ભક્તોની લાગણી દુભાતા તંત્ર એકશનમાં : ગણપતિજીની ન વેચાયેલી રસ્તે રઝળતી મૂર્તિઓનું પાલિકા કરશે વિસર્જન

Surat Ganesh Mahotsav : સુરત શહેરમાં ગણપતિ અને સ્થાપના બાદ અનેક ગણેશજીની પ્રતિમા ડિવાઈડર પર રઝળતી મૂકી દેવામાં આવી છે. અનેક પ્રતિમા ઉપર જોતા ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે જેને કારણે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને પ્રતિમાના વિસર્જનની કવાયત શરૂ કરી છે. સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ગણપતિજીની સ્થાપના થતી હોય સંખ્યાબંધ ગણપતિજીની પ્રતિમાનું વેચાણ કરતા લોકો સુરતમાં આવે છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ગણપતિજીની પ્રતિમાનો વેચાણ કરનારા લોકો આવે છે. પાલિકાના ફૂટપાથ અને રસ્તા પર આ પ્રતિમાનો વેપાર કરે છે. જોકે ગણેશજીની સ્થાપના બાદ રસ્તા પર મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓ અચાનક ગાયબ થઈ ગયા છે. જેને કારણે શહેરમાં મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમા ફૂટપાથ અને ડિવાઇડર સહિત રોડ પર જોવા મળી રહી છે. આવી રીતે પ્રતિમા જોઈને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. આ અંગે પાલિકા તંત્રને ખબર પડતા પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા ન્યુ સિવિલ રોડ પરથી પ્રતિમાઓને લઈને ડકકા ખાતે પહોંચી છે, જ્યાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે કવાયત કરવામાં આવશે.

ભક્તોની લાગણી દુભાતા તંત્ર એકશનમાં : ગણપતિજીની ન વેચાયેલી રસ્તે રઝળતી મૂર્તિઓનું પાલિકા કરશે વિસર્જન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Ganesh Mahotsav : સુરત શહેરમાં ગણપતિ અને સ્થાપના બાદ અનેક ગણેશજીની પ્રતિમા ડિવાઈડર પર રઝળતી મૂકી દેવામાં આવી છે. અનેક પ્રતિમા ઉપર જોતા ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે જેને કારણે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને પ્રતિમાના વિસર્જનની કવાયત શરૂ કરી છે. 

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ગણપતિજીની સ્થાપના થતી હોય સંખ્યાબંધ ગણપતિજીની પ્રતિમાનું વેચાણ કરતા લોકો સુરતમાં આવે છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ગણપતિજીની પ્રતિમાનો વેચાણ કરનારા લોકો આવે છે. પાલિકાના ફૂટપાથ અને રસ્તા પર આ પ્રતિમાનો વેપાર કરે છે. જોકે ગણેશજીની સ્થાપના બાદ રસ્તા પર મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓ અચાનક ગાયબ થઈ ગયા છે. જેને કારણે શહેરમાં મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમા ફૂટપાથ અને ડિવાઇડર સહિત રોડ પર જોવા મળી રહી છે. આવી રીતે પ્રતિમા જોઈને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. આ અંગે પાલિકા તંત્રને ખબર પડતા પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા ન્યુ સિવિલ રોડ પરથી પ્રતિમાઓને લઈને ડકકા ખાતે પહોંચી છે, જ્યાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે કવાયત કરવામાં આવશે.