જામનગરના વધુ બે કારખાનેદાર સાથે રૂપિયા 74 લાખની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના વેપારી સામે ગુનો નોંધાયો
Jamnagar Fraud Case : જામનગરના બે બ્રાસપાર્ટના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જેમાં પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા અને ઉદ્યોગનગર વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા હિરેનભાઈ મનસુખભાઈ પટેલે પોતાના કારખાનામાં તૈયાર કરેલો માલ સામાન ઉપરાંત અન્ય કારખાનેદાર ચિરાગભાઈ પટેલે પણ પોતાને ત્યાં પિત્તળનો માલ સામાન તૈયાર કરીને વલસાડના વેપારી મયુરભાઈ હરીશભાઈ દૂધૈયાને સપ્લાય કર્યો હતો. ગત જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં અનેક વખત 74,54,444 જેટલી રકમ મેળવવા માટેની માંગણી કરી હતી.
![જામનગરના વધુ બે કારખાનેદાર સાથે રૂપિયા 74 લાખની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના વેપારી સામે ગુનો નોંધાયો](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736579064493.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Fraud Case : જામનગરના બે બ્રાસપાર્ટના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જેમાં પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા અને ઉદ્યોગનગર વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા હિરેનભાઈ મનસુખભાઈ પટેલે પોતાના કારખાનામાં તૈયાર કરેલો માલ સામાન ઉપરાંત અન્ય કારખાનેદાર ચિરાગભાઈ પટેલે પણ પોતાને ત્યાં પિત્તળનો માલ સામાન તૈયાર કરીને વલસાડના વેપારી મયુરભાઈ હરીશભાઈ દૂધૈયાને સપ્લાય કર્યો હતો.
ગત જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં અનેક વખત 74,54,444 જેટલી રકમ મેળવવા માટેની માંગણી કરી હતી.