વઢવાણમાં આધારકાર્ડની કામગીરી બે મહિનાથી બંધ : અરજદારોને ધરમધક્કા

- આધારકેન્દ્ર નિરાધાર બન્યા- વઢવાણમાં મામલતદાર કચેરી અને આઇસીડીએસમાં કામગીરી ફરી શરૃ કરવા રજૂઆતસુરેન્દ્રનગર : વઢવાણ મામલતદાર કચેરી તેમજ આઇસીડીએસ વિભાગમાં છેલ્લા બે માસ કરતા વધુ સમયથી આધારકાર્ડની તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવે છે. દુર દુરથી આધારની કામગીરી માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ ન હલતાં લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.વઢવાણ મામલતદાર કચેરી ખાતે લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ છે જેને લઇને વઢવાણ શહેર તેમજ વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા આધાર કાર્ડ સંબંધી તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવી છે.

વઢવાણમાં આધારકાર્ડની કામગીરી બે મહિનાથી બંધ : અરજદારોને ધરમધક્કા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- આધારકેન્દ્ર નિરાધાર બન્યા

- વઢવાણમાં મામલતદાર કચેરી અને આઇસીડીએસમાં કામગીરી ફરી શરૃ કરવા રજૂઆત

સુરેન્દ્રનગર : વઢવાણ મામલતદાર કચેરી તેમજ આઇસીડીએસ વિભાગમાં છેલ્લા બે માસ કરતા વધુ સમયથી આધારકાર્ડની તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવે છે. દુર દુરથી આધારની કામગીરી માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ ન હલતાં લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

વઢવાણ મામલતદાર કચેરી ખાતે લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ છે જેને લઇને વઢવાણ શહેર તેમજ વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા આધાર કાર્ડ સંબંધી તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવી છે.