જંબુસર-ભરૂચ નેશનલ હાઈવે પર ટ્રક પલટી, 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
જંબુસર ભરૂચ નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિકજામ સર્જાયો છે. નેશનલ હાઈવે 64 ઉપર 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આમોદથી ભરૂચ જતા તણછા ગામ પાસે આ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.તણછા નજીક ટ્રક રોડ પર પલટી જતા ટ્રાફિકજામ તણછા ગામ નજીક મોટી ટ્રક રોડ ઉપર આડી થઈ જતા ભારે ટ્રાફિક જામ લાગ્યો છે અને તેના કારણે અનેક વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ગાડીની એક્સલ તુટી જવાથી ગાડી રસ્તામાં જ આડી થઈ ગઈ હતી અને જેને લઈને ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ છે. ટ્રક રોડ ઉપર આડી થઈ જતા બે કલાક સુધી પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું નથી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી ત્યારે ટ્રાફિક જામ થવાના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે અને સાથે સાથે એસ ટી બસમાં પણ પેસેન્જરોને ગરમીમાં હેરાન થવાનો વારો આવ્યો છે. બે કલાક સુધી પણ ટ્રાફિકનું સમસ્યાનું નિરાકરણ ના આવ્યું અને આખરે આમોદ પોલીસને જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. ધોરાજીમાં સુપેડી નેશનલ હાઈવે પર બસમાં આગ લાગવાથી મચી અફરાતફરી બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના નેશનલ હાઈવે પર ટ્રાવેલ્સમાં કોઈ કારણસર આગ લાગી હતી અને ટ્રાવેલ્સ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. પોરબંદરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સમાં કોઈ કારણસર આગ લાગી હતી અને ઘટનાની જાણ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફને તાત્કાલિક કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આગ પર કાબુ મેળવવામાં આવે ત પહેલા જ ટ્રાવેલ્સ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી અને ટ્રાવેલ્સમાં બેસેલા તમામ પેસેન્જરનો આબાદ બચાવ થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જંબુસર ભરૂચ નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિકજામ સર્જાયો છે. નેશનલ હાઈવે 64 ઉપર 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આમોદથી ભરૂચ જતા તણછા ગામ પાસે આ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.
તણછા નજીક ટ્રક રોડ પર પલટી જતા ટ્રાફિકજામ
તણછા ગામ નજીક મોટી ટ્રક રોડ ઉપર આડી થઈ જતા ભારે ટ્રાફિક જામ લાગ્યો છે અને તેના કારણે અનેક વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ગાડીની એક્સલ તુટી જવાથી ગાડી રસ્તામાં જ આડી થઈ ગઈ હતી અને જેને લઈને ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ છે. ટ્રક રોડ ઉપર આડી થઈ જતા બે કલાક સુધી પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું નથી.
આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી
ત્યારે ટ્રાફિક જામ થવાના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે અને સાથે સાથે એસ ટી બસમાં પણ પેસેન્જરોને ગરમીમાં હેરાન થવાનો વારો આવ્યો છે. બે કલાક સુધી પણ ટ્રાફિકનું સમસ્યાનું નિરાકરણ ના આવ્યું અને આખરે આમોદ પોલીસને જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.
ધોરાજીમાં સુપેડી નેશનલ હાઈવે પર બસમાં આગ લાગવાથી મચી અફરાતફરી
બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના નેશનલ હાઈવે પર ટ્રાવેલ્સમાં કોઈ કારણસર આગ લાગી હતી અને ટ્રાવેલ્સ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. પોરબંદરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સમાં કોઈ કારણસર આગ લાગી હતી અને ઘટનાની જાણ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફને તાત્કાલિક કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આગ પર કાબુ મેળવવામાં આવે ત પહેલા જ ટ્રાવેલ્સ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી અને ટ્રાવેલ્સમાં બેસેલા તમામ પેસેન્જરનો આબાદ બચાવ થયો છે.