તહેવાર ટાણે જામનગર પાલિકાની ફૂડ શાખાનો સપાટો, 'મિલ્ક પ્રોડક્ટ ડ્રાઇવ' હેઠળ 31 પેઢીમાંથી સેમ્પલ લેવાયા
Jamnagar Food Checking : જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રાજ્ય સરકારની ડ્રાઈવ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ અંતર્ગત અલગ-અલગ વિસ્તારમાંમાં આવેલી કુલ 31 જેટલી પેઢીમાંથી અલગ-અલગ ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.જે પેઢીઓ પૈકી જયંતીભાઈ માવાવાળા શુધ્ધ ઘી (લુઝ), ઉપરાંત "માવો (લુઝ), કમલેશભાઈ માવાવાળાને ત્યાંથી વ્હાઈટ પેંડા (લુઝ), સદગુરુ ડેરી ફાર્મ, માર્શલ કેક (લુઝ), શ્રી સોમનાથ ડેરીમાંથી મિક્સ દૂધ (લુઝ) અને થાબડી (લુઝ), ચારણ ડેરીમાંથી દૂધ (લુઝ) અને દહીં (લુઝ), અંબિકા ડેરી ફાર્મમાંથી દૂધ (લુઝ) અને બદામ કટની બંગાળી મીઠાઇ (લુઝ), જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી સેપરેટ દહીં (લુઝ) તેમજ ઘી (લુઝ), બંસરી ડેરી ફાર્મમાંથી માવા પેંડા(લુઝ), ખુશ્બુ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ), માધવ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ (લુઝ), શિવ શક્તિ ડેરી એન્ડ સ્વીટમાંથી દૂધના પેંડા (લુઝ), જય ગોપાલ ડેરીમાંથી દહીં (લુઝ), મોમાઈ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ), રાધે ડેરી ફાર્મમાંથી ગાયનું દૂધ (લુઝ), શિવાલય ડેરી-સ્વીટ એન્ડ કેટરિંગમાંથી માવાના પેંડા (લુઝ) અને પનીર (લુઝ), કૈલાષ ડેરી ફાર્મમાંથી માખણ (લુઝ) અને દૂધના પેંડા (લુઝ), એકતા સ્વીટ-ફરસાણ માર્ટમાંથી દૂધની બરફી (લુઝ) અને દૂધના પેંડા (લુઝ), દૂધગંગા ડેરી ફાર્મમાંથી દૂધની થાબડી (લુઝ) અને વ્હાઈટ પેંડા (લુઝ), શ્રી ખોડલ ડેરીમાંથી ભેસનું દૂધ (લુઝ), શ્રીજી ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ), સદગુરુ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ) અને અંબિકા ડેરી ફાર્મ પનીર (લુઝ) વગેરે સેમ્પલો એકત્ર કરીને વડોદરાની લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. તદુપરાંત અલગ-અલગ વિસ્તારમાં આવેલ આઈસ ફેક્ટરીમાં પાણીમાં કલોરીનેશન અંગેની તપાસણી કરવામાં આવી હતી અને આઈસ ફેક્ટરીમાં સુપર ક્લોરીનેશન જાળવી રાખવા સુચનાઓ આપવામાં આવી હતી, તેમજ, કોરોઝનયુક્ત આઈસ કન્ટેનર બદલવા, પાણીમાં સુપર ક્લોરીનેશન જાળવવા, ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેકને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તદુપરાંત અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે. તદુપરાંત એસ.ડી.એમ., મામલતદારની મળલી ફરિયાદ અન્વયે એફ.એસ.ઓ. ની ટીમ દ્વારા તળાવની પાળે આવેલ ડોમિનોઝ પીઝામાં રૂબરૂ ઇન્સ્પેકશન કરવામાં આવેલ તેમજ ચીઝ, બટર, પનીરના રેન્ડમલી પેકેટ તોડી રૂબરૂ ખરાઈ કરવામાં આવી હતી. તેમજ પેઢીને દિવસ-2 માં પેસ્ટકંટ્રોલ, પાણીના રીપોર્ટ તેમજ કામ કરતા કર્મચારીના મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટ રજુ કરવા નોટીશ ફટકારવામાં આવી છે.
![તહેવાર ટાણે જામનગર પાલિકાની ફૂડ શાખાનો સપાટો, 'મિલ્ક પ્રોડક્ટ ડ્રાઇવ' હેઠળ 31 પેઢીમાંથી સેમ્પલ લેવાયા](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1725867893287.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Food Checking : જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રાજ્ય સરકારની ડ્રાઈવ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ અંતર્ગત અલગ-અલગ વિસ્તારમાંમાં આવેલી કુલ 31 જેટલી પેઢીમાંથી અલગ-અલગ ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જે પેઢીઓ પૈકી જયંતીભાઈ માવાવાળા શુધ્ધ ઘી (લુઝ), ઉપરાંત "માવો (લુઝ), કમલેશભાઈ માવાવાળાને ત્યાંથી વ્હાઈટ પેંડા (લુઝ), સદગુરુ ડેરી ફાર્મ, માર્શલ કેક (લુઝ), શ્રી સોમનાથ ડેરીમાંથી મિક્સ દૂધ (લુઝ) અને થાબડી (લુઝ), ચારણ ડેરીમાંથી દૂધ (લુઝ) અને દહીં (લુઝ), અંબિકા ડેરી ફાર્મમાંથી દૂધ (લુઝ) અને બદામ કટની બંગાળી મીઠાઇ (લુઝ), જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી સેપરેટ દહીં (લુઝ) તેમજ ઘી (લુઝ), બંસરી ડેરી ફાર્મમાંથી માવા પેંડા(લુઝ), ખુશ્બુ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ), માધવ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ (લુઝ), શિવ શક્તિ ડેરી એન્ડ સ્વીટમાંથી દૂધના પેંડા (લુઝ), જય ગોપાલ ડેરીમાંથી દહીં (લુઝ), મોમાઈ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ), રાધે ડેરી ફાર્મમાંથી ગાયનું દૂધ (લુઝ), શિવાલય ડેરી-સ્વીટ એન્ડ કેટરિંગમાંથી માવાના પેંડા (લુઝ) અને પનીર (લુઝ), કૈલાષ ડેરી ફાર્મમાંથી માખણ (લુઝ) અને દૂધના પેંડા (લુઝ), એકતા સ્વીટ-ફરસાણ માર્ટમાંથી દૂધની બરફી (લુઝ) અને દૂધના પેંડા (લુઝ), દૂધગંગા ડેરી ફાર્મમાંથી દૂધની થાબડી (લુઝ) અને વ્હાઈટ પેંડા (લુઝ), શ્રી ખોડલ ડેરીમાંથી ભેસનું દૂધ (લુઝ), શ્રીજી ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ), સદગુરુ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ) અને અંબિકા ડેરી ફાર્મ પનીર (લુઝ) વગેરે સેમ્પલો એકત્ર કરીને વડોદરાની લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.
તદુપરાંત અલગ-અલગ વિસ્તારમાં આવેલ આઈસ ફેક્ટરીમાં પાણીમાં કલોરીનેશન અંગેની તપાસણી કરવામાં આવી હતી અને આઈસ ફેક્ટરીમાં સુપર ક્લોરીનેશન જાળવી રાખવા સુચનાઓ આપવામાં આવી હતી, તેમજ, કોરોઝનયુક્ત આઈસ કન્ટેનર બદલવા, પાણીમાં સુપર ક્લોરીનેશન જાળવવા, ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેકને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
તદુપરાંત અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે. તદુપરાંત એસ.ડી.એમ., મામલતદારની મળલી ફરિયાદ અન્વયે એફ.એસ.ઓ. ની ટીમ દ્વારા તળાવની પાળે આવેલ ડોમિનોઝ પીઝામાં રૂબરૂ ઇન્સ્પેકશન કરવામાં આવેલ તેમજ ચીઝ, બટર, પનીરના રેન્ડમલી પેકેટ તોડી રૂબરૂ ખરાઈ કરવામાં આવી હતી. તેમજ પેઢીને દિવસ-2 માં પેસ્ટકંટ્રોલ, પાણીના રીપોર્ટ તેમજ કામ કરતા કર્મચારીના મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટ રજુ કરવા નોટીશ ફટકારવામાં આવી છે.