્યા કાર્યોમાં પણ વિજય પ્રાપ્ત થાય છે તેવી માનતા છે,અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચકક્ષાના અધિકારીઓ આ શસ્ત્રપૂજામાં સહભાગી થયા હતા,શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદ પોલીસ કમિશનરે કર્યું શસ્ત્ર પૂજન અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પોલીસમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનું પૂજન કર્યુ હતુ,સવારના શુભ મૂહર્તમાં આ પૂજન કરવામાં આવ્યું હતુ જેમાં જેસીપી,ડીસીપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યાં હતા.નવરાત્રીના દસમા દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. હિદું ધર્મમાં વિજયાદશમી તહેવારનો વિશેષ મહત્વ રહેલું છે.દશેરા અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. વિજયાદશમીએ ભગવાન રામે રાવણનો વધ કર્યું હતું.આ દિવસે ખાસ શસ્ત્ર પૂજનનું પણ મહત્વ રહેલું છે, જે નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા માટે વપરાતા હથિયારોની પૂજા કરવામાં આવી હતી. ઊર્જા સર્વત્ર સમાન રહે દશેરાના દિવસે દેવી દુર્ગાએ મહિસાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આમ, દશેરા સાથે અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. તે દેશભરમાં અલગ અલગ નામોથી જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. પરંતુ ઊર્જા સર્વત્ર સમાન રહે છે. તામિલનાડુ ,તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં આયુધ પૂજા, જ્યારે મહારાષ્ટ્રમાં ખાંડે નવમીના અને ભારતમાં શાસ્ત્ર પૂજન તરીકે ઓળખવામાં આવે છે. દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન થાય દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવા માટે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિજય મુહૂર્ત દરમિયાન શસ્ત્રો કાઢીને ચોકી પર સ્વચ્છ કપડું પાથરવું. આ પછી, ખૂબ કાળજી સાથે શસ્ત્રને સાફ કરો અને તેને ગંગા જળથી શુદ્ધ કરો. આ પછી રોલી, ચંદન, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ વગેરેથી શસ્ત્રની પૂજા કરો. શાસ્ત્ર પૂજા દરમિયાન ભગવાન શ્રી રામ અને મા કાલીના મંત્રોનો વિશેષ જાપ કરો. શાસ્ત્ર પૂજા પછી વડીલોના વિશેષ આશીર્વાદ શસ્ત્રોની પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો દશેરાના તહેવાર પર તમારા શસ્ત્રની પૂજા કરતા પહેલા સાવચેત રહેવાનું ભૂલશો નહીં. શસ્ત્રો પ્રત્યે થોડી બેદરકારી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ઘરમાં રાખેલા હથિયારોને તમારા બાળકો અને સગીરોની પહોંચથી દૂર રાખો. કોઈપણ સંજોગોમાં ઘરમાં શસ્ત્રો રાખવા જોઈએ નહીં. એવા ઘણા કિસ્સાઓ છે કે લોકો રમકડાં સમજીને શસ્ત્રો ઉપાડે છે અને અકસ્માતનો ભોગ બને છે. સૌથી મહત્વની બાબત એ છે કે પૂજા દરમિયાન બાળકોને હથિયારને સ્પર્શ કરવાની મંજૂરી ન આપવી જોઈએ અને બાળકોને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેર પોલીસે વિજયાદશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરી છે. પોલીસ હેડ ક્વાટરના પરિસરમાં પૂજા વિધિ કરી શસ્ત્રોનું પૂજન કર્યું છે.આજના દિવસે ખાસ શસ્ત્ર પૂજા કરવાનો અનેરો મહત્વ રહેલું છે. આજે શસ્ત્રોની પૂજા કરવાથી મુશ્કેલી ભર્યા કાર્યોમાં પણ વિજય પ્રાપ્ત થાય છે તેવી માનતા છે,અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચકક્ષાના અધિકારીઓ આ શસ્ત્રપૂજામાં સહભાગી થયા હતા,શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ.
અમદાવાદ પોલીસ કમિશનરે કર્યું શસ્ત્ર પૂજન
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પોલીસમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનું પૂજન કર્યુ હતુ,સવારના શુભ મૂહર્તમાં આ પૂજન કરવામાં આવ્યું હતુ જેમાં જેસીપી,ડીસીપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યાં હતા.નવરાત્રીના દસમા દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. હિદું ધર્મમાં વિજયાદશમી તહેવારનો વિશેષ મહત્વ રહેલું છે.દશેરા અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. વિજયાદશમીએ ભગવાન રામે રાવણનો વધ કર્યું હતું.આ દિવસે ખાસ શસ્ત્ર પૂજનનું પણ મહત્વ રહેલું છે, જે નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા માટે વપરાતા હથિયારોની પૂજા કરવામાં આવી હતી.
ઊર્જા સર્વત્ર સમાન રહે
દશેરાના દિવસે દેવી દુર્ગાએ મહિસાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આમ, દશેરા સાથે અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. તે દેશભરમાં અલગ અલગ નામોથી જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. પરંતુ ઊર્જા સર્વત્ર સમાન રહે છે. તામિલનાડુ ,તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં આયુધ પૂજા, જ્યારે મહારાષ્ટ્રમાં ખાંડે નવમીના અને ભારતમાં શાસ્ત્ર પૂજન તરીકે ઓળખવામાં આવે છે.
દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન થાય
દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવા માટે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિજય મુહૂર્ત દરમિયાન શસ્ત્રો કાઢીને ચોકી પર સ્વચ્છ કપડું પાથરવું. આ પછી, ખૂબ કાળજી સાથે શસ્ત્રને સાફ કરો અને તેને ગંગા જળથી શુદ્ધ કરો. આ પછી રોલી, ચંદન, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ વગેરેથી શસ્ત્રની પૂજા કરો. શાસ્ત્ર પૂજા દરમિયાન ભગવાન શ્રી રામ અને મા કાલીના મંત્રોનો વિશેષ જાપ કરો. શાસ્ત્ર પૂજા પછી વડીલોના વિશેષ આશીર્વાદ
શસ્ત્રોની પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
દશેરાના તહેવાર પર તમારા શસ્ત્રની પૂજા કરતા પહેલા સાવચેત રહેવાનું ભૂલશો નહીં. શસ્ત્રો પ્રત્યે થોડી બેદરકારી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ઘરમાં રાખેલા હથિયારોને તમારા બાળકો અને સગીરોની પહોંચથી દૂર રાખો. કોઈપણ સંજોગોમાં ઘરમાં શસ્ત્રો રાખવા જોઈએ નહીં. એવા ઘણા કિસ્સાઓ છે કે લોકો રમકડાં સમજીને શસ્ત્રો ઉપાડે છે અને અકસ્માતનો ભોગ બને છે. સૌથી મહત્વની બાબત એ છે કે પૂજા દરમિયાન બાળકોને હથિયારને સ્પર્શ કરવાની મંજૂરી ન આપવી જોઈએ અને બાળકોને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ નહીં.