તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું..!! વડોદરાના સીનીયર સીટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 90.90 લાખ પડાવી લીધા

Vadodara Digital Arrest : વડોદરાના કારેલીબાગ વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલની પાછળ આદિનાથ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ભુપેન્દ્રભાઈ અંબાલાલ સાહેબે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 8 મી ઓક્ટોબરે હું મારા ઘરે હતો ત્યારે મને એક વ્યક્તિએ કોલ કરીને કહ્યું હતું કે, ડીએચએલ કુરિયરમાંથી બોલીએ છીએ અને તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાં રૂમાલ, લેપટોપ, પાંચ પાસ પોર્ટ અને ડ્રગ્સ મળી આવેલ છે. જેથી મેં તેઓને કહ્યું હતું કે આ પાર્સલ મારું નથી. ફોન કરનાર વ્યક્તિએ મને કહ્યું હતું કે આ પાર્સલ બાબતે મહારાષ્ટ્ર પોલીસનો ફોન આવશે અને ત્યારબાદ મને કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ આપતા કહ્યું હતું કે હું રાજેન્દ્ર પ્રધાન મુંબઈ પોલીસથી બોલું છું તેઓએ મને બીજો ફોન આવશે એવું પણ કહ્યું હતું. થોડી વાર પછી મારા મોબાઈલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ તેની ઓળખાણ અભિષેક સીબીઆઇમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ વોટ્સએપમાં વિડીયો કોલ કર્યો હતો અને તેઓના કેમેરો બંધ રાખ્યો હતો અને પાર્સલ વિશે પૂછતા મને કહ્યું હતું કે નરેશ ગોએલના કેસમાં તેમના ઘરે રેડ કરી હતી ત્યારે તમારા ડોક્યુમેન્ટ્સ અને એગ્રીમેન્ટ મળી આવ્યું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -